લોકમેળામાં ખાણી-પીણીના પ્લોટસની હરાજીમાં ભાવમાં ત્રણ ગણો ઉછાળો

રાજકોટ લોકમેળાને લઈને લોક મેલા સમિતિ દ્રારા ત્યારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે લોકમેળાના સ્ટોલ્સ અને પ્લોટની હરાજીની પ્રક્રિયાએ આશ્ચર્યજનક બોલીઓ બોલાય છે.,…

રાજકોટ લોકમેળાને લઈને લોક મેલા સમિતિ દ્રારા ત્યારીઓ શરુ કરી દેવામાં આવી છે. આ વર્ષે લોકમેળાના સ્ટોલ્સ અને પ્લોટની હરાજીની પ્રક્રિયાએ આશ્ચર્યજનક બોલીઓ બોલાય છે., જેના કારણે રાજકોટ કલેક્ટર તંત્રની તિજોરીમાં મબલખ આવક થશે.

દર વર્ષે યોજાતા આ લોકમેળામાં ચકડોળ, રમકડાં, હસ્તકલા અને ખાણીપીણીના વિવિધ પ્લોટ્સની હરાજી તંત્ર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે મેળામાં વેપાર કરવા માટે ખાનગી સ્ટોલ ધારકો, મધ્યમ વર્ગના વેપારીઓ તેમજ મોટા બિઝનેસમેનો વચ્ચે ત સ્પર્ધા જોવા મળી હતી.’અપસેટ પ્રાઈસ’ મૂળ કિંમત નક્કી કરવામાં આવી હતી, તેના કરતાં અનેક ગણી ઊંચી બોલીઓ વેપારીઓ દ્વારા બોલવામાં આવી હતી. આ વિક્રમજનક બોલીઓના કારણે વહીવટી તંત્રને અપેક્ષા કરતા ઘણી વધારે આવક થઈ છે, જે લોકમેળા સમિતિ અને તંત્ર માટે એક મોટા આશ્ચર્ય સમાન છે.

ખાણીપીણીના સ્ટોલ્સ અગ્રેસર રહેતા હોય છે. આ વર્ષે ખાણીપીણીના પ્લોટ્સની હરાજીએ તો તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. ગત વર્ષોની સરખામણીએ આ વર્ષે ખાણીપીણીના સ્ટોલ્સના ભાવમાં સીધો ત્રણ ગણો ઉછાળો જોવા મળ્યો છે.અગાઉ જે સ્ટોલની મૂળ કિંમત આશરે 40,000 રૂૂપિયા આસપાસ હતી, તે જ સ્ટોલ માટે આ વર્ષે વેપારીઓએ હરાજીમાં છેક 2 લાખ રૂૂપિયા સુધીની તોતિંગ બોલીઓ બોલી છે.અન્ય કેટેગરીના સ્ટોલ્સમાં પણ સામાન્ય ભાવ કરતાં ડબલ અને ક્યારેક તેનાથી પણ વધુ કિંમતો ઉપજ્યા હોવાનું સામે આવ્યું છે.

તમામ સ્ટોલ્સ અને પ્લોટ્સમાં અપસેટ પ્રાઈઝ કરતાં અનેકગણી ઊંચી કિંમત મળવાને કારણે આ વખતની લોકમેળા સમિતિની કુલ આવકમાં મોટો ઉછાળો નોંધાવાની પૂરેપૂરી શક્યતા છે. આ વધારાની આવકનો ઉપયોગ મેળાના આયોજન, સુરક્ષા વ્યવસ્થા, સ્વચ્છતા અને નાગરિકો માટેની સુવિધાઓને વધુ બહેતર બનાવવા માટે કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *