લાભાર્થીઓ રાશન વગર રહે તેવી સ્થિતિ : DSOને લેપારીઓની રજૂઆત
રાજકોટ ફેરપ્રાઈઝ એસોસીએશન જિલ્લા પુરવઠા અધિકારીને એક પત્ર લખી ‘વનનેશન વન રેશન કાર્ડ’ યોજના હેઠળ કામગીરી માટે જરૂરી પોર્ટીબિલીટી પરમીટ ફાળવવામાં નહીં આવતાં લાભાર્થીઓ રાશન વગરના રહે તેવી ભીતિ વ્યકત કરી છે.
પત્રમાં જણાવેલ છે કે સરકાર દ્વારા રાષ્ટ્રના ગરીબ કાર્ડ ધારકોને દેશમાં ગમે તે સસ્તા અનાજની દુકાન ખાતેથી અનાજ મળી રહે એ માટે ‘વન નેશન વન રેશન’ કાર્ડની પધ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ લાખો ગરીબો કે જેઓ પોતાની રોજગારી માટે સ્થળાંતર કરતાં હોય છે. તેઓ પોતાની સ્થળાંતરીત જગ્યાએ આવેલી સસ્તા અનાજની દુકાન ખોથી અનાજ મેળવતાં હોય છે. પરંતુ ચાલુ માસ મેં 2025ના માસે રાજકોટ જિલ્લા સહિત રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં ONORC હેઠળ ફાળવવાની થતી પોર્ટીબીલીટી પરમીટની ફાળવણી કરવામાં આવેલ નથી.
રાજકોટ જિલ્લામાં હજારો શ્રમિકો જુદા જુદા પ્રદેશો અને જિલ્લાઓમાંથી રોજગારી મેળવવા આવતાં હોય છે. આ લોકો રોજકોટ જિલ્લાની જુદી જુદી સસ્તા અનાજની દુકાનો ખાતેથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ પોતાને મળતું 5 કિલો રાશન મેળવી શકશે નહીં એવી પરીસ્થિતિનું સર્જન થયેલ હોય આ સમસ્યાનું નિરાકરણ થાય તથા આ ગરીબ કાર્ડ ધારકોને પોતાનું અનાજ મળી રહે એ માટે યોગ્ય કરવા માંગણી કરી છે.
