જામનગરમાં નવા ફ્લાય ઓવર બ્રિજ ઉપરથી ઉતર્યા બાદ સુભાષ બ્રિજ પાસેના વિસ્તારમાં વારંવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતી હોય છે, અને ખાનગી લક્ઝરી બસ, ઇકો કારના ચાલકો, રિક્ષા ચાલકો વગેરે દ્વારા ગેરકાયદે રીતે પેસેન્જરની ચડાવ-ઉતાર કરવામાં આવતી હોવાથી આ સ્થળે ટ્રાફિક જામ સર્જાઈ જાય છે.
જે સમસ્યા નિવારવા માટે ગઈકાલે રાત્રે જામનગરના સીટી બી. ડિવિઝનના પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક દ્રાઈવ રાખવામાં આવી હતી. સીટી બી. ડિવિઝનના પી.એસ.આઇ. એમ.વી. મોઢવાડિયા ની રાહબરી હેઠળ મહિલા પોલીસ સહિતની પોલીસ ટુકડીએ ટ્રાફિક ડ્રાઈવ યોજીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું.
ઉપરાંત આજ સ્થળે મુસાફરો ને લેવા ઉતારવા માટે પીકઅપ પોઇન્ટ બનાવી દેવાય છે, અને ખૂબ ટ્રાફિક જામ સર્જાય છે, તે પરિસ્થિતિ નું નિરાકરણ લાવવાના ભાગરૂૂપે આ ટ્રાફિક રાખવામાં આવી હતી, અને ગઈકાલે રાત્રે કુલ 22 હજાર રૂૂપિયા નો હાજર દંડ વસૂલવામાં આવ્યો હતો. પોલીસ તંત્ર દ્વારા તમામ પેસેન્જર વાહન ના ચાલકોને અહીં સ્ટોપ નહીં આપવા કડક સુચના આપવામાં આવી છે.
