મોરબીમાં પ્રસુતિની પીડા ઉપડતા સગર્ભાનું અને ગર્ભસ્થ શિશુનું મોત

મોરબીમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા પછી અચાનક આંચકી ઉપડતાં અંતે સર્ગભા અને ગર્ભસ્થ બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારને સ્તબ્ધ કરી દેનારી આ ઘટનામાં પોલીસને જાણ…

મોરબીમાં મહિલાને પ્રસુતિની પીડા ઉપડ્યા પછી અચાનક આંચકી ઉપડતાં અંતે સર્ગભા અને ગર્ભસ્થ બાળકનું મોત નીપજ્યું હતું. પરિવારને સ્તબ્ધ કરી દેનારી આ ઘટનામાં પોલીસને જાણ કરાતાં અકસ્માતે મોતની નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી અનુસાર મોરબીના શનાળા રોડ ઉપર રહેતા પરિણીતાને પ્રસવ પીડા ઉપડયા બાદ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી અને એ વખતે હોસ્પિટલની સીડીના પગથિયાં ચડતી વેળાએ પ્રસૂતાને આંચકી ઉપડી જતા અચાનક બેભાન થઈ ગઇ હતી અને પ્રસૂતા અને ગર્ભસ્થ બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. અરેરાટી ભરી આ ઘટનાની વિગતો જોઈએ તો મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલ પાછળ હદાણીની વાડીમાં રહેતા કીર્તિબેન મહિપતભાઈ કણઝારીયા ઉ.29 નામના પરિણીતાને ગઈકાલે પ્રસુતિ પીડા ઉપડતા શનાળા રોડ ઉપર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.આ સમયે હોસ્પિટલની સીડી ચડતી વેળાએ કીર્તિબેનને આંચકી ઉપડી ગયા બાદ બેભાન બની જતા કીર્તિબેન તેમજ તેમના ગર્ભમાં રહેલા બાળકનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂૂ કરી છે. નોંધનીય છે કે પરિવારજનો નવા મહેમાનને આવકારવા માટે તલપાપડ હતા અને માતા, ગર્ભસ્થ શિશુના મોતથી પરિવાર આઘાતમાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *