10 હજાર નમો એપ ડાઉનલોડ કરાવી, પાંચ લાખથી વધુ પ્રાથમિક સભ્યો બનાવ્યા
લોકસભાના ઉમેદવાર રૂપાલાનો જંગી બહુમતીથી વિજય, દરેક વોર્ડના કાર્યકરો સાથે સીધો સંવાદ મુકેશભાઇનું જમા પાસુ
સૌને સાથે લઇ 22 માસ સુધી શહેર ભાજપ પ્રમુખપદની જવાબદારી નિભાવી
રાજકોટ શહેરના પ્રમુખ તરીકેની તેમની 22 મહિનાની કામગીરીની આછેરી ઝલક વર્ણવતા મુકેશભાઇ દોશીએ જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીની પ્રદેશ નેતાગીરી દ્વારા મારા ઉપર વિશ્વાસ દાખવી 22 મહિના પહેલા 25મી મે 2023 ના રોજ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત કાર્યકર્તાઓ અને શુભેચ્છકોના લાગણીભીના સાથ સહકાર અને આર્શીવાદ સાથે વિવિવત રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકેની જવાબદારીનો ચાર્જ સંભાળેલ હતો.
ભારતીય જનતા પાર્ટીની વિચારધારા મુજબ સોંપવામાં આવતું પદ એ ફરજ અને જવાબદારી સ્વરૂૂપનું હોય છે અને પ્રદેશ સંગઠન દ્વારા મને સોંપવામાં આવેલ જવાબદારી અને કામગીરી નિષ્ઠાપૂર્વક અને પાર્ટીની વિચારધારાને વફાદાર રહીને નાનામાં નાના કાર્યકર્તાઓનું ધ્યાન રાખીને પદની ગરિમાને વધુ સન્માન બક્ષવાનો જ વિનમ્ર પ્રયાસ કર્યો છે. મારા પ્રમુખ પદના સફળ નેતૃત્વના 22 મહિનાનો કાર્યકાળ એ મારા સાથી મહામંત્રી અશ્વિનભાઇ મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલા સહિત શહેર ભાજપની સમગ્ર ટીમનો પણ ખુબ મોટો સિંહ ફાળો રહયો છે. આ તકે હું હ્રદયથી તેમનો આભારી છું. રાજકોટ શહેરના તમામ વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ સાથે સીધો સંપર્ક અને સંવાદ કરવા માટે વોર્ડના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠકો યોજી અંદાજીત 5000 થી વધુ કાર્યકર્તાને મળીને સંગઠનને વધુ મજબુત કરવા પ્રયાસ કરેલ છે. પ્રમુખ તરીકેના મારા કાર્યકાળમાં રાજકોટ શહેરના રાજકીય, સામાજીક, વ્યાપારીક, શૈક્ષણિક અને ઉદ્યોગ સહિતના તમામ શ્રેણીના આગેવાનો તેમજ દરેક સમાજ અને જ્ઞાતિના લોકોનો ઉમળકાભર્યો સાથ અને સહકાર તો હંમેશા મળ્યો જ છે. સાથો-સાથ સાધુ સંતો અને મહંતોના અંતરથી આર્શિવાદ મેળવી સમાજ જીવનનું અને ભારતીય જનતા પાર્ટીના અદના સેવક તરીકે સર્વ સ્વીકૃત વ્યક્તિત્વ બનાવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થવું એ મારા માટે આનંદ અને ગૌરવની વાત છે.
ભારતીય જનતા પાર્ટીના રાજકોટ મહાનગરના પ્રમુખ તરીકેના મારા કાર્યો અને સંસ્મરણોની વાત કરીએ તો રાજકોટ શહેરએ ભાજપની વિચારધારાને સમર્પિત કાર્યકર્તાઓના મજબુત સંગઠનનું છે એ વાત સાચા અર્થમાં ફળીભુત અને સચિતાર્થ કરી દીધી છે અને તેની પ્રદેશ કક્ષાએ વારંવાર નોંધ પણ લેવામાં આવી છે.
જેમાં માન.વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને નવ વર્ષ પૂર્ણ થતાં એક માસ સુધી જનસંપર્ક અભિયાન, સંપર્ક સે સમર્થન અને મહાસંપર્ક અભિયાન તેમજ માય નેકસ્ટ વોટ ફોર મોદી અભિયાન યોજેલ. નવયુવાન મતદારોને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડવા માટે દરેક વોર્ડમાં ઘર ઘર સંપર્ક અભિયાન હાથ ધરેલ હતું. રાજકોટ શહેરમાં સર્વ પ્રથમ અનુસુચિત જનજાતીના મોરચાની નિમણુંક કરવાનો શ્રેય મને મળ્યો હતો. રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે રમતગમત, સંગીત અને નાટય અને કલા, નેશનલ સર્વીસ સ્કીમ ના વિદ્યાર્થીઓ, પૂર્વ સૈનિકોના પરિવાર, શહિદ સૈનિકોના પરિવાર, રાજકોટ નાગરિક સહકારી બેંકના નિવૃત્ત કર્મચારીઓ તેમજ હોદ્દેદારોને આમંત્રિત કરી અને ભાજપની વિચારધારા સાથે જોડવાનો એક સંનિષ્ઠ પ્રયાસ કરેલ છે. રાજકોટ શહેર ભાજપ દ્વારા રાજકોટના રેસકોર્ષના વિશાળ ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી લિખીત માડી ગરબો કાર્યક્રમનું અદ્દભુત અને જાજરમાન આયોજન જેમાં એક લાખ પચ્ચીસ હજાર ખેલૈયાઓએ ઉત્સાહભેર ટ્રેડીશનલ વેશભુષામાં ભાગ લીધો હતો અને એક નવો કીર્તીમાન રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો હતો જેની લીમકા બુક ઓફ રેકોર્ડસમાં નોંધ લેવામાં આવી છે.
રાજકોટ શહેર ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાસાહેબ, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની તીરંગા યાત્રામાં વિશાળ જનમેદની તેમજ એક લાખથી વધુ તિરંગાનું વિતરણ કરવામાં આવેલ, લોકસભા-2024 ચુંટણીમાં તમામ એકઝીટ પોલ અને રાજકીય વિશ્ર્લેષકોના દાવાઓને ખોટા પાડી રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઇ રૂૂપાલાને 4.50 લાખથી વધુની જંગી બહુમતીથી વિજેતા બનાવવામાં પણ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઇ દોશીની સંગઠનશકિત અને સૌ કાર્યકર્તા તથા વિવિધ સમાજને સાથે રાખીને સંગઠનશકિતનો પરિચય કરાવ્યો હતો, રાજકોટ શહેર એ ભાજપનો ગઢ છે ફરી એકવાર પ્રસ્થાપિત કર્યુ હતું.
માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીસાહેબની બે-બે સભા અને રોડ શો માં વિશાળ જનમેદની માટે વિવિધ સમાજ આગેવાનો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, વિવિધ એસોસીએશન સાથે બેઠક કરી તેમને મોદીસાહેબની સભામાં ઉપસ્થિત રાખી જાજરમાન કાર્યક્રમનું સફળતાપૂર્વકનું આયોજન કરવાની અનેરીતક અને વડાપ્રધાન તેમજ પ્રદેશ ભાજપની પ્રસંશા મેળવવાનું પણ અહોભાગ્ય પ્રાપ્ત થયું. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને ભવ્ય બનાવવા માટે અધ્યતન અયોધ્યાના રામમંદિરની પ્રતિકૃતી તથા રામ ભગવાનની પાદુકા પૂજન માટે રથનું નિર્માણ પણ કરવામાં આવેલ આ રથનું પ્રસ્થાન પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજીના હસ્તે રથમાં રામ ભગવાનના પાદુકાના પૂજન અર્ચન કરી રથને પ્રસ્થાન કરવામાં આવેલ હતો, આ અયોધ્યા રથને શહેરમાંથી અભુતપૂર્વ બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
પ્રદેશ ભાજપની સુચના અનુસાર 10,000 નમો એપ ડાઉનલોડ કરાવી, સદસ્યતા અભિયાન- 2024 માં નિયત સમય મર્યાદામાં પાંચ લાખ ત્રીસ હજાર જેટલા પ્રાથિમક સભ્યોની નોંધણી, રાજકોટ મહાનગરમાં 2588 સક્રિય સભ્યોની નોંધણી, સંગઠન પર્વ-2024 અંતર્ગત રાજકોટ મહાનગરના કુલ 984 બુથની બુથ સમિતિઓ સરલ એપમાં નોંધણી કરી આપેલ આ તમામ કામગરીમાં રાજકોટ મહાનગરે અગ્રીમ સ્થાન હાંસલ કરેલ હતું. જેને પ્રદેશ ભાજપ દ્વારા વખતોવખત બિરદાવવામાં પણ આવેલ છે.
ભારતીય જનતા પાર્ટીની પાયામાં રહેલા રાષ્ટ્રીય સ્વયં સેવક તથા જનતા પક્ષના કે દેશ માટે યોગદાન આપેલ નેતાઓની પુણ્યતિથિ હોય કે જન્મદિવસના દિવસે પુષ્પાંજલીના કાર્યક્રમ કરવા, શાળાઓમાં વકતૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવું, વિવિધ સંસ્થા, વૃધ્ધાશ્રમ, અનાથાશ્રમ, માનસિક વિકલાંગ બાળકોની સંસ્થા, દિવ્યાંગ કિશોર, કિશોરીઓને ભોજન, નાસ્તા જમાડવાના કાર્યક્રમ, દર્દીઓને બ્લડ મળી રહે તે માટે યુવા મોરચા દ્વારા બ્લડ ડોનેશનના કેમ્પ, ડોકટર સેલ દ્વારા વિના-મુલ્યે નિદાન કેમ્પ યોજવા, ખાદીને પ્રોત્સાહન મળે તે માટે ખાદી ખરીદીના કાર્યક્રમો કરવા, વીર બાળ દિવસ, સુશાસન દિવસ અંતર્ગત રેશનકાર્ડ ઇ-કેવાયસી કેમ્પ, વયવંદના આયુષ્યમાન કાર્ડનો કેમ્પમાં 550 થી વધુ વડીલોએ લાભ લીધો હતો, અટલ બિહારી બાજપાઇજી સાથેના સંસ્મરણો ધરાવતા રાજકોટ શહેરના 34 થી વધુ આગેવાનોનું સન્માન અને અભિવાદન પણ કરેલ હતું, સંવિધાન ગૌરવ અભિયાન જેવા કાર્યક્રમો, જાહેર સ્થળોએ સાફ સફાઇના કાર્યક્રમો કરી રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે તમામ શ્રેણીના કાર્યકર્તાઓની બહોળી સંખ્યામાં કરવામાં આવે છે.
કેન્દ્ર સરકાર અને રાજય સરકારની લોકોપયોગી વિવિધ યોજનાઓનો લાભ વધારેને વધારે જનતા લઇ શકે તે માટે પ્રચાર કરવો, પીએમ વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના હેઠળ રાજકોટ શહેરના સમસ્ત દરજી સમાજના સંયુકત ઉપક્રમે વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનાનો કેમ્પ ગોઠવી તમામ વર્ગના કારીગરોને તાલીમ, લોન સહિતની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હતી.
આ ઉપરાંત શકિત વંદન મહિલા સ્વયં સહાયતા સમૂહ સંપર્ક અભિયાન હેઠળ કાર્યક્રમો યોજવામાં આવેલ, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની યોજના અનુસાર સ્વ-સહાય સમૂહના બહેનોને કીટ આપી સન્માન કરવામાં આવેલ હતું અંતમા મારા પ્રમુખ તરીકેના 22 મહિનાના કાર્યકાળ દરમ્યિાન મને નામી અનામી હજારો કાર્યકર્તાઓ અને વરિષ્ઠ આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અને સમાજના અસંખ્ય શુભેચ્છકોનો હંમેશા સાથ અને સહકાર મળ્યો હતો તેથી જ મને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા સોંપવામાં આવેલ જવાબદારી સફળતા પૂર્વક નિભાવી શકયો છું હું મારા આ બધા સફળતાના સાથીઓને નત મસ્તક વંદન કરી તેમના પ્રત્યે આભારની લાગણી વ્યકત કરું છું અને આશા રાખું છું કે જીવનના આગામી તબકકામાં પણ મને જયારે પણ તમારા સાથ અને સહકારની જરૂૂર પડશે તો તમે બધા મારી સાથે ખભેખભો મીલાવી અંત:કરણપૂર્વક સાથે રહેશો.