જેલમાં પોલીસના ધાડેધાડા ઉતર્યા, કુખ્યાત આરોપીઓ પર નજર

  જામનગર જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રનું એક…

 

જામનગર જિલ્લા જેલમાં ગુજસીટોક, ખંડણી, વ્યાજખોરી અને હત્યા જેવા ગંભીર ગુનાઓના આરોપીઓ જેલવાસ ભોગવી રહ્યા છે. તાજેતરમાં એવી માહિતી મળી હતી કે, સૌરાષ્ટ્રનું એક મોટું માથું ગણાતી વ્યક્તિ આ કુખ્યાત કેદીઓને મળવા જેલમાં આવ્યું હતું. આ બાતમીના આધારે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ અને સિટી ઉઢજઙ જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં 50થી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોની ટીમે જેલમાં અચાનક સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પોલીસની આ ટીમે જેલની તમામ બેરેકોનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. જેલમાં મુલાકાતે આવનાર વ્યક્તિઓના ઈઈઝટ ફૂટેજની પણ કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી હતી. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ જેલમાં રહેલા કુખ્યાત ગુનેગારોને કોઈપણ પ્રકારની ગેરકાયદેસર સવલતો કે સુવિધાઓ ન મળે તે સુનિશ્ચિત કરવાનો હતો. પોલીસે જેલની સુરક્ષા વ્યવસ્થા અને નિયમોનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરી હતી.આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ મળી આવી ન હતી. જોકે, આ કાર્યવાહીથી જેલ સંચાલનમાં સુધારો થશે અને જેલમાં રહેલા કેદીઓ પર વધુ સુરક્ષા રાખવામાં આવશે તેવી આશા રાખવામાં આવે છે. આ સાથે જ, જેલમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય તો તેને રોકવા માટે પોલીસ સતત સજ્જ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *