Connect with us

ગુજરાત

પ્રાયોગિક કસોટીના માર્ક્સ અપલોડ થયા બાદ સુધારી શકાશે નહીં: બોર્ડ

Published

on

ધો.10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે CBSE દ્વારા માર્ગદર્શિકા જાહેર કરાઇ

સેન્ટ્રલ બોર્ડ ઓફ્ સેક્ધડરી એજ્યુકેશન (સીબીએસઇ)ની ધોરણ-10 અને 12ની તા.1લી જાન્યુઆરીથી શરૂૂ થનારી પ્રેક્ટિકલ પરીક્ષાને લઈ માર્ગદર્શીકા જાહેર થઈ છે. બોર્ડે જાહેર કરેલી માર્ગદર્શીકા મુજબ પરીક્ષા શરૂૂ થાય તે સાથે જ એસેસમેન્ટ બાદ વિદ્યાર્થીઓના માર્ક્સ લિંકમાં અપલોડ કરવા માટે પણ જણાવાયું છે.


માર્કસ અપલોડ કરતી વખતે શાળાના આચાર્યએ ખાતરી કરવાની રહેશે કે વિદ્યાર્થીઓના સાચા ગુણ જ અપલોડ કરવામાં આવે. કારણ કે, એકવાર માર્ક અપલોડ કરવામાં આવ્યા બાદ તેમાં પાછળથી કોઈ પણ પ્રકારના સુધારાની મંજુરી આપવામાં આવશે નહીં. સીબીએસઇની ધોરણ-10 અને 12ની પ્રેક્ટિકલ પરીક્ષા 1 જાન્યુઆરી, 2025થી શરૂૂ કરવામાં આવનાર છે. આ પરીક્ષા 14 ફેબ્રુઆરી સુધીમાં પુર્ણ કરવા માટે સ્કૂલોને સુચના આપવામાં આવી છે.

સીબીએસઇ બોર્ડ દ્વારા લેવામાં આવનારી ધોરણ-12ની પ્રાયોગિક પરીક્ષાઓ બાહ્ય પરીક્ષકો દ્વારા લેવામાં આવશે. શાળાઓએ એ પણ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, બોર્ડ દ્વારા નિયુક્ત કરવામાં આવેલા પરીક્ષક દ્વારા જ વિદ્યાર્થીઓની પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં આવે. વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓનું સમયપત્રક જોઈને ડેટશીટ તૈયાર કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓએ સમયપત્રક મુજબ પ્રેક્ટિકલ પરીક્ષા આપવાની રહેશે.


વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે બીજી તક આપવામાં આવશે નહીં તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. ધોરણ-10ની પ્રેક્ટિકલ પરીક્ષા અને પ્રોજેક્ટ સ્કૂલ દ્વારા જ કરાવવાના રહેશે. ધોરણ-10ની પ્રેક્ટિકલ પરીક્ષા માટે બહારથી કોઈ પરીક્ષક આવશે નહીં. શાળાઓએ જાતે જ પ્રેક્ટિકલની આન્સર શીટની વ્યવસ્થા કરવાની રહેશે. ધોરણ-12ના મહત્વના વિષયોની પ્રેક્ટિકલ માટે બહારથી પરીક્ષા આવશે. જ્યારે શાળાના શિક્ષકો તેમની મદદ કરશે. બોર્ડ દ્વારા પરીક્ષા પર નજર રાખવા બહારથી સુપરવાઈઝર પણ મોકલવામાં આવી શકે છે.

ક્રાઇમ

પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત

Published

on

By

રિસામણે બેઠેલી પત્ની પુત્રીને મળવા નહીં દઇ માવતર સાથે મળી ધમકી આપતા પગલું ભર્યાની સ્યૂસાઇડ નોટ મળી: મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ

મુળ ઉપલેટાના ઢાંક ગામના વતની અને હાલ રાજકોટમા કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ આવેલી પરિવાર હા. સોસાયટીમા રહેતા યુવાને વડવાજડી ગામે માવતરે રીસામણે બેઠેલી પત્ની, સસરા અને બે સાળાના ત્રાસ અને ધમકીથી કંટાળી ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. રીસામણે બેઠેલી પત્ની પોતાના માવતર સાથે મળી પુત્રીને મળવા નહી દઇ જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાની મૃતક યુવાન પાસેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. યુવકના મોતથી પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે.


આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમા કાલાવડ રોડ પર આવેલા ઇસ્કોન મંદિર પાછળ પરિવાર હા. સોસાયટીમા રહેતા મહેશ રામજીભાઇ વિંજુડા નામનો ર9 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે પંખામા દોરડુ બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ ઘટના અંગે 108 ની ટીમને જાણ કરતા 108 ની ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જયા 108 ના ઇએમટીએ જોઇ તપાસી મહેશ વિંજુડાને નિષ્પ્રાણ જાહેર કરતા પરિવારમા અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો હતો. આ ઘટના અંગે જાણ થતા યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે જરૂરી કાર્યવાહી કરી યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયો હતો.


આ અંગે મૃતક મહેશ વિંજુડાના નાના ભાઇ પિયુષ ઉર્ફે પોલો વિંજુડાની પ્રાથમીક પુછપરછમા મૃતક મહેશ વિંજુડા બે ભાઇ અને એક બહેનમા મોટો હતો અને તેને સંતાનમા 1 ત્રણ વર્ષની પુત્રી છે. પત્ની હેતલબેન સાથે અણબનાવ બનતા રાજકોટ નજીક આવેલા વડવાજડી ગામે હેતલબેન માવતરે પુત્રી સાથે રીસામણે ચાલી ગઇ હતી. હેતલબેને પતિ મહેશ વિંજુડા વિરૂધ્ધ ખાધા ખોરાકીની કોર્ટમા ફરીયાદ દાખલ કરી છે અને મહેશ વિંજુડા ખાધા ખોરાકી પણ ચુકવતો હતો. મહેશ વિંજુડા રીસામણે બેઠેલી પત્ની પાસે રહેલી પુત્રી માન્વીતાને મળવા ગયો હતો ત્યારે પત્ની હેતલબેન વિંજુડા, સસરા કરશનભાઇ બાટા, સાળા કમલેશ બાટા અને વિમલ બાટાએ ઝઘડો કરી માર માર્યો હતો અને ફરી વખત મહેશ વિંજુડા પુત્રીને મળવા ગયો હતો ત્યારે પત્ની, સસરા અને બંને સાળાએ ઝઘડો કરી તને જીવવા નહીં દઇએ તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જેના કારણે આપઘાત કર્યો હોવાની યુનિવર્સીટી પોલીસ મથકમા ફરીયાદ નોંધાવી છે. મૃતક યુવાન પાસેથી મળે આવેલી બે પાનાની સ્યુસાઇડ નોટમા પણ મૃતક મહેશ વિંજુડાએ પત્ની હેતલબેન, સસરા કરશનભાઇ, સાળા કમલેશ અને વિમાલ તેની પુત્રીને મળવા દેતા નથી અને જાનથી મારી નાખવાની ધમકી આપી મરવા મજબુર કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે મૃતકના ભાઇએ નોંધાવેલી ફરીયાદ અને સ્યુસાઇડ નોટના આધારે તપાસનો દોર લંબાવ્યો છે.

Continue Reading

ગુજરાત

અમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

Published

on

By


ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ કેસમાં બે ડ્રગ સ્મગલરની ધરપકડ કરી હતી અને 15 કરોડની કિંમતનો હાઈડ્રોપોનિક કેનાબીસ નામના ડ્રગ્સનો જથ્થો જપ્ત કયોર્ર્ હતો.


પ્રથમ કિસ્સામાં, ડીઆર આઈએ જણાવ્યું હતું કે એક ફરમિંહલર આધારે, અધિકારીઓએ બેંગકોકથી અમદાવાદના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એક ભારતીય નાગરિકને અટકાવ્યો હતો. પેસેન્જરના ચેક-ઇન સામાનની તલાશી લેવા પર, નાસ્તાના અનાજના 10 પેકેટ ધરાવતી ચાર કાપડની થેલીઓ મળી આવી હતી.
ડીઆરઆઈના નિવેદન મુજબ આ પેકેટોની અંદરથી એક લીલોતરી, ગઠ્ઠોવાળો પદાર્થ મળી આવ્યો હતો. અધિકારીઓએ બાદમાં સામગ્રીનું પરીક્ષણ કર્યું હતું, જેના પછી પુષ્ટિ થઈ હતી કે પદાર્થ કેનાબીસ હતો, જેને સામાન્ય રીતે મારિજુઆના તરીકે ઓળખવામાં આવે છે, આ ડ્રગ્સનું વજન 9.2 કિલો છે અને આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત રૂૂ. 9 કરોડથી વધુ છે


અન્ય એક કિસ્સામાં, ઉછઈં એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગ સાથેના સંયુક્ત ઓપરેશનમાં, થાઇલેન્ડના નાગરિકને અટકાવ્યો હતો અને તેના સામાનમાંથી રૂૂ. 6 કરોડની કિંમતનું 6 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારબાદ આ વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓની એનડીપીએસ એક્ટની જોગવાઈ હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

Continue Reading

ગુજરાત

બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી

Published

on

By


અમદાવાદ ટ્રાફિક પોલીસે પ્રજાજનોમાં ટ્રાફિક નિયમોની જાગૃતિ આવે અને લોકો નિયમોનું પાલન કરે તે માટે શોર્ટ ફિલ્મ મેકિંગ સ્પર્ધાનું આયોજન કર્યું હતું. જેમાં કુલ 707 રજિસ્ટ્રેશન આવ્યા હતા અને 458 લોકોએ શોર્ટ ફિલ્મો બનાવી હતી. જેના સ્ક્રીનિંગ બાદ પાંચ એક્સપર્ટની કમિટી બનાવીને 53 ફિલ્મોમાંથી 15 શ્રેષ્ઠ ફિલ્મ પસંદ કરાઈ હતી.


જેમાં હેલ્મેટ વગર, રોંગસાઇડ, ત્રણ સવારીમાં ભયજનક વાહન ચલાવવું તથા ચાલુ વાહને સીટબેલ્ટ વગર વધુ સ્પીડે વાહન ચલાવવા જેવા વિષયો પર બનેલી ફિલ્મ પસંદ કરાઇ હતી. જે ફિલ્મ બનાવનારા વિજેતાઓને અમદાવાદ પોલીસે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં રોકડ ઇનામ આપ્યા છે. સાથે જ શ્રેષ્ઠ 50 કૃતિને પ્રશંસાપત્ર એનાયત કરાયા હતા.


આ કાર્યક્રમ અન્વયે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોલીસ કમિશનરને કડક હાથે કામ કરવા પણ સૂચના આપી હતી. સાથે જ બેજવાબદારીપૂર્વક વાહન ચલાવે તેની સામે ઝડપથી ચાર્જશીટ કરીને સજા અપાવી શકાય અને તેનાથી આ પ્રકારના બનાવો ઘટે તેવી કામગીરી કરવા સૂચના આપી હતી. સાથે જ ટ્રાફિક પોલીસને સંબોધતા કહ્યું કે રોંગસાઇડ, સિગ્નલ ભંગ કરનારના બે ત્રણ કિસ્સા એવા પકડવા જોઈએ જેને જેલહવાલે કરી શકાય. આ લોકોના હાથમાં સ્લેટ પકડાવતા અન્ય વાહનચાલકો સીધા દોર થઈ જાય તેવી કામગીરી કરવા સૂચના આપી હતી.

Continue Reading
Sports38 minutes ago

ભારતના સ્ટાર ક્રિકેટરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી, ગાબા ટેસ્ટ બાદ લીધો નિર્ણય

ક્રાઇમ49 minutes ago

પત્ની-સસરા-સાળાના ત્રાસથી યુવકનો ફાંસો ખાઇ આપઘાત

ગુજરાત53 minutes ago

અમદાવાદ એરપોર્ટ પર 15 કરોડનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાત53 minutes ago

બેજવાબદારીપૂર્વક વાહનો ચલાવતા લોકોને જેલ ભેગા કરો: હર્ષ સંઘવી

ગુજરાત55 minutes ago

સાયલા નજીક કાર ડિવાઇડર કૂદી સામેથી આવતા ટ્રક સાથે અથડાઇ, મહિલાનું મૃત્યુ

ગુજરાત57 minutes ago

જસદણ ડેપો મેનેજરના ત્રાસથી ડ્રાઇવરનો ઝાલોદ બસ સ્ટેશનમાં ગળેફાંસો ખાઇ આપઘાત

ગુજરાત59 minutes ago

80 હજાર કરોડનો ભારતમાલા પ્રોજેક્ટ ધ્રોલ પહોંચીને બાબુશાહીમાં અટવાયો

ગુજરાત1 hour ago

ચોટીલાથી ખાતર લઇ ખેરાણા જતા પ્રૌઢનું બાઇક અકસ્માતમાં મોત

ક્રાઇમ1 hour ago

હળવદમાં માતાજીના મઢમાંથી રૂા. 3000 અને રહેણાક મકાનમાંથી રૂા. 15 હજારની ચોરી

ક્રાઇમ1 hour ago

સુરેન્દ્રનગરના ગંગાજળ ગામે મકાનમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું, ખેડૂતની ધરપકડ

રાષ્ટ્રીય2 days ago

અંબાણી-અદાણી: 100 બિલિયન ડોલર કલબમાંથી બહાર ફેંકાયા

આંતરરાષ્ટ્રીય23 hours ago

આવતીકાલે USના વ્યાજદરની ચિંતાએ સેન્સેક્સમાં 1100થી વધુ અંકનો કડાકો

આંતરરાષ્ટ્રીય2 days ago

જયોર્જિયાના ભારતીય રેસ્ટોરાંમાંથી 12 લોકો મૃત હાલતમાં મળતા હડકંપ

રાષ્ટ્રીય24 hours ago

‘વન નેશન, વન ઇલેક્શન’ બિલ લોકસભામાં પાસ, તરફેણમાં 269 અને વિરોધમાં 198 મત પડ્યા

ગુજરાત2 days ago

યાર્ડની બહાર જણસી ભરેલા 900 વાહનની 9 કિ.મી. લાઈન

ગુજરાત2 days ago

રાજકોટમાં 13મી ઓપન ગુજરાત ફૂટબોલ ટૂર્ના.નું ભવ્ય આયોજન

ગુજરાત2 days ago

સિટી બસના ચાલકે સર્જ્યો વધુ એક અકસ્માત: સાઇકલચાલકને ઈજા

ગુજરાત2 days ago

શનિવારે રાજકોટમાં 13.18 કલાકની સૌથી લાંબી રાત્રી

ગુજરાત2 days ago

દસ્તાવેજ કૌભાંડની તપાસ SDMને સોંપતા કલેકટર

ગુજરાત2 days ago

આધુનિકતાની આડમાં વિસરાતા સંસ્કારો: ચાર પુત્રોએ માતાને તરછોડ્યા

Trending