પોલીસ ભરતીની શારીરિક કસોટીનો પ્રારંભ, ઉમેદવારોમાં થનગનાટ

રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ અને મોરબી જિલ્લાના મહિલા ઉમેદવારો ઉમટયા દોડ દરમિયાન એક મહિલાનો પગ મચકોડાતા હોસ્પિટલ ખસેડાઈ, ઉમેદવારોના ચહેરા પર કયાંક…

રાજકોટ મવડી પોલીસ હેડ કવાર્ટર ખાતે જૂનાગઢ અને મોરબી જિલ્લાના મહિલા ઉમેદવારો ઉમટયા

દોડ દરમિયાન એક મહિલાનો પગ મચકોડાતા હોસ્પિટલ ખસેડાઈ, ઉમેદવારોના ચહેરા પર કયાંક ખુશી તો કયાંક દુ:ખ જોવા મળ્યું

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પોલીસ સબ ઈન્સ્પેક્ટર કેડરની 858 અને લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ સહિત કુલ 13,591 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂૂ કરવામાં આવી છે.આ ભરતીમાં રાજ્યભરમાંથી 10 લાખથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. જેમાં આજે 21 જાન્યુઆરીથી રાજ્યના 15 ગ્રાઉન્ડ પર ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવી રહી છે.

આ ભરતી અંતર્ગત ઉમેદવારોને રાજ્યના 15 નિર્ધારિત શહેરો, જિલ્લાઓ,એસઆપી જૂથો અને તાલીમ કેન્દ્રોમાં શારીરિક ક્ષમતા કસોટી અને શારીરિક માપ કસોટી માટે આજથી શરૂૂ થઈ છે.પુરુષ ઉમેદવારોની શારીરિક કસોટી 11 ગ્રાઉન્ડ ખાતે 13 માર્ચ 2026 સુધી યોજાશે,જ્યારે મહિલા અને માજી સૈનિક ઉમેદવારો માટે 4 ગ્રાઉન્ડ ખાતે આજે 21 જાન્યુઆરીથી 6 માર્ચ 2026 સુધી કસોટી યોજાશે.

રાજકોટમાં વહેલી સવારથી જૂનાગઢ અને મોરબી જિલ્લામાંથી ઉમેદવારો શારીરિક કસોટી આપવા આવી પહોંચ્યા છે.શહેરના મવડી પોલીસ હેડ ક્વાર્ટર ગ્રાઉન્ડ મહિલાઓ માટે ફાળવવામાં આવ્યું છે, જેથી વહેલી સવારથી ઉમેદવારો શારીરિક કસોટી આપવા મેદાને પહોંચી ગયા હતા.રાજકોટમાં એક મહિલા ઉમેદવારને દોડ દરમિયાન પગ મચકોડાઈ જતાં 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

રાજકોટમાં પોલીસ ભરતીની શારીરિક કસોટી આપવા આવેલા ભાવિશાબેને જણાવ્યું હતું કે, આજે શારીરિક કસોટીમાં માત્ર 4 સેક્ધડ માટે ગ્રાઉન્ડ પૂર્ણ ન કરી શકતા અફસોસ છે. આજે બીજી વખત મેં આ પરીક્ષા આપી છે. પ્રથમ વખત ગ્રાઉન્ડ પાસ કર્યું હતું, પરંતુ એ સમયે લેખિત પરીક્ષા આપી શકી ન હતી. આજે પાસ નથી થઇ શકી, પરંતુ હું ફરી મેહનત કરી ફરીથી ભરતી આવે ત્યારે પરિક્ષા આપીશ.હું દોડ માટે સવાર અને સાંજ બન્ને ટાઈમ મહેનત કરતી હતી.આજે પહેલા તબક્કામાં શારીરિક કસોટીની પરીક્ષા પૂર્ણ થયા બાદ બહાર આવતા મહિલા ઉમેદવારોના ચહેરા પર ક્યાંક ખુશી તો ક્યાંક આંસુ જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *