મહાનગરપાલિકાને બદનામ કરતો વીડિયો વાયરલ કરવાની ફરિયાદ બાદ રાજકીય ચર્ચા ગરમાઈ

જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર દ્વારા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વીડિયો…

જામનગર શહેરમાં જામનગર મહાનગરપાલિકાના ઇન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર દ્વારા ગઈકાલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેમાં મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ સંસ્થાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે તેવો વીડિયો સોશિયલ મીડિયા પર જાહેર કરાયો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદ મુજબ, મહાકાલ સેના સાથે સંકળાયેલા જયદીપસિંહ ઝાલા દ્વારા આ વીડિયોમાં મહાનગરપાલિકાના અધિકારીઓ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ કરી, આધાર વગરના આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે. આ વીડિયોથી પ્રજામાં ગેરસમજ, અફવા અને અસંતોષ ફેલાવવાનો પ્રયાસ થયો હોવાની નોંધ કરવામાં આવી છે.

આ મામલે પોલીસ દ્વારા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ, નોંધનીય બાબત એ છે કે જયદીપસિંહ ઝાલાને તાજેતરમાં આમ આદમી પાર્ટી દ્વારા જામનગર મહાનગરપાલિકાની આવનારી ચૂંટણી માટે વોર્ડ નંબર- 2 માંથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ સમગ્ર ઘટનાને પગલે રાજકીય વર્તુળોમાં ચર્ચા તેજ બની છે, અને આગામી સમયમાં આ મામલો વધુ ગરમાઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *