રાજકોટ શહેરમાં પ્રોહિબિશનની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે પોલીસ તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગ અને ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. આ દરમિયાન એલ.સી.બી. ઝોન-2, ડી.સી.બી. (ક્રાઈમ બ્રાન્ચ) અને પી.સી.બી.ની ટીમોએ અલગ-અલગ વિસ્તારોમાં બાતમીના આધારે દરોડા પાડી વિદેશી અને દેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.પ્રથમ દરોડામાં ક્રાઈમ બ્રાન્ચની ટીમે કિયા કેરેન્સ કારમાંથી વિદેશી દારૂૂ ઝડપી લીધો હતો.ક્રાઈમ બ્રાન્ચે યાજ્ઞિક રોડ પર આવેલા જાગનાથ પ્લોટ શેરી નં. 40 પાસેથી કિયા કેરેન્સ કારમાં વિદેશી દારૂૂની હેરાફેરી કરતા ધાર્મિક બાલકદાસ દેસાણી નામના શખ્સને ઝડપી લીધો હતો.
તેની પાસેથી અલગ અલગ બ્રાન્ડની કુલ 120 બોટલો કિંમત રૂૂ. 2,93,400 તેમજ એક આઈફોન અને કાર મળી કુલ રૂૂ. 13,13,400નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પકડાયેલા આરોપી અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. બીજા દરોડામાં પી.સી.બી. દ્વારા અર્ટિગા કારમાંથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. પી.સી.બી. ટીમે ગોંડલ રોડ પર સત્યવિજય આઈસ્ક્રીમ પાસે એક્સિસ બેંક સામે રોડ પરથી અર્ટિગા કારમાંથી ઇંગ્લિશ દારૂૂની કુલ 816 બોટલો કિંમત રૂૂ. 2,53,776 તથા કાર મળી કુલ રૂૂ. 6,53,776નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ કેસમાં હિરેન ઉર્ફે રાજ વિનોદભાઈ રાજપરાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે સંજય જીંજરીયાનું નામ ખુલ્યું ને હોય તેને વોન્ટેડ જાહેર કરાયો છે.
ત્રીજા દરોડામાં એલ.સી.બી. ઝોન-2 દ્વારા જેટા કારમાંથી વિદેશી દારૂૂ ઝડપી લેવાયો, એલ.સી.બી. ઝોન-2 ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે, ગોંડલ રોડ થઈને એક ફોક્સવેગન જેટા કારમાં વિદેશી દારૂૂનો જથ્થો આવી રહ્યો છે. પોલીસે મવડી ઓવરબ્રિજ પાસે વોચ ગોઠવી કારને અટકાવી તલાશી લેતા ગાડીમાંથી 180 એમ.એલ.ની 180 બોટલો કિંમત રૂૂ. 43,200 મળી આવી હતી. પોલીસે કાર અને દારૂૂ સહિત કુલ રૂૂ. 3,43,200નો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઇવર જીતેશ મનસુખભાઇ સોલંકીની ધરપકડ કરી છે, જ્યારે સાગરિત અશોક (રહે. રાજસ્થાન)ને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઉપરાંત પી.સી.બી. દ્વારા શહેરમાં દેશી દારૂૂના 9 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સુચનાથી પીસીબીના પી.આઈ એમ.આર. ગોંડલીયા, ક્રાઈમ બ્રાંચના પી.આઈ એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવ તેમજ એલસીબી ઝોન-2ના પીએસઆઈ એસ.વી.ચુડાસમા અને તેમની ટીમે કામગીરી કરી હતી.
