ટીમ ઇન્ડિયાના ચિફ સિલેક્ટરની જવાબદારી પ્રજ્ઞાન ઓઝાને સોંપાઇ

  અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેની ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેનું સ્થાન પ્રજ્ઞાન ઓઝાને આ…

 

અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેની ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેનું સ્થાન પ્રજ્ઞાન ઓઝાને આ જવાબદારી આપવામાં આવી છે. પ્રજ્ઞાન ઓઝાને ટીમ ઈન્ડિયાના અંતરિમ ચીફ સિલેક્ટર બનાવવામાં આવ્યા છે. ટુંકમાં જ્યાં સુધી અજિત અગરકરના વિકલ્પની પસંદગી ન થાય ત્યાં સુધી પ્રજ્ઞાન ઓઝા જ ચીફ સિલેક્ટર હશે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે, પાર્થિવ પટેલને ચીફ સિલેક્ટર બનાવવામાં આવી શકે છે.પ્રજ્ઞાન ઓઝાને પણ આ પદ પર રાખી શકે છે. પરંતુ અત્યારે કાંઈ પણ કહેવું શક્ય નથી. અજિત અગરકરનો કોન્ટ્રાક્ટ બીસીસીઆઈની સાથે 4 ઓક્ટોમ્બરના રોજ પૂર્ણ થાય છે. ટીમ ઈન્ડિયાના 4 સિલેક્ટરો હાલમાં ગુવાહાટીમાં છે. મંગળવારના રોજ ચારેયની બેઠક થઈ હતી અને રિપોર્ટ છે કે,ન્યુઝીલેન્ડ પ્રવાસ પર ક્યા ખેલાડીની પસંદગી થશે.

તેના પર ચર્ચા કરવામાં આવી છે. પ્રજ્ઞાન ઓઝાએ આ બેઠકની અધ્યક્ષતા કરી હતી. 40 વર્ષના પ્રજ્ઞાન ઓઝાએ ભારત માટે 24 ટેસ્ટમાં 113 વિકેટ લીધી છે. આ સાથે તેમણે 18 વનડે મેચમાં 21 વિકેટ લીધી છે. ટી20માં પણ તેના નામે 6 મેચમાં 10 વિકેટ છે. અજિત અગરકર વર્ષ 2023માં ટીમ ઈન્ડિયાના ચીફ સિલેક્ટર બન્યા હતા. તેના કાર્યકાળમાં ભારતે 2024માં ટી20 વર્લ્ડકપ જીત્યો હતો. 2025માં ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન ટ્રોફી જીતી હતી. તેમજ 2026માં ટીમ ઈન્ડિયાએ વર્લ્ડકપ જીત્યો હતો. આ સિવાય 2023, 2025માં ભારતે એશિયા કપ જીત્યો હતો. 2023માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 2023માં વર્લ્ડકપની ફાઈનલ સુધી ટીમ ઈન્ડિયા પહોંચી હતી. તેના જ કાર્યકાળમાં રોહિત-વિરાટ જેવા દિગ્ગજોનું ટી20 કરિયર પૂર્ણ થયું છે. અજિત અગરકરે અનેક એવા નિર્ણયો લીધા જે ટીમ ઈન્ડિયાના હિતમાં રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *