ભાવનગરમાં ચકચારી ચકચારી યસ ઉપાધ્યાય અને પ્રિયા મોરડીયાના પ્રેમલગ્ન બાદ હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રિયાએ પતિ સાથે રહેવા કોર્ટમાં જણાવતા પ્રેમની જીત થઈ છે. બોટાદના ગઢડા તાલુકાના રસનાળ ગામના યુવક યશ ઉપાધ્યાય અને ભાવનગરની પ્રિયા મોરડિયાના પ્રેમલગ્ન બાદ સર્જાયેલા વિવાદે હવે કાયદાકીય વળાંક લીધો છે. પત્નીનો કબજો મેળવવા માટે પતિ દ્વારા કરવામાં આવેલી ’સર્ચ વોરંટ’ની અરજી છતાં, નિર્ધારિત સમય સુધી પત્ની કે તેના પરિવારજનો કોર્ટમાં હાજર ન રહેતા મામલો ગરમાયો હતો. જ્યારે સાંજ યુવતી કોર્ટ સમક્ષ હાજર થઈ હતી. અને અંતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ પ્રેમનો વિજય થયો. કોર્ટે પ્રિયાને તેની મરજી મુજબ યશ સાથે રહેવા મંજૂરી આપી છે અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ કર્યો છે.
ભાવનગરના ચકચારી બનાવ અંગે ભાવનગરના યુવા એડવોકેટ દર્શનાબેન જોશીએ જણાવ્યું હતું કે પ્રિયાએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે મારે અને બીજો અંદરનો સ્ટાફ હતો કોઈ છોકરા પક્ષના નહોતા કે દીકરી પક્ષનાય કોઈ નહોતા, બંને તરફના કોઈ એડવોકેટને પણ અલાઉ નહોતા બધા બહાર રાહ જોઈને બેઠા હતા. પણ દીકરીએ એવું નિવેદન આપ્યું હશે કે, જેને કારણે ન્યાયાધીશએ આદેશ કર્યો કે દીકરીને દીકરા સાથે, પિયાને યશ સાથે રહેવું છે. એની લાઈફ એની સાથે જીવવી છે અને એને પોલીસ પ્રોટેક્શનની જરૂૂર છે. આથી અદાલતે એમને પોલીસ પ્રોટેક્શન સાથે બંનેને સાથે જ્યાં જવું હોય ત્યાં મૂકવાનો આદેશ કર્યો છે. વકીલ બળવંતભાઈ વાઘેલાએ જણાવ્યું હતું કે, મારા અસીલ યશ ઉપાધ્યાયએ તેની પત્ની પિયાબેનનો સસરા પાસેથી કબજો મેળવવા નામદાર ભાવનગર ચીફ અદાલતમાં અરજી કરેલી, એ અરજીના કામે બપોરના 2:00 વાગ્યા સુધી એક પણ વ્યક્તિઓ સામાવાળા તરફથી હાજર થયેલ નહીં.
બાદ સામેપક્ષે પિયાબેનના વકીલ હાજર થયેલા અને તેઓએ અરજી આપેલી, અરજીઓને ધ્યાને લઈ અદાલતે 29 ડિસેમ્બર 2025ના રોજ અદાલતમાં જે પિયાને પોલીસ પ્રોટેક્શન સાથે હાજર રહેવા માટે આદેશ કરેલ હતો.જ્યારબાદ સાંજે યુવતી કોર્ટમાં હાજર થઈ હતી અને ન્યાયાધીશએ આદેશ કર્યો કે દીકરીને દીકરા સાથે, પિયાને યશ સાથે રહેવું છે. એની લાઈફ એની સાથે જીવવી છે અને એને પોલીસ પ્રોટેક્શનની જરૂૂર છે. આથી અદાલતે એમને પોલીસ પ્રોટેક્શન સાથે બંનેને સાથે જ્યાં જવું હોય ત્યાં મૂકવાનો આદેશ કર્યો હતો.
