કોડીનારના ગોહિલની ખાણ ગામે આઠ દુકાનોના દબાણો દૂર કરાયા

  કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડિનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેનું અંદાજિત ક્ષેત્રફળ…

 

કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ કોડિનાર તાલુકાના ગોહિલની ખાણ ગામે નવા ગામતળની 8 દુકાનોના દબાણો દૂર કરવામાં આવ્યાં હતાં. જેનું અંદાજિત ક્ષેત્રફળ 600 ચો.મીટર અને બજાર કિંમત અંદાજિત રૂૂ. 25 લાખ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગામે સ્કૂલથી એકદમ નજીક આવેલ મોકાની આ જગ્યા પર સરકાર દ્વારા નવા ગામતળ ફાળવીને વિવિધ યોજના અંતર્ગત મફત પ્લોટ ફાળવવાની જગ્યા હતી.

આ જગ્યા પર કોમર્શિયલ દબાણો કરી આર્થિક ઉપાર્જન કરનારા આ તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવનાર છે.દબાણ કરેલ શખ્સોમાં દિનેશભાઈ લક્ષમણ ભાઈ રાઠોડ, હરાજભાઈ નગાભાઈ ગોહિલ, વિજયભાઈ મેરૂૂભાઇ ચૌહાણ, વિજયભાઈ બાલુભાઈ ગોહિલ, દિનેશભાઈ બાલુભાઈ રાઠોડ, વીરસીંગભાઇ બાલુભાઈ ગોહિલનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *