વૃંદાવનમાં પદયાત્રા દરમિયાન માંડ બચ્યા પ્રેમાનંદ મહારાજ

ગુજરાત મિરર, વૃંદાવન તા. 8કૃષ્ણ નગરી વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા દરમિયાન માંડ માંડ બચ્યા છે. તેમના મુસાફરીના માર્ગ પર મૂકવામાં આવેલા લોખંડનું માળખું ધ્રુજવા…

ગુજરાત મિરર, વૃંદાવન તા. 8કૃષ્ણ નગરી વૃંદાવનમાં સંત પ્રેમાનંદ મહારાજની પદયાત્રા દરમિયાન માંડ માંડ બચ્યા છે. તેમના મુસાફરીના માર્ગ પર મૂકવામાં આવેલા લોખંડનું માળખું ધ્રુજવા લાગ્યું અને પડવા લાગ્યું. જે સમયે આ અકસ્માત થયો તે સમયે પ્રેમાનંદ મહારાજ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બધું થતું જોઈને મહારાજ સાથે હાજર લોકો અને પોલીસે તેમને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢ્યા.

મળતી માહિતી મુજબ, આ સમયે વૃંદાવનમાં શ્રી હરિવંશ મહાપ્રભુનો હિતોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના કારણે કાર્યક્રમની તૈયારી માટે વૃંદાવનના પરિક્રમા માર્ગ પર આ માળખું લગાવવામાં આવ્યું હતું. પ્રેમાનંદ મહારાજ આ રસ્તેથી પસાર થાય છે. જ્યારે મહારાજ આશ્રમથી પોતાના નિવાસસ્થાન તરફ જઈ રહ્યા હતા, ત્યારે માળખું ધ્રુજવા લાગ્યું, જેનાથી એવું લાગતું હતું કે તે તૂટી પડવાની તૈયારીમાં છે. પરંતુ કોઈ અકસ્માત થયો નહીં. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

જ્યારે પ્રેમાનંદ મહારાજના પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક આ ઘટના બની. તેમણે તરત જ પ્રેમાનંદ મહારાજને કવર કરી દીધા અને તેમને બચાવ્યા, જે વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. મહારાજ તેમાંથી માંડ માંડ બચતાં જોવા મળે છે. તેવી જ રીતે, જ્યારે આ ઘટના બની, ત્યારે ભક્તો પણ એક ક્ષણ માટે ડરી ગયા. પરંતુ સદનસીબે કોઈ મોટી દુર્ઘટના બની ન હતી. પ્રેમાનંદ મહારાજના સોશિયલ મીડિયા પર કરોડો શિષ્યો છે. આ સિવાય પ્રેમાનંદ મહારાજને સોશિયલ મીડિયાના મહારાજ પણ કહેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *