જામનગરમાં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં

જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું…

જામનગર મહાનગરપાલિકા દ્વારા 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ વર્ષે શહેરના દરબારગઢ સર્કલ ખાતે આ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીને સફળ બનાવવા માટે તંત્ર દ્વારા વિવિધ સ્તરે તૈયારીઓ કરવામાં આવી રહી છે.આજે સ્વામિનારાયણ મંદિર પાસે આવેલા ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક દિનની પરેડનું રિહર્સલ યોજવામાં આવ્યું હતું.

આ રિહર્સલ દરમિયાન વિવિધ વિભાગોના કર્મચારીઓ અને સ્વયંસેવકોએ ભાગ લીધો હતો. આ ઉપરાંત, દરબારગઢ સર્કલ ખાતે પણ પ્રજાસત્તાક દિનની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સર્કલને શણગારવામાં આવી રહ્યો છે અને વિવિધ પ્રકારની લાઈટિંગની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણીને યાદગાર બનાવવા માટે વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉજવણીમાં શહેરના નાગરિકોને મોટી સંખ્યામાં આમંત્રણ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *