ગુજરાત મિરર, ભાવનગર તા.4-ભાવનગર પોલીસ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂૂમ વિભાગ દ્વારા વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ ક્વાટર્સમાં રાખવામાં આવેલ નેત્ર કેમેરા તથા અન્ય એસેસરીઝ મળી કુલ રૂૂ. 1.75 લાખ ની કિંમતના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર પોલીસ તંત્રના વાયરલેસ વિભાગમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવતા ધર્મદીપ મહાવીરભાઈ ગોહિલએ ફરિયાદ નોંધાવી છે કે વિદ્યાનગર પોલીસ લાઈનમાં આવેલ માઉન્ટેડ કોન્ડમ ક્વાર્ટર્સમાં 36 ફિક્સ કેમેરા નેત્ર વિભાગના, એક પીટીઝેડ કેમેરા સર્વર બે નંગ તથા અન્ય એસેસરીઝ અને હાર્ડ ડિસ્ક 10 સહિત કુલ રૂૂપિયા 1,75,000 ના મુદ્દામાલની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ અંગે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસના કેમેરા અન એસેસરીઝની ચોરી થતા લોકોમાં ચર્ચા જાગી હતી. (તસવીર: વિપુલ હિરાણી)
