બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) ની ચૂંટણીના વિવાદનો મામલો હવે ફરી એકવાર સુપ્રીમ સમક્ષ પહોંચે એવી શક્યતા છે. આ મામલે અત્યારે હાઇકોર્ટની ડિવીઝન બેંચ સમક્ષ પેન્ડિંગ છે. ત્યારે એની સુનાવણી દરમિયાન એવી રજૂઆત કરવામાં આવી હતી કે સુપ્રીમના અગાઉના આદેશ સંદર્ભે કેટલીક સ્પષ્ટતા જરૂૂરી હોવાથી સુપ્રીમ કોર્ટ સમક્ષ અરજી કરવાની જરૂૂર છે. હાઇકોર્ટે આ રજૂઆત ગ્રાહ્ય રાખી છે અને હવે વધુ સુનાવણી નવમી જૂને રાખવામાં આવી છે અને અગાઉની વચગાળાની વ્યવસ્થાને યથાવત રાખવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણમાં વડોદરાના અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા દાખલ કરાયેલી અરજી ઉપર હાઇકોર્ટમાં લંબાણપૂર્વ સુનાવણી બાદ સિંગલ જજે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલા ઇઈઅ ની ચૂંટણી લડવા અયોગ્ય જાહેર કર્યા હતા.
આ ઉમેદવારોના નોમિનેશન ફોર્મ સ્વીકાર કરવાના રિટર્નિંગ ઓફિસરનો નિર્ણયને હાઇકોર્ટના સિંગલ જજે રદ્દ કર્યો હતો.જો કે સિંગલ જજે વચગાળાની વ્યવસ્થા ગોઠવતો આદેશ કર્યો હતો. જે મુજબ બરોડા ક્રિકેટ એસોસિએશનની વર્તમાન કમિટી કાર્યકારી કમિટી તરીકે ડે ટુ ડે ના કાર્ય કરશે. વર્તમાન કાર્યકારી બોડી કોઈ મહત્વના કે પોલિસી સાથે સંકળાયેલ નિર્ણયો લઈ શકશે નહીં. ચૂંટણીનું પરિણામ જાહેર થઈ શકશે નહીં. ત્યારબાદ હવે આ મામલે ડિવીઝન બેંચ સમક્ષ પહોંચ્યો છે. આ કેસમાં હાઇકોર્ટમાં વડોદરાના અરજદાર પ્રદિપસિંહ સોલંકી અને રામચંદ્ર પ્રજાપતિ દ્વારા અરજી દાખલ કરવામાં આવી હતી. જેમાં ઇઈઈઈં, બરોડા ક્રિકેટ એસોસિએશન, પૂર્વ ક્રિકેટર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને પક્ષકાર બનાવવામાં આવ્યા હતા. બરોડા ક્રિકેટ એસોસિએશનની ચૂંટણી પ્રમુખ, સેક્રેટરી, ખજાનચી જેવા પદો માટે યોજાઇ હતી.
જેમાં પક્ષકારોએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. જો કે સુપ્રીમ કોર્ટના વર્ષ 2022 ના ચુકાદા મુજબ નવ વર્ષ સુધી હોદા પર રહેનાર વ્યક્તિ ચૂંટણી માટે આપોઆપ અયોગ્ય બને છે. વળી હોદ્દા ઉપર સતત બે ટર્મ પછી ત્રણ વર્ષનો કુલિંગ પિરિયડ જરૂૂરી છે. જેથી અરજદારો દ્વારા ચૂંટણી ઓફિસર સમક્ષ સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર પક્ષકાર કિરણ મોરે, અમુલ જીકાર, અનંત ઇન્દુલકર, અમર પેટીવાલેને અયોગ્ય જાહેર કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જો કે ચૂંટણી ઓફિસર દ્વારા અરજદારે રજૂ કરેલા વાંધા ઉપર કોઈ નિર્ણય લેવાયો નહોતો અને વળી ઉમેદવારોની ફાઈનલ યાદી જાહેર કરાઈ છે. બીજી વખત પણ વાંધો રજૂ કરવા છતાં અરજદારોની વાતને ગણકારવામાં આવી નહોતી.
