ગુણવત્તામાં થયેલી ભ્રષ્ટાચારની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગ
રાજકોટ મહાનગરપાલિકામાં શાસકોએ ચૂંટણી પહેલા જ્યાં માનવી ત્યાં સુવિધા અને છેવાડાના માનવીનો વિકાસના સપનાઓ બતાવી શાસનની ધુરા સંભાળી હતી. શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મુખ્યમંત્રીને પ્રધાનમંત્રી આવાસ યોજનાઓ બનાવવામાં આવે છે જે આવાસ યોજનામાં ભ્રષ્ટાચારની બદબૂ આવે છે અથવા તો એ આવાસ યોજના બનાવ્યા પછી ખંડેર થઈ જાય છે ત્યાં સુધી તંત્ર દ્વારા સોંપવામાં આવતા નથી.
આ પ્રકારની એક આવાસ યોજના કે જે રાજકોટ શહેરના પરશુરામ મંદિર પાસે સ્માર્ટ સિટી રૈયા રોડ ખાતે આવેલ લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં રહેતા 1144 ફલેટ ધારકો દ્વારા આવાસ યોજનામાં થયેલા ભ્રષ્ટાચાર અને બાંધકામમાં નબળી ગુણવત્તા ઠેર ઠેર લીકેજ પ્લાસ્ટર ખરી પડવાની ઘટના અને રૈયા ગામ થી ટાઉનશીપ સુધીનો રસ્તો અંધકારમય સહિતના પ્રાથમિક જરૂૂરિયાતના અનેક પ્રશ્નો અધ્ધરતાલ રહ્યા છે. આવાસ ધારકોએ આ બાબતે અવારનવાર ફરિયાદો પણ કરી છે જે તંત્રના રેકોર્ડ પર છે.
રાજકોટના રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં આશરે 118 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા લાઈટ હાઉસ પ્રોજેક્ટમાં વડાપ્રધાન નું નામ ખરડાયું છે. આ ડ્રીમ પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટ દેશમાં છ સ્થળોમાં ગુજરાતમાં રાજકોટની પસંદગી થઈ છે. પરંતુ શાસકોની અણ આવડત અને આ પ્રોજેક્ટમાં થયેલ બેફામ ભ્રષ્ટાચારને પગલે આ યોજનાનું બાળ મરણ થયું હોય તેવું જણાય છે.
યોજના ભ્રષ્ટાચાર થી ખરડાઈ છે પાણી પડે છે ઈલેક્ટ્રીક બોર્ડ હોય તો સ્વીચો નથી કોમ્યુનિટી હોલના સોંપવાના ઠેકાણા નથી બારીઓમાં છજા આપેલ ન હોવાને પગલે ફ્લેટમાં પાણી ઘૂસી જાય છે નબળું બાંધકામ ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. જે સેમ્પલો દેખાડવામાં આવ્યા હતા તે પ્રકારની કોઈ પણ વ્યવસ્થા છે નહીં એટલે કે શાસકોના દેખાડવાના અને ચાવવાના જુદા છે એ સાબિત થાય છે સમગ્ર પ્રોજેક્ટની તટસ્થ તપાસ કરી કોન્ટ્રાક્ટર કે જવાબદાર અધિકારીઓ સામે દોષિત થયે આકરા અને દાખલા રૂૂપ સજા કરવા કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકમાં રજૂઆત કરાઇ છે.