ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં મંડલ પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. જેમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં શહેર ભાજપ પ્રમુખ તરીકે પ્રતિક વોરાની પસંદગી કરવામાં આવી હતી. પરંતુ વરણીની 24 કલાકમાં જ પ્રતિક વોરાએ પદ પરથી રાજીનામું ધરી દેતા રાજ્યભરમાં આ રાજીનામુ ટોક ઓફ ધ ટાઉન બની છે અને ભાજપમાં જૂથવાદ ચરમસીમાએ પહોંચ્યો હોવાનો તેમજ આંતરિક રાજકારણની મહત્વની ભૂમિકા હોવાનો ગણગણાટ શરૂ થઈ ગયો છે. તાજેતરમાં સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા દરેક શહેર અને તાલુકાના પ્રમુખોની નિમણૂક કરવાની કવાયત હાથ ધરવામાં કરવામાં આવેલ હતી અને આ માટે જુદા જુદા જિલ્લાઓમાં ચૂંટણી અધિકારી નિમણૂક ભાજપ દ્વારા કરવામાં આવેલ હતી આ પ્રક્રિયા બાદ ઉપલેટા શહેરમાંથી શહેર ભાજપના પ્રમુખ થવા માટે બાર જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી ઉમેદવારોમાંથી પસંદગી કરવા માટે ચૂંટણી અધિકારી તરીકે ભારતીય જનતા પક્ષ દ્વારા આશિષ દવેની ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી.
પ્રક્રિયા ના ભાગરૂૂપે ચૂંટણી અધિકારીએ ઉપલેટા શહેર ભાજપના પ્રમુખ તરીકે પ્રતીક રજનીકાંતભાઈ વોરા ના નામની ગઈકાલે જાહેરાત કરતા આ નામ ૂવફતિંફાા ગ્રુપમાં ફરતું થતાં ગમે તે કારણે પ્રતીક વોરાએ નારાજગી દર્શાવી પોતાનું રાજીનામું ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા અને જિલ્લા પ્રમુખને મોકલી આપી ભારતીય જનતા પક્ષની નીતિ રીતે સામે રોસ વ્યક્ત કરેલ હતો આ રાજીનામા અંગે પ્રતિક ઓરાયે પોતાનો કોઈ પણ પ્રતિભાવ આપવાના ઇન્કાર કરેલો હતો.
ભાજપના જ અંદરના સૂત્રોના જણાવ્યા મુજબ ભાજપના એક વખતના રહી ગયેલા પૂર્વ પ્રમુખ દ્વારા જુદી જુદી પાંચ વ્યક્તિઓને ફોર્મ ભરાવી અને ઉમેદવારી માટે તૈયાર કરેલા હતા અને ગોઠવણીના ભાગરૂૂપે અને ભાજપને બદનામ કરવાને નુકસાન કરવાના ઈરાદાથી આ રાજીનામું પડ્યું હોવાનું ભારતીય જનતા પક્ષના કાર્યકરો માની રહ્યા છે જ્યારે ભાજપના અન્ય એક જૂથ આ રાજીનામું ભાજપમાં જૂથવાદ અને જ્ઞાતિવાદ વકરતો હોવાનો અને તેથી જ આ રાજીનામાં રૂૂપે ભડકો થયાનું માને છે કારણ ગમે તે હોય પરંતુ સવારે સત્તાવાર પ્રમુખ તરીકે નામ જાહેર થાય અને સાંજે પ્રમુખ રાજીનામું ધરી દે એ બાબત આવનારી નગરપાલિકાની ચૂંટણીઓ માટે ભારતીય જનતા પક્ષમાં કેટલો જૂથવાદ છે તે દર્શાવે છે.