ભાવનગરમાં પોલીસ દેશી દારૂના હાટડા પર ત્રાટકી

ભાવનગર શહેરમાં હાલ એક નશો કરતો યુવાન દેશી દારૂૂ પીતો નજરે પડે છે અને દેશી દારૂૂ ક્યાં ક્યાં વેચાય છે તે પણ જણાવી રહ્યો છે…

ભાવનગર શહેરમાં હાલ એક નશો કરતો યુવાન દેશી દારૂૂ પીતો નજરે પડે છે અને દેશી દારૂૂ ક્યાં ક્યાં વેચાય છે તે પણ જણાવી રહ્યો છે અને દારૂૂ પીવાથી પોતાના પર કેવી અસર થઈ તે પણ વર્ણવતો વીડિયો સાશિયલ મીડિયાના વાયરલ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે. જે બાદ વરતેજ પોલીસ હરકતમાં આવી કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો પ્રમાણે ભાવનગર શહેરના ઈન્દિરાનગરના યુવાનનો હાલ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ વીડિયોમાં યુવાન દેશી દારૂૂનું સેવન કરી રહ્યો છે અને આ દેશી દારૂૂ ક્યાં કયા વેચાય છે તે નામ જોગ દર્શાવી રહ્યો છે. તેની સાથે-સાથે દેશી દારૂૂ પીવાથી તેની પર કેવી અસર થઈ તે પણ જણાવી રહ્યો છે. આ વીડિયો વાયરલ થતા સામાજિક કાર્યકર માવજીભાઈ સરવૈયાએ પણ વીડિયો વાયરલ કરી દેશી દારૂૂના હાથડા બંધ કરાવવાની માંગ એસપી સમક્ષ કરી છે.

આ બનાવ સંદર્ભે વરતેજ પોલીસે તપાસ હાથ ધરી ઈન્દીરાનગર વિસ્તારમાંથી રૂૂ.15 હજારની કિંમતનો 75 લીટર દેશી દારૂૂ કબ્જે લઈ મનીષાબેન રામુભાઈ ચુડાસમા, શોભાબેન નાનુભાઈ મકવાણા, મોહિત નાનુભાઈ મકવાણા અને ભગવાન ઉર્ફે ભગો ધનજીભાઈ મકવાણા વિરૂૂદ્ધ અલગ-અલગ ત્રણ પોલીસ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં જ્યાં દેશી દારૂૂ વેચાય છે ત્યાં પોલીસે દરોડા પાડી દેશી દારૂૂ નો જથ્થો ઝડપી લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *