શનિવારે ખેલ મહાકુંભ 3.0ના પ્રારંભ પહેલાં તૈયારીઓનો ધમધમાટ, ગાંધીનગરથી ટીમો જોતરાઇ

સીએમ અને એચએમના આગમન પહેલાં કલેકટર તંત્ર ઊંધા માથે રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 2025 3.0‘સ્ત્રનો શુભારંભ ખાતે એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે ચાર જાન્યુઆરીના…

સીએમ અને એચએમના આગમન પહેલાં કલેકટર તંત્ર ઊંધા માથે

રાજકોટ ખાતે રાજ્ય સરકાર સ્પોર્ટસ ઓથોરિટી દ્વારા 2025 3.0‘સ્ત્રનો શુભારંભ ખાતે એથ્લેટીક્ ગ્રાઉન્ડ ખાતે ચાર જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રમત ગમત મંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કરવામાં આવશે. જેને લઇ ગાંધીનગરથી રમત-ગમતના વિભાગના અધિકારીઓએ રાજકોટમાં ધામા નાખી દીધા છે. આજે બપોર બાદ કલેકટરની અધ્યક્ષ સ્થાને શહેરના વિવિધ સ્કૂલો, કોલેજોના વડાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે.

મળતી વિગતો અનુસાર આજે સાંજે પાંચ વાગ્યે કલેકટરની અધ્યક્ષ સ્થાને ગાંધીનગરથી આવેલી સ્પોટ ઓથોરિટીની ટીમ, તેમજ ડી.ઇ.ઓ, ડી.પી.ઇ.ઓ, પ્રિન્સિપાલ સેલ્ફ ફાયનાન્સ શાળાઓ, પ્રિન્સિપલ આઈટીઆઈ કોલેજ, આર.કે. યુનિવર્સિટી મારવાડી યુનિવર્સિટી, આત્મીય યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નેહરુ યુવા કેન્દ્ર, યોગ બોર્ડ તેમજ રાજકોટ શહેરની અલગ અલગ રમત-ગમતની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા આગેવાનોને સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને કાર્યક્રમમાં વધુમાં વધુ કઈ રીતે લોકો હાજર રહે તે અંગેની આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. તેમજ આવતીકાલે રાજકોટ ખાતે રમતગમત અગ્ર સચિવ વિભાગ, અશ્વિની કુમાર, સચિવ, સ્પોર્ટસ ઓથોરીટી આઈ.આર. વાળા સહિતના રમતગમતના ઉચ્ચ અધિકારીઓ પણ આવતીકાલે રાજકોટ ખાતે આવી પહોંચે તેવી શક્યતાઓ છે. અને સમગ્ર કાર્યક્રમ સ્થળ અને કલેક્ટર સાથે બેઠક પણ યોજવામાં આવશે. તંત્ર દ્વારા બેઠકોનો દોર શરૂૂ કરી દેવામાં આવ્યું છે. 10,000 થી પણ વધુમાં વધુ ખેલાડીઓ હાજર રહે તે માટેના પ્રયાસો શરૂૂ કરી દેવામાં આવ્યા છે. આવતીકાલથી રાજકોટમાં ઉચ્ચ અધિકારીઓના આવી પહોંચે એને સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ કરશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *