જામનગરમાં દિવાળીના તહેવારોમાં પોલીસ એલર્ટ

  શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ નાઇટ, સઘન વાહન ચેકિંગ જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય,…

 

શહેર અને જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં પોલીસ તંત્ર દ્વારા કોમ્બિંગ નાઇટ, સઘન વાહન ચેકિંગ

જામનગર શહેર અને જિલ્લામાં આગામી દિવાળી ના તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય, તથા કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, તે અંગે જામનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિ મોહન સૈની ના માર્ગદર્શન હેઠળ જામનગર શહેર વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક જયવીરસિંહ ઝાલા તથા જામનગર ગ્રામ્ય વિભાગ ના નાયબ પોલીસ અધિક્ષક રાજેન્દ્ર દેવધા ની સુચના થી ગઈકાલે રાતે શહેર-જીલ્લા ના વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં કોમ્બિંગ નાઇટ યોજાઇ હતી.

જેમાં જામનગર શહેરના કાલાવડ નાકા બહાર પાંચહાટડી, મહાપ્રભુજી બેઠક, નૂરી ચોકડી, અને પવન ચક્કી સહિતના વિસ્તારમાં સિટી એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ના પી.આઇ. એન.એન.ચાવડા ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.એન.રાઠોડ સહિત સ્ટાફ દ્વારા ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ, વાહનોમાં બ્લેક કાચ, ગાડીઓના કાગળો, બાઇકમાં ત્રિપલ સવારી, ચાલુ વાહને મોબાઇલ પર વાત કરવી, ધુમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહન ચાલકો, અને ટ્રાફિક નિયમો ભંગ કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અને ટ્રાફિક નિયમનનો ઉલ્લંઘન કરનારાઓ સામે સ્થળ પર જ હાજર દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *