વીજશોકના બનાવ અટકાવવા વીજ પુરવઠો બંધ, પીજીવીસીએલના ફોન રણકતા રહ્યા

ઉતરાયણના દિવસે ડિજેની ધમાલ સાથે લોકો પતંગ ઉડાવવાની મોજ માણતા હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા વિજશોકના બનાવો અટકાવવા માટે લાઈટ બંધ રાખતા પીજીવીસીએલના કોલ સેન્ટરમાં…

ઉતરાયણના દિવસે ડિજેની ધમાલ સાથે લોકો પતંગ ઉડાવવાની મોજ માણતા હોય છે. ત્યારે પીજીવીસીએલ દ્વારા વિજશોકના બનાવો અટકાવવા માટે લાઈટ બંધ રાખતા પીજીવીસીએલના કોલ સેન્ટરમાં અંદાજે 2500થી વધારે કોલ આવ્યા હતાં.

પીજીવીસીએલમાંથી મળતી માહિતી મુજબ વિજલાઈનમાં ખામી સર્જાય હોય તેવી સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 248 ફરીયાદ નોંધાઈ હતી. રાજકોટમાં કુલ 86 જેટલી ફરિયાદ થઈ હતી. અને પીજીવીસીએલના કસ્ટમર કેરમાં લાઈટની પૂછપરછ માટે 2500થી વધારે કોલ્સ આવ્યા હતાં. સવારથી સાંજ ટ્રીપ અને ફોલ્ટ થયેલા 111 ફિડર માટે ફરિયાદ કરવામાં આવી હતી.

રાજકોટ સિટિમાં એરિયા વાઈઝમાં એચ.ટી.-1માં મેંગો માર્કેટ, ગ્રિનલેન્ડ, બેડીપરા, સાત હનુમાન, જંગલેશ્ર્વર, નવદુર્ગા ફિડર, એચ.ટી.-2માં ધરમનગર, મેડિકલ, રેલનગર, પ્રભાત સોલવન્ટ, મીરા નગર ફીડર અને એચ.ટી.-3માં રવિરત્ન આલીશાન, ધર્મજીવન, સ્વાતિ પાર્ક, સર્વોદય, રણુજા અને સાઈબાબા ફિડરમાં વિજ ફોલ્ટ થયો હોવાની ફરિયાદો પીજીવીસીએલના કસ્મર કરમાં કરવામાં આવી હતી.

ઉતરાયણના દિવસે વિજ શોકના બનાવો અટકાવવા માટે રાજકોટ સિટીમાં કુલ 24 જેટલી ટીમો ફિલ્ડમાં ઉતારવામાં આવી હતી. જેમાં એક ટીમમાં 15 વ્યક્તિને ફરજ સોંપવામાં આવી હતી. જેથી રાજકોટ સીટીમાં 360થી વધારે કર્મચારીઓ આખો દિવસ ઓન ફિલ્ડમાં દોડતા રહ્યા હતા જ્યારે પીજીવીસીએલનીકચેરીમાં લાઈટ બાબતેના ફોન રણકતા રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *