મહિલાઓ માટે પિંક સિટી બસ: રૂા.1000માં આખુ વર્ષ મુસાફરી

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ: જયમીન ઠાકર લગ્ન હોલ બુકિંગની સમય મર્યાદા 90માંથી 180 દિવસની કરાઇ અને પ્રસંગની તારીખ બદલવાનો…

વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખી વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ: જયમીન ઠાકર

લગ્ન હોલ બુકિંગની સમય મર્યાદા 90માંથી 180 દિવસની કરાઇ અને પ્રસંગની તારીખ બદલવાનો નવો નિયમ અમલમાં

પિંક બસમાં મહિલાઓ સાથે 12 વર્ષ સુધીના બાળકોને વિનામૂલ્યે મુસાફરી, પાણી અને મિલકત વેરામાં વ્યાજમાફી યોજનાનો કાલથી પ્રારંભ

રૂા.9 કરોડના વધારા સાથેનું રૂા.3604.90 કરોડનું બજેટ સ્ટેન્ડિંગમાં મંજૂર

મહાનગરપાલિકાનું વર્ષ 2026-27નું ફાઇનલ બજેટ રજૂ કરી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવેલ કે, રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષે શહેરની અને મહાનગરપાલિકાની વર્તમાન સ્થિતિને નજર સમક્ષ રાખી, વાસ્તવિક અને પ્રજાલક્ષી બજેટ આપવાનો પ્રયાસ કર્યો છે. શહેરીજનોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવા સ્ટેન્ડિંગ કમિટીએ ગહન વિચાર-વિમર્શ કરી, શહેરીજનોના વિશાળ હિતને ધ્યાને રાખી, કમિશનરએ સુચવેલ કરબોજમાં વધારા તથા નવા કરબોજની દરખાસ્ત સર્વાનુમતે નામંજુર કરવા સહિતના જરૂૂરી નિર્ણયો કર્યા છે.

આગામી વર્ષ માટેની શહેરની વિકાસની રૂૂપરેખા રજુ કરતા આ બજેટને સૌ કોઈ આવકારશે એવી મને આશા છે. આ પ્રસંગે રાજકોટ મહાનગરપાલિકાના તમામ અધિકારીઓ/કર્મચારીઓ, ભારતીય જનતા પક્ષના ભૂતપૂર્વ તેમજ વર્તમાન હોદ્દેદારઓ, શહેરની સામાજિક – સેવાકીય સંસ્થાઓ, વ્યાપારી એસોસિએશન, પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મિડીયાના તમામ પ્રતિનિધિઓ અને ફોટોગ્રાફર્સ ઉપરાંત શહેરના વિકાસમાં ખભેખભો મિલાવી, હરહંમેશ રાજકોટ મહાનગરપાલિકા તંત્રની સાથે રહેલ શહેરીજનોના સાથ – સહકાર બદલ તેઓ તમામ પ્રત્યે હ્રદયપુર્વક આભાર વ્યક્ત કરુ છું અને રાજકોટ શહેરની વિકાસયાત્રા સતત આગળ ધપાવવામાં ભવિષ્યમાં પણ સૌનો સાથ-સહકાર અવિરતપણે મળતો રહેશે તેવી અપેક્ષા રાખુ છું.

રાજકોટ મહાનગરપાલિકાના મહેસુલ ખર્ચને પહોંચી વળવા કમિશનરએ રૂૂ.3595.70 કરોડના બજેટમાં રૂૂ.95 કરોડનો કરવધારો સૂચવ્યો હતો. પરંતુ રાજકોટની પ્રજાને હાલના કરવેરાનું પૂરૂૂ વળતર મળે, સેવાઓનો સંતોષ વધે અને વધુ સુવિધાઓ મળે એ વાત ધ્યાને રાખી લોકોને પ્રત્યક્ષ અસરકર્તા હોય તેવી નવી કરવધારા દરખાસ્ત નામંજુર કરવામાં આવે છે. લોકોને વધુ સંતોષજનક સુવિધા આપવાના પ્રયાસો વધારવા અને આવકના સ્ત્રોત વધુ મજબુત કરીને આત્મનિર્ભર બનવા ચૂંટાયેલી પાંખ અને વહીવટી પાંખ ખભેખભા મિલાવીને કામ કરશે. આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકા માટે આવકના નવા સ્ત્રોતો ઉભા કરવા માટે પણ સક્રિય પ્રયાસો હાથ ધરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનરએ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ 2026-27 માટે રૂૂ.3595.70 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજુ કરેલ. રાજકોટની જનતાને નવા નાણાંકીય વર્ષમાં વધુ સુખ, સુવિધા, સગવડ મળે એ માટે બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નવી કુલ 23 યોજનાઓ સામેલ કરી કુલ રૂૂ.3604.90 કરોડનું બજેટ મંજુર કરવામાં આવે છે.

તેમણે જણાવેલ કે, આ યોજના હેઠળ તમામ મહિલા મુસાફરોને વાર્ષિક માત્ર રૂૂ.1000/-ના નજીવા દરથી રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત સીટ બસ તેમજ બી.આર.ટી.એસ. બસ સેવાના કોઇપણ રૂૂટમાં મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે. મહિલા મુસાફરોએ આગામી નાણાંકીય વર્ષથી (1 એપ્રિલ-2026થી) આ યોજનાનો લાભ લેવા માટે પાસ કઢાવવા માટે અરજી કરવાની રહેશે. આ યોજના હેઠળ રાજકોટ શહેરમાં ઝોન વાઇઝ ત્રણ સીટી બસ(આર.એમ.ટી.એસ.)ના રૂૂટ પર ખાસ ‘પિંક બસ’ ફક્ત મહિલા મુસાફરી માટે કાર્યરત કરવામાં આવનાર છે, જેમાં ડ્રાયવર તેમજ ક્ધડક્ટર પણ મહિલા રહેશે. આ યોજના અંતર્ગત મુસાફરી કરનાર મહિલા પોતાનું આઇ.ડી. કાર્ડ તથા મુસાફરી પાસ રજુ કરીને મુસાફરીનો લાભ મેળવી શકશે. આ ઉપરાંત પિંક બસમાં તેની માતા સાથે 12 વર્ષની ઉંમર સુધીના બાળકોને ફ્રી મુસાફરી કરવાની સુવિધા આપવામાં આવશે.

મિલકત વેરા અને પાણી વેરામાં વ્યાજમાફી યોજનાનો કાલથી પ્રારંભ
આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારના મિલ્કતધારકોએ ભરવાના બાકી રહેલ પ્રોપર્ટી ટેક્ષમાં ચડત વ્યાજમાં રાહત આપવા માટે રહેણાંક તેમજ બિન-રહેણાંક મિલ્કતોમાં સામાન્ય કરના ચડત વ્યાજમાં રૂૂ.5000/- સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે, તેમજ રહેણાંક તથા બિન-રહેણાંક મિલકતોમાં બાકી રહેલ પાણી વેરાના ચડત વ્યાજમાં રૂૂ.5000/- સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે, આમ કુલ મળી રૂૂ.10,000/- સુધીની રકમનું વ્યાજ માફ કરવામાં આવશે. આ યોજનાનો અમલ આવતીકાલથી શરૂૂ કરવામાં આવશે તથા આગામી તા.31/03/2026 સુધી જ આ યોજના અમલમાં રહેશે.

ફ્લાવર બેડ પ્રોજેક્ટ માટે બીયુ ફીમાં હપ્તા પધ્ધતિ
રાજકોટ મહાનગર વિસ્તારમાં માત્ર ફ્લાવર બેડ(આર્કિટેકચરલ પ્રોજેક્શન્સ) માટે ઘણાં સમયથી આવેલ અરજીઓ અન્વયે બી.યુ. પરમીશન આપવાની પ્રક્રિયાને વેગવંતી બનાવી, શહેરીજનોને સરકારની નીતિનો મહત્તમ અને ઝડપી લાભ થઇ શકે તે માટે બી.યુ. પરમીશન માટે રેગ્યુલરાઇઝેશન ફીમાં હપ્તા પધ્ધતિ યોજના અમલમાં મુકવામાં આવશે. આ યોજના અંતર્ગત રૂૂ.50 લાખથી ઓછી રકમની રેગ્યુલરાઇઝેશન ફી એક સાથે ભરપાઇ કરવાની રહેશે, તેમજ રૂૂ.50 લાખ કે તેથી વધુની રકમ એક વર્ષની સમયમર્યાદામાં ચાર ત્રિમાસિક હપ્તાથી ભરપાઇ કરી શકાશે.

નવી બીજા નંબરની સેન્ટ્રલ ઝોન કચેરીનું બિલ્ડિંગ બનશે
રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં ઉતરોતર વધારો થતા રાજકોટના નાગરિકોને મહાનગરપાલિકાની સેવાઓ માટે મુખ્ય ઓફિસ પર ન આવવુ પડે તેમજ મુખ્ય ઓફિસ પર કામગીરીના ભારણમાં ઘટાડો થાય તથા સેવાઓ વધુ સુદ્રઢ બને તે માટે ક્રમશ: ઇસ્ટ ઝોન તથા વેસ્ટ ઝોન ઓફિસ બનાવવામાં આવેલ તેમજ હાલમાં સાઉથ ઝોન ઓફિસ બનાવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આજ રીતે હાલની ઢેબરભાઇ રોડ સ્થિત હયાત સેન્ટ્રલ ઝોન ઓફિસની સેવાઓનું વિકેન્દ્રીકરણ કરવા કરણપરા, પ્રભાદેવી જે. નારાયણી લાયબ્રેરી વાળા કેમ્પસમાં 4250 ચો.વાર પ્લોટ એરીયામાં નવી સેન્ટ્રલ ઝોન ઓફિસનું આયોજન કરવામાં આવેલ છે. અંદાજીત 75000 ચો.ફૂટમાં ગ્રાઉન્ડ ફલોર + પાંચ માળનું બાંધકામ, પાર્કીંગ સુવિધા, વિવિધ વિભાગો માટેની ઓફિસો, ટોઇલેટ, લિફટ, સીડી, ફાયર સિસ્ટમ, સી.સી.ટી.વી. સહિતની સુવિધાસભર કચેરીનું નિર્માણ કરવામાં આવશે.

ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડિયાની મહત્વની ભૂમિકા
મનપાના ઇન્ચાર્જ સેક્રેટરી ધવલ જેસડીયા દ્વારા તેમના કાર્યકાળનું આ બીજી બજેટ તૈયાર કરી રજૂ કરવામાં આવ્યુ છે. સચોટ અને કાર્યદક્ષ કામગીરી કરી તેઓએ શાસકપક્ષ અને અધિકારીઓ સાથે સંકલન જાળવી કામગીરી નિભાવી છે. મહાપાલિકાનું 2026-27નું અંદાજપત્ર આજે સ્ટે.કમીટીએ મંજૂર કરીને જનરલ બોર્ડમાં મોકલ્યું છે. શાસક પાંખમાં બજેટને અંતિમ ટચ આપવામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ઇન્ચાર્જ યુવા સેક્રેટરી ધવલ જેસડીયાની મહત્વની ભૂમિકા રહી છે. પાંચ દિવસથી અને ગઇકાલે મોડી રાત સુધી તેમની ટીમે બજેટ તૈયાર કર્યુ હતું. સેક્રેટરી શાખામાં છેલ્લા ત્રણ બજેટમાં તેઓ સક્રિય રહ્યા છે. ઇન્ચાર્જ સેક્રેટરી તરીકે તેમનું આ બીજુ બજેટ છે. કમિશ્ર્નર પાંખ સાથે સંકલન કરનારા સેક્રેટરી મુખ્ય અધિકારી છે. સરળ, પારદર્શક, વાસ્તવિકતાથી નજીકનું બજેટ તૈયાર કરવામાં વિભાગમાં તેમનું માર્ગદર્શન મુખ્ય હોય છે. ચૂંટાયેલી બોડીની બજેટ યોજના અને વિઝનને પ્રજા સમક્ષ રજુ કરવામાં તેઓની ભૂમિકા કડીરૂૂપ બની છે. કમિશ્ર્નર અને ચેરમેનના બજેટમાં તેઓએ મોટુ સંતુલન જાળવવાની ભૂમિકા ચેરમેન સાથે ખભેખભા મિલાવીને નિભાવી છે.

100 ઇલે.બસની ફાળવણી
ભારત સરકારના MoHUA (Ministry of Housing Urban Affairs) દ્વારા PM e Bus Sewa યોજના અંતર્ગત 16 લાખ થી 20 લાખ સુધીની વસ્તી અંતર્ગત ઈલેક્ટ્રીક બસ સર્વિસની અમલવારી હેતુ ઈલેક્ટ્રીક બસ સપ્લાય કરવાની યોજનામાં રાજકોટ શહેરની પસંદગી કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા PMeBus Sewa યોજના અંતર્ગત રાજકોટ શહેરને 100 eBus ગ્રોસ કોસ્ટ મોડેલથી ફાળવવાનું નિયત કરવામાં આવેલ છે.

લગ્ન નોંધણી અરજી પ્રક્રિયા ઓનલાઇન
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાના નેજા હેઠળ કાર્યરત લગ્ન નોંધણી વિભાગની કામગીરી આગામી બજેટ વર્ષ 2026-27માં ઓનલાઈન કરવામાં આવેલ છે. આ સુવિધાના કારણે અરજદારોને વારંવાર કચેરીની મુલાકાતમાંથી મુક્તિ મળશે તથા અરજી એપ્રુવ્ડ થયેથી તરત જ લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે. આ સુવિધાનો લાભ મેળવવા રાજકોટના શહેરીજનોએ https://egov.rmc.gov.in/CPlogin પર અરજી કરવાની રહેશે.

પીપીપી ધોરણે 60 એલઇડી બોર્ડ મુકાશે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં જુદા જુદા જાહેર સ્થળોએ આધુનિક ટેકનોલોજી સાથેના 60 એલ.ઇ.ડી. બોર્ડ ઉભા કરવામા આવશે, જે આધુનિક અને સ્માર્ટ સીટીની દિશામાં વધુ એક પગલુ બની રહેશે, જેનાથી શહેરનું બ્યુટીફીકેશન વધશે, શહેરીજનોને નાગરિક સુવિધાઓ અને જનસુખાકારી અંગેના મેસેજ આ એલ.ઈ.ડી. થકી મોકલી શકાશે. હાલની જુની ટેકનોલોજીની એલ.ઈ.ડી.ના સ્થાને લેટેસ્ટ ટેકનોલોજી (પી-4 આઉટડોર) એલ.ઈ.ડી.ઓ પ્રાપ્ત થશે. સાથોસાથ પરંપરાગત હોર્ડીંગ બોર્ડમાં થતા પ્લાસ્ટિક (ફ્લેક્સ)ના વપરાશને ધટાડી શકાશે.

હોલ બુકિંગની સમય મર્યાદા 90ના બદલે 180 દિવસની કરાઇ
બુકિંગ તારીખમાં હવેથી ફેરફાર કરી શકાશે

રાજકોટ શહેરમાં રહેતા પરિવારોને નાના-મોટા પ્રસંગોના આયોજન માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા જુદા વિસ્તારોમા કોમ્યુનિટી હોલ બનાવવામાં આવેલ છે, જેના એડ્વાન્સ બુકિંગની પ્રક્રિયા ઓનલાઇન થઇ શકે છે, અને આ માટે પ્રવર્તમાન નિયમો અમલમાં છે. આ બુકિંગ માટેના નિયમોને સરળ બનાવતા: લગ્ન પ્રસંગ માટે હાલ વધુમાં વધુ 90 દિવસ પહેલા રીઝર્વેશન થઈ શકે છે જે હવે 180 દિવસ પહેલાથી થઈ શકશે તેમજ અન્ય પ્રસંગો માટે 30 દિવસ પહેલા બુકીંગ થઈ શકે છે તે હવે 90 દિવસ પહેલા થઈ શકશે.

રીફંડના નિયમોનું પણ સરળીકરણ કરતા, હાલ બુકીંગ રદ્દ કરવાના કિસ્સામાં 75% ભાડાની કપાત થાય છે તેમાં સુધારો કરી: બુકીંગ કરાવ્યાના 24 કલાક (1 વર્કિંગ દિવસ)માં રદ્દ કરવામાં આવે તો રૂૂ.500/-, પ્રસંગના 15 દિવસ પહેલા રદ્દ કરવામાં આવે તો ભાડાની રકમના 50% પરંતુ વધુમાં વધુ રૂૂ.10,000/-, પ્રસંગના 7 દિવસ પહેલા રદ્દ કરવામાં આવે તો ભાડાની રકમના 75% પરંતુ વધુમાં વધુ રૂૂ.15,000/-, અવસાન વિગેરેના કારણોસર તારીખમાં ફેરફાર કરવાનો થાય તો રૂૂ.500/- ભરપાઈ કરવાથી તારીખ બદલી શકાશે.

બજેટ હાઇલાઇટ્સ
રૂા.3604.90 કરોડનુ ફાઇનલ બજેટ રજૂ
મહિલાઓ માટે પિંક સિટી બસ દોડાવાશે
મિલકત અને પાણી વેરામાં વ્યાજમાફી યોજના
રૂા.1000 માં આખુ વર્ષ મહિલાઓને સિટીબસમાં મુસાફરી
પિંક બસમાં મહિલાઓ સાથે 12 વર્ષના સુધીના બાળકને ફિ મુસાફરી
બજેટમાં વધારાની 23 નવી યોજનાઓનો સમાવેશ
નવા વિસ્તારોમાં નવા બ્રિજ માટે પાયલોટ સ્ટડી
મહોનભાઇ સરવૈયા કોમ્યુનિટી હોલનુ રિનોવેશસ
વોટર ડિસ્ટ્રીબ્યુશન રીયલ ટાઇમ મોનોટરીંગ સીસ્ટમ
તમામ પબ્લીક ટોયલેટ અપગ્રેડ કરાશે
સિનીયર સિટીજનોના નામથી વૃક્ષારોપણ
નાના મવા બ્રિજ નીચે પીપીપી ધોરણે ગેમઝોન સાથે કાફેટેરીયા
100 ઇલે.બસ માટે ચાર્જિંગ સ્ટેશન, માળખાકીય સુવિધા
નવી સેન્ટ્રલ ઝોન ઓફિસનું બિલ્ડિંગ, પીપીપી ધોરણે
નમોવનનું નિર્માણ પીપીપી ધોરણે
નવો સ્વીમીંગ પુલ પીપીપી ધોરણે
વેસ્ટઝોનમાં નવુ શોપિંગ સેન્ટર પીપીપી ધોરણે
વેસ્ટઝોનમાં ફૂડ ઝોન પીપીપી ધોરણે
ફાયર સેફટી અંગે જન જાગૃતિ તાલીમ ઝૂંબેશ
મારુ ઘર સેગ્રીકેશન વાળુ ઘર અંતર્ગત જન જાગૃતિ ઝૂંબેશ
લગ્ન નોંધણી પ્રમાણપત્રની અરજી પ્રક્રિયા ઓનલાઇન
ટીપી તથા વેરા વસુલાતની અસરકારક મોનીટરીંગ માટે સુવિધા
100 ઇલે.બસની ફાળવણી
લેસ્ટેટ ટેકનોલોજીના 60 એલઇડી બસ પીપીપી ધોરણે
કોમ્યુનિટી હોલ બુકિંગ નિયમોનુ સરળીકરણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *