PM મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રેમ્પ વોક કરીને GEN-Zને મળ્યા હતા. વડાપ્રધાનના સ્વાગત માટે ‘હીરા બાના લાલ, મારા ભારતના લાલ, એણે મને માયા લગાડી’ ગીત રજૂ કરવામાં આવ્યું.
એમ.એસ. યુનિવર્સિટીના ગ્રાઉન્ડમાં યોજાયેલા આ કાર્યક્રમને ખાસ યુવાનો અને GEN-Zને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ માટે Y આકારનું વિશેષ સ્ટેજ અને રેમ્પ તૈયાર કરવામાં આવ્યો હતો.
MS યુનિવર્સિટી ગ્રાઉન્ડના કાર્યક્રમ દરમિયાન રૂ. 35,200 કરોડના વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત. ત્યારબાદ ‘નમો 4 વિકસિત ભારત’ કાર્યક્રમ અંતર્ગત યુવાઓ સહિત 6000 લોકોને સંબોધશે. આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડમાં ખાસ Y આકારનું સ્ટેજ તૈયાર કરાયું છે.
