Connect with us

ગુજરાત

પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી સંભવિત તા.25 નવેમ્બરથી શરૂ

Published

on

ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ

ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં 12 હજારથી વધારે જવાનોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 લાખથી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે જેની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. આગામી 25 નવેમ્બરથી સંભવીત શારીરિક કસોટી શરૂ થઇ શકે છે જેની માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટવીટ કરી આપવામાં આવી છે.


તેમણે ટવીટ કરીને લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂૂ થશે. શરૂૂઆતમાં જેમણે ાતશ તથા ાતશ અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઇ સીસીઇની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.


અન્ય એક ટવીટમાં હસમુખ પટેલે લખ્યું છે કે સીસીઇની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.

Continue Reading
Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ગુજરાત

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ બે હૃદય થંભી ગયા

Published

on

By

નવા થોરાળાના યુવાન અને વૈશાલીનગરમાં આધેડનું મોત થતાં પરિવારમાં ગમગીની


રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે શહેરમાં હદય રોગના હુમલાથી વધુ બે લોકો શ્ર્વાસ થંભી ગયા હતા જેમાં નવા થોરાળામાં રહેતો યુવાન અને વૈશાલીનગરમાં રહેતા આધેડનું હાર્ટએટેકથી મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.


જાણવા મળતી વિગત મુજબ નવા થોરાળામાં સર્વોદય સોસાયટી શેરી નં. 7 માં રહેતો નિકુલ ચનાભાઈ રાઠોડ (ઉ.વ.30 નામનો યુવાન ગત મોડી રાત્રે 12 વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે અચાનક બેભાન થઈ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક નિકુલ બે ભાઈ એક બહેનમાં નાનો અને અપરણીત હતો.હાર્ટ એટેક આવતા મોત થયાનું જાણવા મળ્યું છે. યુવાન પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે. પામી છે.
જ્યારે બીજા બનાવમાં રૈયા રોડ પર વૈશાલીનગર શેરી નં. 3માં રહેતા ધનાભાઈ ભલાભાઈ ધોળકિયા (ઉ.વ.50)નામના ભરવાડ આધેડ આજે સવારે પોતાના ઘરે હતા ત્યારે હાર્ટ એટેક આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા તેમનું મોત નિપજ્યું હતું.


પ્રાથમિક તપાસમાં મૃતક ધનાભાઈ પાંચ ભાઈ બે બહેનમાં વચેટ અને રીક્ષા ચાલક છે. સંતાનમાં બે પુત્રવ અને એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવથી પરિવારમાં શોકની લાગણી છવાઈ જવા પામી છે.

Continue Reading

ગુજરાત

દશેરા પહેલાં મીઠાઇના નમૂના લેતું ફૂડ વિભાગ

Published

on

By

ખાણી-પીણીના પણ 47 ધંધાર્થીઓને ત્યાં નમૂનાની સ્થળ પર ચકાસણી

રાજકોટ મહાનગરપાલિકા ફૂડ શાખા દ્વારા દશેરાના તહેવાર પૂર્વે શહેરની મિઠાઇ અને ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરી અલગ-અલગ ડેરી ફાર્મમાંથી બરફી, ડ્રાયફૂટ મઠ્ઠો, મલાઇક કેક બરફી, રસબિહારી બરફી સહિતની 20 જેટલી મિઠાઇના નમુના લઇ ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપેલ છે.
જ્યારે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન રૈયા ચોકડી, 150 રિંગ રોડ ખાતે આવેલ “બચીસ કેન્ડી’ની તપાસ કરતા પેઢીના સ્થળ પર સંગ્રહ કરેલ મેન્યૂફેક્ચરિંગ ડેટ તથા યુઝ બાય ડેટ દર્શાવ્યા વગરની પડતર રહેલ માવા ફલેવરની કેન્ડી 50 નંગ (05 કિ.ગ્રા.)નો જથ્થો સ્થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને યોગ્ય સ્ટોરેજ લેબલીંગ કરવા બાબતે નોટીસ આપવામાં આવેલ.

આ ઉપરાંત ફૂડ વિભાગની ટીમ તથા ઋજઠ વાન સાથે સર્વેલન્સ ચેકિંગ દરમિયાન પેડક રોડ તથા કટારીયા ચોકડી વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 25 ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં 02 ધંધાર્થિઓ ગિરિરાજ દાળ પકવાન અને પ્રિન્સ બદામ શેક -લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ. જ્યારે ઇઝી બેકરી, લાપીનોઝ પીઝા, વિજય સ્વીટ માર્ટ, પિંડાઝી, ભેરુનાથ આઇસ્ક્રીમ, મયુર ભજીયા, લક્ઝરી કોલ્ડ્રિંક્સ, સત્યમ દાળ પકવાન, જય જલારામ ડેરી, ન્યુ ભારત સ્વીટ માર્ટ, શ્રીનાથજી ફરસાણ, વરિયા ફરસાણ, અક્ષર ગાંઠિયા ફરસાણ, મધુર બેકરી, ચિલ્ડ હાઉસ, ભેરુનાથ નમકીન, બિગ બાઇટ, રિયલ સેન્ડવિચ, ગિરિરાજ ફૂડ કોર્ટ, જલારામ ફૂડ કોર્ટ, મટુકી રેસ્ટોરેન્ટ, ધ ગ્રેટ પંજાબી ઢાબા અનેબાર્બેક્યૂ કલ્ચરમાં ખાદ્યચીજોના 47 નમુનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.

Continue Reading

ગુજરાત

ગાંધી સ્મૃતિ સોસાયટીમાં કારખાનેદારનો આપઘાત

Published

on

By

કોઠારિયા ચોકડી નજીક સીએનસી મશીનનું કારખાનું છે, મૂળ જસદણ પંથકના યુવાને ગળેફાંસો ખાઇ લેતા પરિવારમાં શોક


રાજકોટમાં જવેલર્સના માલીક 26 વર્ષના યુવાને આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ ગઇકાલે સામાકાંઠે ગાંધી સ્મૃતિ સોસાયટીમાં રહેતા અને આજીડેમથી કોઠારીયા સોલવન્ટની વચ્ચે સીએનજી મશીનનું કારખાનુ ધરાવતા 31 વર્ષના પટેલ યુવાને રાત્રીના સમયે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આપઘાતનું કારણ જાણવા બી ડીવીઝન પોલીસે મૃતકના પરિવારનું નિવેદન લઇ શોધખોળ શરૂ કરી છે.


બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીસ્મૃતિ સોસાયટી શેરી નં.4માં રહેતા લલીતભાઇ કાનજીભાઇ કાકડીયા (પટેલ) (ઉ.વ.31) નામના યુવાને ગઇકાલે રાત્રીના આઠેક વાગ્યે પોતાના ઘરે રૂમમાં પંખામાં સાલ બાંધી ગળેફાસો ખાઇ લીધો હતો. જયારે પરિવારને જાણ થતા દેકારો મચી ગયો હતો. યુવકના પરિવારે પોલીસને જાણ કરતા એએસઆઇ કે.સી. સોઢા અને સ્ટાફ ત્યાં પહોંચી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્પીટલે પોસ્ટમોર્ટમ માટે પહોંચાડયો હતો. લલીતભાઇ આજીડેમથી કોઠારીયા ચોકડી તરફ જવાના રસ્તે સીએનજી મશીનનું કારખાનું ધરાવે છે. તેમજ પોતે બે ભાઇમાં નાના હતા. તેમને સંતાનમાં ત્રણ વર્ષની દીકરી છે.

તેઓ મુળ જસદણના લીલાપુરના વતની છે. લલીતભાઇએ શા કારણે આપઘાત કર્યો તે અંગે બી ડીવીઝન પોલીસ તપાસ કરી રહી છે.કારખાનેદાર લલીતભાઈ કાકડિયાએ કયા કારણોસર આપઘાત કરી લીધો એ અંગે પોલીસ દ્વારા પરિવારજનોની પુછપરછ કરવામાં આવી રહી છે. જેમાંથી તેમના આપઘાતથી ત્રણ વર્ષની દિકરીએ પિતાની છત્રછાંયા ગુમાવી હતી. આપઘાતનું કારણ આર્થિકભીંસ? કે કોઈ અન્ય કારણ છે તે અંગે હવે પોલીસ દ્વારા મૃતકના મોબાઈલના આધારે તપાસ કરવામાં આવશે તેવું પોલીસ સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.

Continue Reading
ધાર્મિક6 hours ago

9 દિવસ માતાજીની આરાધના કર્યા બાદ યુવકે મંદિરમાં ખુદની જ બલિ ચડાવી, પોતાના હાથથી જ કાપ્યું ગળું

ધાર્મિક7 hours ago

દશેરાના દિવસે ભૂલથી પણ આ 3 વસ્તુનું દાન ન કરો, નહીંતર પુણ્યના સ્થાને મળશે અશુભ ફળ

રાષ્ટ્રીય7 hours ago

સંધિવાથી બચવા શું ખાવું અને કઈ બાબતોનું ધ્યાન રાખવું? જાણો નિષ્ણાતો પાસેથી

રાષ્ટ્રીય7 hours ago

નાસિક મિલિટરી કેમ્પમાં વિસ્ફોટ, 2 અગ્નિવીર જવાનના મોત, ફાયરિંગ પ્રેક્ટિસ દરમિયાન શેલ બ્લાસ્ટ થયો

ગુજરાત8 hours ago

રાજકોટમાં હાર્ટએટેકથી વધુ બે હૃદય થંભી ગયા

આંતરરાષ્ટ્રીય8 hours ago

કોરોનાના 3 વર્ષ બાદ હાર્ટએટેક અને સ્ટ્રોકનો ખતરો વધારે

ગુજરાત8 hours ago

દશેરા પહેલાં મીઠાઇના નમૂના લેતું ફૂડ વિભાગ

રાષ્ટ્રીય8 hours ago

નેશનલ કોન્ફરન્સ કોંગ્રેસ વગર પણ જમ્મુ-કાશ્મીરમાં સરકાર બનાવી શકશે

ગુજરાત8 hours ago

ગાંધી સ્મૃતિ સોસાયટીમાં કારખાનેદારનો આપઘાત

ક્રાઇમ8 hours ago

ઓનલાઈન કસિનોમાં લાખો રૂપિયા હારી જતાં બેડી આરોગ્ય કેન્દ્રના ડોક્ટરે ટીકડા ખાઈ લીધા

રાષ્ટ્રીય2 days ago

પિતા-ભાઈથી લઈને પરદાદા સુધી…જાણો કોણ કોણ છે રતન ટાટાના પરિવારમાં

ગુજરાત1 day ago

લિવ ઇનમાં રહેતા યુવાનનો પ્રેમિકાના ત્રાસથી આપઘાત

ગુજરાત1 day ago

સ્વ.રતન ટાટાને મુખ્યમંત્રીની ભાવાંજલિ

ગુજરાત1 day ago

રોગચાળાએ માથું ઊંચક્યું, થોરાળામાં કમળાએ પરિણીતાનો ભોગ લીધો

ક્રાઇમ1 day ago

રૂખડિયાપરામાં પુત્રના મિત્ર સહિત 7 શખ્સોએ આતંક મચાવી કાચની બોટલોના ઘા ર્ક્યા: યુવતીને ઇજા

ગુજરાત1 day ago

આરએસએસના સરકાર્યવાહ દત્તાત્રેય હોસબોલે કાલથી ચાર દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે

ગુજરાત1 day ago

શ્રાદ્ધ નડ્યું, દસ્તાવેજ નોંધણી- સ્ટેમ્પ ડ્યૂટીમાં રૂ. 25 કરોડનું ગાબડું

ક્રાઇમ1 day ago

બામણબોર પાસે 58 હજારના વિદેશી દારૂ ભરેલી રિક્ષા સાથે બે શખ્સો ઝડપાયા

ગુજરાત1 day ago

ગંદકી કરતા અને પ્લાસ્ટિક વાપરતા 44 વેપારી પાસેથી રૂા. 11950નો દંડ વસૂલાયો

Sports10 hours ago

પાકિસ્તાનની શરમજનક હાર, 147 વર્ષમાં પહેલીવાર કોઈ ટીમ સાથે આવી સ્થિતિ,ઈંગ્લેન્ડે કરી ધોલાઈ

Trending