T-20માં 188 રન ફટકારી પ્રિટોરિયસે તોડ્યો ક્રિસ ગેલનો રેકોર્ડ

  દક્ષિણ આફ્રિકાનાં 20 વર્ષીય યુવા બેટ્સમેન લુહાન-ડ્રે પ્રિટોરિયસે ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાની સ્થાનિક ’CSA T20 ચેલેન્જ’ ટૂર્નામેન્ટમાં ટાઇટન્સ ટીમ તરફથી…

 

દક્ષિણ આફ્રિકાનાં 20 વર્ષીય યુવા બેટ્સમેન લુહાન-ડ્રે પ્રિટોરિયસે ટી20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો છે. સાઉથ આફ્રિકાની સ્થાનિક ’CSA T20 ચેલેન્જ’ ટૂર્નામેન્ટમાં ટાઇટન્સ ટીમ તરફથી રમતા પ્રિટોરિયસે નાઇટ્સ સામે માત્ર 79 બોલમાં 188 રનની અણનમ અને તોફાની ઇનિંગ રમી હતી. આ સાથે જ તેણે પુરુષ ટી20 ક્રિકેટમાં એક ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાનાં નામે કરી લીધો છે.

આ પહેલાં આ મોટો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેલના નામે હતો. ગેલે 2013 ની IPLમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમતા પુણે વોરિયર્સ સામે અણનમ 175 રન બનાવ્યા હતા. ગેલનો આ વર્લ્ડ રેકોર્ડ 13 વર્ષ સુધી અણનમ રહ્યો હતો, જેને હવે આ યુવા દક્ષિણ આફ્રિકન બેટ્સમેને 188 રન બનાવીને તોડી નાખ્યો છે. પ્રિટોરિયસે પોતાની ઇનિંગ્સમાં 13 છગ્ગા અને 15 ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ 237.97 નો રહ્યો હતો.

પ્રિટોરિયસની આ તોફાની ઇનિંગ્સના જોરે ટાઇટન્સની ટીમે 20 ઓવરમાં 3 વિકેટે 267 રનનો વિશાળ સ્કોર ખડકી દીધો હતો. જોકે, દ્વિશતક (200 રન) બનાવવાની ખૂબ નજીક પહોંચેલો પ્રિટોરિયસ ઓવરો પૂરી થઈ જવાના કારણે સદીથી આગળ વધીને 188 રને અણનમ રહ્યો હતો. તેણે માત્ર 40 બોલમાં પોતાની સદી અને 58 બોલમાં 150 રન પૂરા કરી લીધા હતા. 268 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી નાઇટ્સની ટીમ માત્ર 143 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ટાઇટન્સે 124 રનથી ભવ્ય જીત મેળવી હતી.

લુહાન-ડ્રે પ્રિટોરિયસ દક્ષિણ આફ્રિકાનો અત્યંત પ્રતિભાશાળી ડાબોડી વિકેટકીપર-બેટ્સમેન છે. 2024 ના અંડર-19 વર્લ્ડ કપમાં તે આફ્રિકા તરફથી સૌથી વધુ રન બનાવનાર ખેલાડી હતો. આ ઉપરાંત, જઅ20 લીગની 2025 ની સીઝનમાં પાર્લ રોયલ્સ તરફથી રમતા તેણે 397 રન બનાવીને સૌથી વધુ રન બનાવવાનો ખિતાબ જીત્યો હતો. પોતાની નાની ઉંમરમાં જ ઇન્ટરનેશનલ ટેસ્ટ મેચમાં 150 થી વધુ રન બનાવવાનો રેકોર્ડ ધરાવતો આ યુવા ખેલાડી હવે ટી20 ક્રિકેટનો નવો સુપરસ્ટાર બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *