ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા એક વર્ષ દરમિયાન અલગ-અલગ દરોડામાં પકડાયેલા લાખો રૂૂપિયાની કિંમતના ભારતીય બનાવટના વિદેશી દારૂૂના જથ્થાનો આજે વહીવટી તંત્ર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો હતો.
અંદાજે 18.80 લાખ રૂૂપિયાની કિંમતના દારૂૂના જથ્થા પર રોલર ફેરવી તેને નષ્ટ કરવામાં આવ્યો હતો.જુનાગઢ રેન્જ આઈ.જી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા પોલીસ સ્ટેશનોમાં જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલનો સમયાંતરે નિકાલ કરવાની સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અન્વયે કોડીનાર પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. વણારકા દ્વારા નામદાર એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કોર્ટના હુકમ બાદ પ્રોહીબીશન કમિટીની રચના કરી. કોડીનારની સુગર ફેક્ટરી ગ્રાઉન્ડ ખાતે તા.9/02/2025થી તા.8/01/2026 સુધીના સમયગાળા દરમિયાન પકડાયેલા કુલ 151 ગુનાઓના નાશપાત્ર મુદ્દામાલનો નિકાલ કરાયો હતો.
જેમાં કુલ 18,80,032ની કિંમતની નાની-મોટી ઈંગ્લીશ દારૂૂની બોટલો અને ટીન દારૂૂના નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ તકે પ્રોહીબીશન કમિટીના સભ્ય અને ઉના વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી, કોડીનાર મામલતદાર, જુનાગઢ નશાબંધી અધિકારી તેમજ કોડીનાર પી.આઈ. એમ.કે. વણારકા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કામગીરીમાં કોડીનાર સર્વેલન્સ સ્કોડના એ.એસ.આઈ. પ્રદિપસિંહ હરીસિંહ, પ્રફુલભાઇ જેસીંગભાઇ, હેડ કોન્સ. મુકેશભાઇ, અભિજીતસિંહ તથા પોલીસ સ્ટાફના કનુભાઇ, ભીખુશા, વજુભાઇ અને રાઇટર પ્રતાપભાઇ સહિતના જવાનોએ જેહમત ઉઠાવી હતી. સરકારી પંચોની રૂૂબરૂૂમાં દારૂૂની બોટલો પર રોલર ફેરવી સમગ્ર જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
