પુસ્તકો ચોક્કસ દુકાનેથી ખરીદવા વાલીઓ પર દબાણ

શાળા શરૂ થયા અગાઉ જ પુસ્તક, યુનિફોર્મ, વોટરબેગ, સ્વેટર, બૂટ સહિતની વસ્તુ ખરીદવા દુકાનોનું લિસ્ટ આપી દેવામાં આવ્યું હોવાની વાલીઓમાં રાવ શિક્ષણ વર્તમાન સમયમાં વેપાર…

શાળા શરૂ થયા અગાઉ જ પુસ્તક, યુનિફોર્મ, વોટરબેગ, સ્વેટર, બૂટ સહિતની વસ્તુ ખરીદવા દુકાનોનું લિસ્ટ આપી દેવામાં આવ્યું હોવાની વાલીઓમાં રાવ

શિક્ષણ વર્તમાન સમયમાં વેપાર થઇ ગયો છે. પુસ્તકથી માંડી અને સ્ટેશનરી, કપડા, સુઝ, વોટરબેગ, સ્વેટર સહિતની ચીજ વસ્તુઓ ખરીદવા માટે ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનોનો જ આગ્રહ રાખવામાં આવતો હોય છે. દર વર્ષની માફક આ વર્ષ પણ શહેરની કેટલીક ખાનગી શાળઓ દ્વારા ચોક્કસ દુકાનેથી જ બૂટ ખરીદવાનું વાલીઓને દબાણ કરી રહ્યાની ફરિયાદ વાલીઓમાં ઉઠી રહી છે.ખુદ શિક્ષણ મંત્રીની સૂચનાનું પણ કેટલાક ખાનગી શાળા સંચાલકો પાલન નહીં કરતાં હોવાનું ચિત્ર ઉપસ્યું છે. આગામી શૈક્ષણિક વર્ષ માટે શાળા દ્વારા મંજૂર કરાયેલા જૂતા નિવિયા બ્રાન્ડના છે અને તે ફક્ત નોન-માર્કિંગ જૂતા હોવા જોઈએ. અઠવાડિયાના બધા દિવસો માટે શાળા ગણવેશના ભાગરૂૂપે આ એકમાત્ર જૂતા જરૂૂરી છે.

આ જૂતા ઓનલાઈન અથવા અનલિસ્ટેડ દુકાનોમાંથી ન ખરીદો, કારણ કે આમ કરવાથી ડુપ્લિકેટ, સમાન દેખાતા અથવા ખોટા ઉત્પાદનો પ્રાપ્ત થઈ શકે છે જે શાળાના માન્ય ધોરણોને પૂર્ણ કરતા નથી અને ઉપયોગ માટે પરવાનગી આપી શકાતી નથી.શાળાએ વાલીઓને શહેરની જુદી જુદી 7 શોપના નામ પણ આપ્યા છે અને જણાવ્યું છે કે, વાલીઓએ આ જ નક્કી કરેલી શોપ પરથી ચોક્કસ બ્રાન્ડના જ શૂઝ ખરીદવાના રહેશે. બીજી બાજુ કેટલાક વાલીઓએ જણાવ્યું હતું કે, શાળા જે શોપ પરથી અને જે બ્રાન્ડના શૂઝ ખરીદવા દબાણ કરી રહી છે તે શૂઝ આશરે રૂૂ.1100થી 1200ના આવે છે. ગરીબ અને મધ્યમવર્ગના વાલીઓને આ પ્રકારના મોંઘા શૂઝ ખરીદવા કેવી રીતે પોસાય? બીજી બાજુ આટલા મોંઘા શૂઝ બીજા વર્ષે બાળકોને ટૂંકા થઇ જાય એટલે ફરી લેવાના થાય. તેના બદલે શાળાએ કલર નિશ્ચિત કરી કોઇપણ શોપમાંથી ને કોઇપણ બ્રાન્ડના શૂઝ ખરીદવા મંજૂરી આપવી જોઈએ.

ડીઇઓ-વિદ્યાર્થી સંગઠનો સુષુપ્ત અવસ્થામાં
ખાનગી શાળાઓ દ્વારા ચોક્કસ દુકાનમાંથી ખરીદીનો આગ્રહ રાખતી હોવાની ફરિયાદ દર વર્ષ ઉઠતી હોય છે. અને આ વર્ષ પણ આ પ્રકારની ફરિયાદ અત્યારથી જ ઉઠી છે. પરંતુ રાજકોટ જિલ્લા શિક્ષણધિકારી અને વિદ્યાર્થીના હિતનો ઠેકો લઇને ફરતા છાત્ર સંગઠનો સુસુપ્ત અવસ્થામાં હોય તેવો ઘાટ સર્જાયો છે. દર વર્ષ ઉઠતી બૂમરાણોને ઘ્યાનમાં લીધા વગર આ વર્ષે પણ ફરિયાદ મળવાની રાહ જોતા હોય તેવો ધાટ સર્જાયો હોવાની ચર્ચા વાલીઓમાં થઇ રહી છે.

સ્ટેશનરીના ધંધાર્થીઓની કલેક્ટરને ફરિયાદ
ધી સ્ટેશનરી પેપર એન્ડ બુકસ મર્ચન્ટસ એસોસિએશને શાળાઓમાં સરકારી અને ખાનગી પ્રકાશનોના પુસ્તકો, નોટબુક, સ્કૂલબેગ વગેરેના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગણી કરી છે. એસોસિએશનનો આરોપ છે કે શાળાઓ વિદ્યાર્થીઓને શાળા પરિસરમાંથી જ આ વસ્તુઓ ખરીદવાની ફરજ પાડે છે અથવા તો કોઈ ચોક્કસ દુકાનદાર પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખે છે, જે રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ 2009નું ઉલ્લંઘન છે. આ માંગણી સાથે એસોસિએશને આજે કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. કારણ કે આ મુદ્દો રાજકોટના 500થી વધુ સ્ટેશનરીના વેપારીઓના અસ્તિત્વ સાથે જોડાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *