જામનગર શહેરમાં આગામી મહોરમના તહેવારને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ શરીર સંબંધી ગુનાઓને અટકાવવા માટે શહેર વિસ્તારમાં વિશેષ હથિયાર કેસ ડ્રાઇવ નું આયોજન કરવામાં આવ્યું હતું.
નાયબ પોલીસ મહાનિરીક્ષક, રાજકોટ વિભાગ ના નિર્લિપ્ત રાય તથા જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સેનીના માર્ગદર્શન હેઠળ યોજાયેલી આ વિશેષ કામગીરી દરમિયાન શહેરના અગાઉના ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોટસ્પોટ વિસ્તારો, સંવેદનશીલ વિસ્તારો, રેમ્બો છરીના વેચાણ સાથે સંકળાયેલા શખ્સો,
અગાઉ હથિયારના ગુનામાં પકડાયેલા ઇસમો તેમજ ગેરકાયદેસર રીતે છરી, તલવાર સહિતના તીક્ષ્ણ હથિયારો રાખતા શંકાસ્પદ વ્યક્તિઓ પર ખાસ નજર રાખી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
