આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રભારી ગોપાલ રાય, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાએ ગંભીર ચર્ચા વિચારણા કર્યા બાદ કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પદે ખેડૂત નેતા પ્રવીણ રામની નિમણૂક કરી હતી. પ્રવીણ રામને ફ્રન્ટલ સંગઠનના પ્રદેશ પ્રમુખ પદની સાથે સાથે કિસાન સેલ પ્રદેશ પ્રમુખ પદની જવાબદારી સોંપાઈ છે તો હવે તેઓ આ બંને જવાબદારી નિભાવશે. પ્રવીણ રામ છેલ્લા લાંબા સમયથી આમ આદમી પાર્ટીમાં ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પદે પોતાની જવાબદારી નિભાવી રહ્યા છે અને તમામ ફ્રન્ટના સંગઠનોને ખૂબ જ મજબૂત બનાવ્યા છે. આજે આમ આદમી પાર્ટી દ્વારા જે જાહેરાત કરવામાં આવી તેનાથી ગુજરાતમાં ખેડૂતોની લડાઈ વધુ મજબૂત બનશે અને ખેડૂતોને ન્યાય અપાવવાનો અવાજ વધુ બુલંદ બનશે.
પ્રવિણ રામ ગુજરાતના એક સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવે છે.
તેમણે 2012થી ગુજરાતના ખેડૂતો, કર્મચારીઓ, યુવાનો, આશા બહેનો તેમજ ફાર્માસિસ્ટો માટે સતત આંદોલનો કરી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ કર્યું. લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે લડાઈ લડી એમનો પગાર વધારવાનું કામ તેમજ આશા બહેનોનો પગાર વધારવાનું કામ , કોન્ટ્રાકટ ,આઉટસોર્સ, આંગણવાડી બહેનો માટે લડાઇ લડવાનું કામ, સરકારી ભરતીઓમાં થતી ગેરરીતિ સામે અવાજ ઉઠાવી લાખો યુવાનોને ન્યાય અપાવવાનું કામ પ્રવીણ રામે કર્યું. ગુજરાતના યુવાનોની લડાઈની સાથે સાથે પ્રવિણ રામે ગુજરાતના ખેડૂતો માટે 2016 થી લડાઈ લડવાનું પણ શરૂૂ કર્યું હતું.
