સોમનાથમાં PM મોદીનો ભવ્ય રોડ-શો: લોકોમાં અનેરો ઉત્સાહ, ‘મોદી મોદી’ના નારા લાગ્યા

  PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ…

 

PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે બીજા દિવસે વડાપ્રધાન આજે પ્રથમ જ્યોતિર્લિંગ એવા ભગવાન સોમનાથ મહાદેવના દર્શને પહોચ્યા છે. આજે સોમનાથ મંદિરે યોજાનાર અમૃત મહોત્સવમાં PM મોદી વિશેષ ઉપસ્થિત રહેશે. સોમનાથ હેલિપેડ પર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થયું છે. હેલિપેડથી સોમનાથ મંદિર (હમીરજી સર્કલ) સુધી ભવ્ય રોડ-શો યોજાશે, જેમાં વાયુસેનાના સૂર્યકિરણ એર-શોનું પણ વિશેષ આકર્ષણ રહેશે.

આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ મંદિર ખાતે યોજાનારા અમૃત મહોત્સવ કાર્યક્રમમાં ભાગ લીધો છે. પીએમ મોદીના આગમનને લઈ સમગ્ર સોમનાથમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરથી લઈને રોડ શો રૂટ સુધી વિશેષ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. સોમનાથમાં ભવ્ય રોડ-શો અને વાયુસેનાના સૂર્યકિરણ એર-શો બાદ વડાપ્રધાન વડોદરા ખાતે ‘સરદારધામ-3’નું લોકાર્પણ કરી ત્યાં પણ ભવ્ય જનમેદનીને સંબોધશે.

રોડ શોના રૂટની વરિષ્ઠ અધિકારીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી છે. રોડ શો દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા હોવાથી સુરક્ષા તેમજ ટ્રાફિક વ્યવસ્થાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *