રાજકોટમાં PM મોદીના રોડ શો માટેની તૈયારીઓ શરૂ

ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી કોલેજ વચ્ચેના તમામ દબાણ હટાવી સાફ-સફાઈ શરૂ: સમગ્ર રૂટ પરનો રોડ નવો બનશે, ડિવાઇડર-ફૂટપાથ પણ ટનાટન બનાવશે રાજકોટમાં આગામી 10 થી 12…

ગ્રીનલેન્ડ ચોકડીથી મારવાડી કોલેજ વચ્ચેના તમામ દબાણ હટાવી સાફ-સફાઈ શરૂ: સમગ્ર રૂટ પરનો રોડ નવો બનશે, ડિવાઇડર-ફૂટપાથ પણ ટનાટન બનાવશે

રાજકોટમાં આગામી 10 થી 12 જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે રિ વાઇબ્રન્ટ ગુજરાત સમીટ યોજાવાની છે. આ કાર્યક્રમમાં સંભવિત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહેવાના છે. જેને લઈને હાલ સ્થાનિક તંત્ર દ્વારા જોરશોરથી તૈયારીઓ શરૂૂ કરવામાં આવી છે.

વડાપ્રધાનના 10 તારીખના રોજ ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ મારવાડી યુનિવર્સિટી સુધી રોડ પર રોડ-શો યોજે તેવી શક્યતા છે. રોડ-શો યોજી વાઇબ્રન્ટ સમિટને ખુલ્લું મુકશે. વહીવટી તંત્ર દ્વારા શહેરની 10 જેટલી ફાઇવસ્ટાર હોટલો પણ બુક કરી દેવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે હાલ વડાપ્રધાનના કાર્યક્રમને લઈ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓ શરૂૂ કરી દેવામાં આવી છે. ગ્રીનલેન્ડ ચોકડીથી લઈ મારવાડી કોલેજ સુધી તમામ દબાણો હટાવવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તેમજ ગ્રીનલેન્ડ ચોકડી થી મારવાડી યુનિવર્સિટી સુધી રોડ પણ બનાવવાની કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે. તમામ ડિવાઇડરો અને ફૂટપાથનું નવીનીકરણ કામગીરી શરૂૂ કરી દેવામાં આવી છે.

સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે અન્ય દેશના કોઈ ટોચના મંત્રી પણ હાજર રહી શકે છે, તેમજ અન્ય દેશમાંથી મોટા ઉદ્યોગપતિઓ પણ હાજર રહી શકશે. ભારતના પણ કેટલાય મોટા ઉદ્યોગપતિઓ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે હાજર રહે તેવી શક્યતા જોવાઈ રહી છે. જેને લઇ સ્થાનિક તંત્ર દ્વારા હાલ તડામાર તૈયારીઓ છે તે પણ શરૂૂ કરી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *