જામનગરમાં મટનના નામે ડુક્કરના માસનું વેચાણ, ચેકિંગમાં ભાંડો ફૂટ્યો

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન 38 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી અને 171 કિલો અનહાઇજેનીક ખાદ્ય જથ્થા નો તેમજ 76 પેકેટ એક્સપાયરી…

જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ગત સપ્તાહ દરમિયાન 38 પેઢીમાં તપાસ કરવામાં આવી હતી અને 171 કિલો અનહાઇજેનીક ખાદ્ય જથ્થા નો તેમજ 76 પેકેટ એક્સપાયરી ડેટ વાળા વાળા મળી આવતા તેમ જ 53 કિલો પ્રિન્ટેડ પસ્તી નો નાશ કરાયો હતો. ભૂંડના માસનું વેચાણ કરવા અંગે એક શખ્સ સામે ફરિયાદ કરવામાં આવી હતી. ઉપરાંત મરચા અને ધાણાજીરું પાવડર અને નમૂના લેવાયા હતા. એક રેસ્ટોરન્ટ માંથી 15 કિલો તૈયાર અખાદ્ય સબ્જી મળી આવતા તેનો નાશ કરાયો હતો .ફેરિયા તેમજ આઈસ ફેક્ટરી વગેરે પાસે થી 9 નમૂના લેવાયા હતા.

જામનગર મહાનગરપાલિકા ફૂડ સેફ્ટી ઓફિસર ની ટીમ દ્વારા ગોકુલનગર, જકાતનાકા, હરિયા કોલેજ રોડ, ફેસ-2, કામદાર કોલોની, દિ.પ્લોટ 24, તેમજ ડીફેન્સ કોલોની, ગ્રેઇન માર્કેટ, માધાપર ભૂંગા, જોડિયા ભૂંગા, ઢીંચડા રોડ તથા દિજામ સર્કલ થી સમર્પણ સર્કલ સુધી જેવા અલગ અલગ વિસ્તારના આવેલ હોટેલ/રેસ્ટોરન્ટ, ફરસાણ, નોનવેજ શોપ તથા રેકડી (ફેરિયા) અને આઈસ ફેક્ટરીની વગેરે 38 પેઢીની તપાસ કરી તેમજ 171 કિલોવાસી જથ્થો અનહાઇજેનિક કંડીશનમાં જણાતા સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ 76 પેકેટ એક્સપાયરી ડેટ વાળા પેકેટ , 53 કિલો પ્રિન્ટેડ પસ્તી નો નાશ કરવામાં આવ્યો હતો.

દરમિયાન ગુલાબનગર ખાતે શિવ -1 માં તે તેના નિવાસ સ્થાને ગેરકાયદેસર રીતે ડુક્કરનું મારણ કરી અને મટનની વેચાણ કરતા અને કોઈ પણ પ્રકારનું લાયસન્સ ન ધરાવતા મટનનો નમુનો લેવાની કાર્યવાહી તેમજ શીડ્યુલ-4 મુજબ અને કલમ નો ભંગ જણાતા એજ્યુડીકેટીંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. ઓનલાઈન ફરિયાદ અન્વયે હિમતનગર વિસ્તારમાં આવેલ એક પેઢીમાં ની ટીમ દ્વારા રૂૂબરૂૂ તપાસ કરતા રસોડાની હાઇજેનિક કંડીશન મેઈનટેન રાખવી, રસોડામાં વ્હાઈટવોશ કરાવવું તથા કલરનો ઉપયોગ ન કરવો તેમજ તૈયાર સબ્જી અનહાઇજેનિકમાં જણાતા 15 કિલો નાશ કરવામાં આવેલ છે.
ફરિયાદ અન્વયે એક પેઢીમાં ફૂડ શાખાની ટીમ દ્વારા રૂૂબરૂૂ ઇન્સ્પેકશન કરાયું તથા મરચું પાવડર અને ધાણાજીરું પાવડર નું સેમ્પલ લઇ ફૂડ ડ્રગ લેબોરેટરી વડોદરા ખાતે પૃથ્થકરણ અર્થે મોકલવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.

શહેરમાં રોગચાળા ને લગત બેડી બંદર રોડ, માધાપર ભૂંગા, બેડેશ્વર, જોડિયા ભૂંગા રોડ વિસ્તારમાં ફેરિયાઓ/આઈસ ફેકટરી વગેરે માંથી કુલ 9 નમુનાઓ લેવાની કાર્યવાહી કરવામાં આવી. જેમાં 2 પાણીના નમુના લઇ ઢીચડા લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલવામાં આવેલ છે. તેમજ 7 નમુના વડોદરા લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *