અમદાવાદમાં PIની ગાડીને ટ્રકથી ટક્કર મારી, ડ્રાઇવરની ધરપકડ

અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે ઙઈંની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી.…

અમદાવાદમાં હિટ એન્ડ રન સહિતની અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદ શહેરમાં બેફામ ફરતાં ટ્રકચાલકે ઙઈંની ગાડીને ટક્કર મારી હોવાની ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતની ઘટનામાં પોલીસની કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. બુધવારે અમદાવાદ ટ્રાફિક પોલીસ અધિકારીઓ કાલુપુર સર્કલથી સારંગપુર તરફ જતા બીબીસી માર્કેટ નજીક નાઇટ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.આ દરમિયાન સારંગપુર વિસ્તારમાં વહેલી સવારે લગભગ 3:00 વાગ્યે ઙઈંની કારને એક ટ્ર્ક ચાલકે ગંભીર રીતે ટક્કર મારી હતી. સમગ્ર ઘટના મામલે પોલીસે ટ્રકચાલક અલ્કેશકુમાર કટારાની ધરપકડ કરવામાં આવી છે.

ઘટનાને લઈને ઈ ડિવિઝન ટ્રાફિક પોલીસે જણાવ્યુ હતુ કે, એક અજાણ્યો ટ્રક ચાલક બેદરકારીથી વાહન ચલાવી રહ્યો હતો, ત્યારે તેણે સરકારી વાહનને ટક્કર મારી અને રોકાયા વિના ઘટનાસ્થળેથી ભાગી ગયો. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં પોલીસે અકસ્માતમાં સંડોવાયેલા વાહનનો રજીસ્ટ્રેશન નંબર શોધીને દાહોદ જિલ્લાના ફતેપુરાના રહેવાસી અલ્કેશકુમાર કમાજીભાઈ કટારા નામના ટ્રક ડ્રાઇવર ધરપકડ કરી લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *