ખેલાડીઓ-સિલેક્ટર્સ-કોચ વચ્ચે સમન્વયની મહત્વની ભૂમિકા ભજવશે
ભારતીય ક્રિકેટમાં સપ્ટેમ્બર મહિનામાં મોટા ફેરફારોની ચર્ચા ચાલી રહી છે. BCCIના સેન્ટર ઓફ એક્સલન્સ (CoE)ના પ્રમુખ વીવીએસ લક્ષ્મણને ડાયરેક્ટર ઓફ ક્રિકેટ બનાવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જો આ પદ મળે તો તેમની ભૂમિકા માત્ર CoE સુધી મર્યાદિત નહીં રહે. ટીમ ઈન્ડિયા, સિલેક્ટર્સ, કોચિંગ સ્ટાફ અને ખેલાડી વિકાસ કાર્યક્રમો વચ્ચે સમન્વય સાધવાની મોટી જવાબદારી તેમને સોંપાઈ શકે છે. હજુ સુધી BCCI તરફથી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી.
લક્ષ્મણ લાંબા સમયથી ઈજ્ઞઊમાં યુવા અને સિનિયર ખેલાડીઓના વિકાસ પર કામ કરી રહ્યા છે. 2026 ટી20 વર્લ્ડ કપ બાદ ગૌતમ ગંભીરે પણ તેમના યોગદાનની પ્રશંસા કરી હતી. અગાઉ તેઓ સ્ટેન્ડ-ઇન કોચ તરીકે પણ કામ કરી ચૂક્યા છે અને જિમ્બાબ્વે પ્રવાસમાં યુવા ટીમની કમાન સંભાળી હતી.
