મોરબી કોલસાનો કારોબાર વધુને વધુ ચર્ચામાં આવી રહ્યો છે. જુગાર કાંડ બાદ પેટકોક ચોરી પ્રકરણ સળગ્યુ છે. મોરબીના ગાળા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા દરોડો પાડી પેટકોકમાં હલકી ગુણવતાનો કોલસો ભેળવી રાજસ્થાન મોકલી આપવાનુ કૌભાંડ ઝડપી લીધુ છે.
જે પ્રકરણ એલસીબીના પીએસઆઇને નડી જતા જિલ્લા પોલીસ વડા દ્વારા પીએસઆઇ કે.એચ. ભોચિયાની સિંગલ ઓર્ડરથી બદલી કરો લીવ રિઝર્વમા મૂકી દેવામાં આવ્યા છે.મોરબીના ગાળા ગામ નજીક ગોડાઉનમાં એસએમસીની ટીમે રેડ કરીને પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીનો પર્દાફાશ કર્યો હતો. જેમા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે 20 જેટલા શખ્સો સામે ફરિયાદ નોંધાવેલી છે જેમાં આઠ આરોપીઓને પડકવાના બાકી છે પરંતુ જયારે રેડ કરી હતી ત્યારે પેટકોક સહિત કુલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કરવામાં આવેલ હતો અને પેટકોક ચોરી, વિશ્વાસઘાત-છેતરપીંડીના ગુનામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે તેની સત્ય હક્કિત સામે આવે તે માટે સ્થાનિક પોલીસને તપાસ સોંપવાને બદલે એસએમસીએ આ ગુનાની તપાસ પોતાની જ પાસે રાખેલી છે.
જીલ્લામાં ડીઝલ કોલસા ચોરી, દારૂૂના ગોડાઉન વિગેરે ગુનાની એસએમસીને માહિતી મળે અને સ્થાનિક પોલીસ અજાણ હોય તે વાત કોઈને ગળે ઉતરે તેવી નથી અને સ્થાનિક પોલીસ કે એલસીબી જેવી પોલીસની અતિમહત્વની કહેવાતી બ્રાન્ચને પેટકોકના કાળા કારોબારની ગંધ પણ ન આવે તે કોઈને માન્યામાં આવે તેમ નથી એટલા જ માટે આ ગુનાની તપાસમાં એસએમસીએ પોતાની પાસે રાખેલી છે અને સૂત્રો પાસેથી મળી રહેલી માહિતી મુજબ એસએમસીના અધિકારી દ્વારા મોરબી જિલ્લાના એસપી પાસેથી એલસીબીના અધિકારીની વિગત માંગવામાં આવી હતી તેવામાં એસપી દ્વારા એલસીબીના પીએસઆઈ કે.એચ.ભોચિયાની સિંગલ ઓર્ડર કરીને બદલી કરવામાં આવી છે અને તેને હાલમાં લીવ રિઝર્વમાં મૂકવામાં આવ્યા છે તેની જગ્યાએ હાલમાં બીજા કોઈને મૂકવામાં આવ્યા નથી.એસએમસીની ટીમે પેટકોકના કાળા કારોબારનો પર્દાફાશ કરી ગોડાઉનમાંથી 1584 ટન પેટકોક સહિત કુલ મુદામાલ મળીને 3.57 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. જે12 આરોપીને પહેલા પકડવામાં આવ્યા હતા રિમાન્ડ પૂરા થતાં તમામને કોર્ટમાં રજૂ કરી જેલ હવાલે કરવામાં આવ્યા છે. જયારે મુખ્ય સૂત્રધાર સહિત કુલ મળીને 8 આરોપીને પકડવાના બાકી છે. તેને પકડવા માટેની તજવીજ ચાલી રહી છે. અને ઠેરઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે.