એશિયન ગેમ્સમાં પ્રણવી ઉર્સનો કમાલ, ગોલ્ફમાં ગોલ્ડ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી

    ભારતે 2026ની એશિયન ગેમ્સમાં તેનો 18મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત ગોલ્ફ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે…

 

 

ભારતે 2026ની એશિયન ગેમ્સમાં તેનો 18મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત ગોલ્ફ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ગોલ્ફર બની. ફાઇનલ રાઉન્ડ પહેલા, પ્રણવી પાસે 15-અંડર 195 ના સ્કોર સાથે ત્રણ શોટની લીડ હતી.

પ્રણવીએ ફાઇનલ રાઉન્ડમાં 70નો સ્કોર કર્યો. ત્રીજા હોલ પર ટ્રિપલ બોગી પછી તેણે ત્રણ બર્ડી લગાવીને વાપસી કરી અને એક શોટની લીડથી ગોલ્ડ જીત્યો.પ્રણવીનો ગોલ્ડ એશિયન ગેમ્સ ગોલ્ફમાં ભારતનો 2002 પછીનો પહેલો ગોલ્ડ છે. આ પહેલાં શિવ કપૂરે મેન્સ ઇન્ડિવિજ્યુઅલ ગોલ્ડ જીત્યો હતો.

ભારતે વુમન્સ ટીમ ઇવેન્ટમાં સિલ્વર જીત્યો. પ્રણવી સાથે અદિતિ અશોક અને દીક્ષા ડાગર ટીમમાં હતી. ભારતનો સ્કોર 14 અંડર 546 રહ્યો, જ્યારે ચીને 22 અંડર 538 સાથે ગોલ્ડ જીત્યો.આ પહેલાં 17 વર્ષની તીરંદાજ કુમકુમ મોહોદ રિકર્વની મહિલા ઇન્ડિવિજ્યુઅલ્સ કેટેગરીમાં ગોલ્ડ જીતનારી પહેલી ભારતીય મહિલા બની. શનિવારે આવેલા 2 ગોલ્ડના સહારે ભારત મેડલ ટેલીમાં પાંચમા સ્થાને છે

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *