લોકશાહીના પર્વમાં પોલીસ મતદારો માટે બની સહાયક

  યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા…

 

યાત્રાધામ વીરપુરમાં હાલમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન પોલીસની કાયદો અને વ્યવસ્થા જાળવવાની કઠોર ફરજની સાથે સાથે એક અત્યંત સંવેદનશીલ અને સરાહનીય કામગીરી જોવા મળી હતી. વીરપુર પોલીસે ફરજની સાથે માનવતા મહેકાવી ’સેવા, સુરક્ષા અને શાંતિ’ના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કર્યું છે. મતદાનના દિવસે અનેક વૃદ્ધ અને અશક્ત મતદારો મતદાન મથક સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવી રહ્યા હતા. આ સમયે વીરપુર પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જી. રાઠોડના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ જવાનો અને જી.આર.ડી. (GRD) જવાનોએ ખભેખભા મિલાવી સેવાકીય કાર્ય કર્યું હતું.

પોલીસ જવાનોએ મતદાન મથક પર આવતા અશક્ત વૃદ્ધોને પોતાના હાથે ટેકો આપી, તો ક્યાંક તેડીને મતદાન કુટિર સુધી સુરક્ષિત રીતે પહોંચાડ્યા હતા. ચૂંટણીના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પોલીસનો આવો નમ્ર અને સહાયક વ્યવહાર જોઈને સ્થાનિક રહીશો અને મતદારોમાં પોલીસ પ્રત્યેનો આદર વધ્યો હતો. ચૂંટણી એ લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ છે, અને આ ઉત્સવમાં કોઈ પણ નાગરિક પોતાના મતાધિકારથી વંચિત ન રહી જાય તે હેતુથી વીરપુર પોલીસે વિશેષ તકેદારી રાખી હતી. પોલીસની આ ઉમદા કામગીરીને કારણે અનેક વયોવૃદ્ધ મતદારો ઉત્સાહપૂર્વક પોતાનો વોટ આપી શક્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *