તાલાલાના યુટયુબર રોયલ રાજાના ઘરમાં પોલીસનો દરોડો, 249 બોટલ દારુ મળ્યો

તાલાલાના ગુંદાળા ગામે રહેતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુન્સર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના ઘરેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા રોયલ રાજા…

તાલાલાના ગુંદાળા ગામે રહેતા સોશિયલ મીડિયા ઇન્ફલ્યુન્સર દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજાના ઘરેથી વિદેશી દારૂૂનો મોટો જથ્થો ઝડપાયો છે. ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડતા રોયલ રાજા ફરાર થઈ ગયો હતો.
રેન્જ આઈ.જી. રાજેન્દ્રસિંહ ચુડાસમા અને જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજાની સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે રોયલ રાજાના ઘર પાસે વોચ ગોઠવી હતી. વહેલી સવારે શંકાસ્પદ હલચલ જણાતા દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસને જોઈને દિનેશ સોલંકી ઉર્ફે રોયલ રાજા ઓરડીના પાછળના દરવાજેથી અંધારાનો લાભ લઈ ભાગી છૂટ્યો હતો.પોલીસે તેના કબજાવાળા મકાનમાંથી પરપ્રાંતીય દારૂૂની કુલ 249 બોટલો જપ્ત કરી હતી, જેની કિંમત રૂૂ. 1,02,650 આંકવામાં આવી છે.

આ ઉપરાંત, દારૂૂની હેરફેરમાં ઉપયોગમાં લેવાયેલી એક વાદળી રંગની યો ડ્રીફ્ટ ડીએક્સ ઇલેક્ટ્રિક બાઇક (કિંમત રૂૂ. 50,000) અને એક એપલ કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ ફોન (કિંમત રૂૂ. 50,000) પણ જપ્ત કરવામાં આવ્યો હતો. કુલ રૂૂ. 2,02,650નો મુદ્દામાલ કબજે લેવાયો છે.

ક્રાઈમ બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલ કૃષ્ણકુમારસિંહ સોલંકીએ તાલાલા પોલીસ સ્ટેશનમાં દિનેશ ઉર્ફે રોયલ રાજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે પ્રોહીબિશન એક્ટની કલમ 65(ઇ) અને 98(2) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીને ઝડપી પાડવા માટે શોધખોળ શરૂૂ કરી છે.

ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ એસબી રાજપુત, પીએસઆઇ જેબલિયા, પીએસઆઇ એસી સિંધવ, એએસઆઈ સોનીસિંહ સિસોદિયા, પોહેડ કો કૃષ્ણકુમારસિંહ સોલંકી, પો કો મહેશ સોસા સહિતની ટીમે યુ ટ્યુબર ના ઘરે બાતમીના આધારે રેડ કરી હતી.સતત વિવાદોમાં રહેલો રોયલ રાજા સામે હવે દારૂૂના ધંધા સાથે સંકળાયેલા હોવાનો વધુ એક ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે તે ફરી ચર્ચામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *