ગુજરાત
પોલીસ ભરતી માટેની શારીરિક કસોટી સંભવિત તા.25 નવેમ્બરથી શરૂ
ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલની ટ્વિટ
ગુજરાત સરકાર દ્વારા પોલીસ વિભાગમાં 12 હજારથી વધારે જવાનોની ભરતી માટેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં 10 લાખથી વધારે ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવામાં આવ્યા છે જેની શારીરિક કસોટીની જાહેરાત કરવામાં આવી છે. આગામી 25 નવેમ્બરથી સંભવીત શારીરિક કસોટી શરૂ થઇ શકે છે જેની માહિતી ગુજરાત પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલ દ્વારા ટવીટ કરી આપવામાં આવી છે.
તેમણે ટવીટ કરીને લખ્યું છે કે પોલીસ ભરતીની શારીરિક કસોટી લગભગ 25 નવેમ્બરની આજુબાજુ શરૂૂ થશે. શરૂૂઆતમાં જેમણે ાતશ તથા ાતશ અને લોકરક્ષક બંનેમાં ફોર્મ ભર્યા હશે તેમને શારીરિક કસોટીમાં બોલાવવામાં આવશે. આ માહિતીને ધ્યાનમાં લઇ સીસીઇની પરીક્ષા આપનાર ઉમેદવાર નિશ્ચિત થઈને તેમાં ધ્યાન આપે.
અન્ય એક ટવીટમાં હસમુખ પટેલે લખ્યું છે કે સીસીઇની પરીક્ષા આપનાર ઉમેદવારો પણ પોલીસ ભરતીની શારીરિક કસોટીની તૈયારી ચાલુ રાખી શકે. વાંચનની વચ્ચે શારીરિક શ્રમ તેમને અભ્યાસમાં મદદ કરશે. શારીરિક શ્રમ મનને ઉર્જાવાન અને હકારાત્મક રાખે છે અને નિરાશા તથા ઉદાસી ની શક્યતા ઘટાડે છે.
ગુજરાત
રેલવે યુનિયનની ચૂંટણીમાં વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનનો દબદબો
11 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં એકચક્રી પ્રભાવનો સૂર્યાસ્ત
રેલવેના યુનિયનની માન્યતા માટે યોજાયેલી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર કર્મચારીઓએ વિજયની મહોર મારી છે. સૌથી કર્મચારીઓની લોકચાહના મેળવી વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનને સૌથી વધુ મત સાથે વિજયી બનાવ્યુ છે. 11 વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મોટુ પરિવર્તન આવ્યુ છે. કર્મચારીઓએ 1741 મત આપી વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનને સર્વોચ્ચ યુનિયન તરીકે પસંદ કર્યુ છે.
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનના ઝોનલ સેક્રેટરી (દિલ્હી) નિખિલ જોશી, મંડલ સચિવ મયુર ગઢવી, મંડલ અધ્યક્ષ જીતેન્દ્ર સતાપરા, બ્રાન્ચ સચિવ અને જેસી બેન્કના ડાયરેકટર ઘનશ્યામસિંહ જાડેજાએ તમામ કર્મચારી મિત્રોનો વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર મૂકેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તમામ નાના મોટા કર્મચારીને કોઇ પણ જાતના ભેદભાવ વગર તેમના પ્રશ્નોમાં હંમેશા સહાયક બનશે. તેમજ રેલવે મેનેજમેન્ટ અને કર્મચારી ગણ વચ્ચે આ સંગઠન નિષ્ઠાપૂર્વક હકારાત્મક વલણ રાખી સેતુબંધનું કામ કરશે.
અત્રે એ યાદ આપવું જરૂૂરી છે કે 11 વર્ષ બાદ રેલવે યુનિયનની ચૂંટણી યોજાઇ તેમાં કુલ 6 સંગઠને ચૂંટણીમા જંપલાવ્યુ હતું. કર્મચારીઓ પરિવર્તન ઇચ્છીને હરિફ સંગઠન વેસ્ટર્નરેલવે એમ્પલોઇઝ યુનિયનને સૌથી વધુ મત આપી પ્રથમ નંબરે વિજેતા બનાવ્યુ છે.
ક્રાઇમ
હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
ટંકારાના ચકચારી પ્રકરણમાં અંતે સસ્પેન્ડ પી.આઇ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કાયદાનો સકંજો
પ્રતિષ્ઠિત લોકોને જુગારના કેસમાં મીડિયામાં ફોટા આપી દેવાની ધમકી આપી, ત્રણના નામ બદલી નાખી તોડ કર્યોે
સ્ટેટ મોનિટરિંગ સેલના વડાની તપાસમાં ખાખી ઉ5ર દાગ લગાવતી ઘટનાનો ચોંકાવનારો ઘટસ્ફોટ, ગંભીર કલમો હેઠળ ગુનો
ટંકારામાં ઝડપાયેલ હાઇપ્રોફાઇલ જુગારધામમા ગેરરીતી મામલે પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલને પાંચેક દિવસ પહેલા સસ્પેન્ડ કરી દેવામા આવ્યા છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ દરમિયાન મોટો ધડાકો થયો છે. જેમા જુગારની રેઇડ કરનાર પીઆઇ ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપસિંહ સોલંકીએ ટાઇમપાસ ખાતર જુગાર રમી રહેલા વેપારીઓનો જુગાર રમતો વિડીયો બનાવી તેમજ સતાનો દુરુપયોગ કરી સરકારી રેકર્ડમા ખોટા નામ દર્શાવી તેનો સાચા તરીકે ઉપયોગ કરી વેપારીઓ પાસે રૂા. પ1 લાખ રૂપિયાનો તોડ કર્યાની સનસનીખેજ ટંકારા પોલીસ મથકમા જ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ભ્રષ્ટાચાર અંગેની ફરીયાદ નોંધાવાતા પોલીસ બેડામા ખળભળાટ મચી ગયો છે.
આ સમગ્ર ઘટનામા સ્ટેટ મોનીટરીંગ સેલમા ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેકટર આર.જી. ખાંટ ફરીયાદી બન્યા હતા અને આરોપી તરીકે સસ્પેન્ડેડ પીઆઇ વાય. કે. ગોહિલ, મહિપતસિંહ હરિસિંહ સોલંકી અને તપાસમા ખુલ્લે તે બધા સામે કલમ 199, 233, 228, 201, 336, 340, 308 (2), 3 (5), 61 અને 54 તેમજ ભ્રષ્ટાચારની કલમ હેઠળ ગુનો નોંધવામા આવ્યો છે. આ ઘટનામા ફરીયાદી ખાંટે જણાવ્યુ હતુ કે ગઇ તા. 27-10 ના રોજ ટંકારા પોલીસ વિસ્તાર હેઠળ આવતી હોટેલ કમ્ફર્ટમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ પકડાયા હોવાની વાત મીડીયામા આવી હતી. આ મામલે તા. 4-12 ના રોજ આ સમગ્ર જુગારધામમા મોટી ગેરરીતી થઇ હોવાની પોલીસને ગંધ આવી જતા આ સમગ્ર તપાસ રાજય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સ્ટેટ મોનીટરીંગ સેલના આઇજી નિર્લિપ્ત રાયને સોંપવામા આવી હતી.
આ ઘટનામા સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તપાસ કરવામા આવતા તા. 26-10 ના રોજ રાત્રીના સમયે કમ્ફર્ટ રિસોર્ટમા તિરથ ફળદુ, નિતેશ જાલરીયા, ભાષ્કર પારેખ, વિમલ પાદરીયા, રજનીકાંત દેત્રોજા, રઘુવીરસિંહ ઉર્ફે દિપકસિંહ જાડેજા, કુલદિપસિંહ ગોહિલ અને શૈલેષ ઠુમ્મર આમ બધા કમ્ફર્ટ રિસોર્ટના પ્રથમ માળે 10પ નંબરનો રૂમ દિપકસિંહ જાડેજાના મિત્ર ચિરાગ ધામેચાના નામે બુક કરાવ્યો હતો. ત્યારે ઉપરોકત તમામ લોકો ત્યા હાજર હતા. તે સમયે વિમલ પાદરીયાએ પોતાની ફોરચ્યુનર કાર પાર્કિંગમા પાર્ક કરી હતી તે સમયે ડ્રાઇવર ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચા કારમા બેઠા હતા. તે દરમિયાન રૂમ નં 10પ મા ઉ5રોકત લોકો નાસ્તો કરી રહયા હતા તેમજ રજનીકાંતભાઇ દેત્રોજા રાજકોટ કામ હોય જેથી તેઓ ત્યાથી નિકળી ગયા હતા અને ત્યારબાદ રૂમમા બેઠેલા લોકો ટાઇમપાસ કરવા માટે પત્તાની રમત રમી રહયા હતા.
આ સમયે ટંકારા પોલીસ મથકના પીઆઇ વાય. કે. ગોહિલ, મહિપતસિંહ સોલંકી, દશરથસિંહ જાડેજા અને કૃષ્ણરાજસિંહ ઝાલા તેમજ પંચ તરીકે અરવિંદસિંહ જાડેજા અને દશરથસિંહ જાડેજા સફેદ કલરની સ્વીફટ કારમા કમ્ફર્ટ રિસોર્ટના પાર્કિંગમા હતા. તેમજ પીઆઇ ગોહિલ દ્વારા દશરથસિંહ અને કૃષ્ણરાજસિંહને રિસોર્ટના 10પ નંબરના રૂમમા મોકલવામા આવ્યા હતા. તેમજ પીઆઇ અને મહિપતસિંહ સોલંકી અને અરવિંદસિંહ જાડેજા દ્વારા ફોરચ્યુનર કારમા બેસેલા ગોપાલ સભાડ અને ચિરાગ ધામેચાને નીચે ઉતારી તેઓની કારની ઝડતી કરવામા આવી હતી. ત્યારબાદ પીઆઇની સુચનાથી દશરથસિંહ અને કૃષ્ણરાજસિંહ 10પ નંબરના રૂમમા પહોંચ્યા હતા અને ત્યા ટાઇમપાસ કરવા માટે પત્તા રમી રહેલા લોકોનો વિડીયો ઉતારી તમારો જુગાર રમતો વિડીયો ન્યુઝમા વાયરલ કરવાની ધમકી આપી દીધી હતી.
જેથી ગભરાઇ ગયેલા પ્રતિષ્ઠીત વ્યકિતઓએ જુગારનો ખોટો ગુનો નહીં નોંધવા વિનંતી કરી હતી. ત્યારબાદ તિરથભાઇ ફળદુને લોબીમા લઇ જઇ અને કેસ ન કરવાના 1પ લાખની માંગણી કરી અને બીજા મજુરોના નામે કેસ કરવાનુ જણાવ્યુ હતુ અને 1ર લાખમા પતાવટ કરવામા આવતા રાજકોટ રહેલા તેમના મિત્ર સુમીત અકબરી 1ર લાખ રૂપિયા ટંકારા પાસે કૃષ્ણરાજસિંહને આપી દીધા હતા. ત્યારબાદ ફોરચ્યુનર કારમા હાજર બંને શખ્સોને વાહનોમા ટંકારા પોલીસ સ્ટેશન લાવી લોકઅપમા રાખી દઇ પંચનામાની કાર્યવાહી ચાલુ કરી હતી. આ સમગ્ર ઘટનામા કુલ પ1 લાખ રૂપિયા પીઆઇ અને મહિપતસિંહે પડાવી લઇ પકડાયેલા વ્યકિતઓમાથી તિરથ ફળદુના બદલે રવી પટેલ, વિમલ પાદરીયાના બદલે વિલભાઇ પટેલ અને ભાસ્કર પ્રભુદાસને બદલે ભાસર પ્રભુ નામ સરકારી કાગળોમા દર્શાવી ખોટા રેકર્ડ ઉભા કર્યા હતા.
આ સાથે આરોપી પીઆઇ વાય. કે. ગોહિલ અને મહિપતસિંહ તેમજ તપાસમા ખુલે તેઓની સામે ભ્રષ્ટાચાર તેમજ કાવત્રુ ઘટવુ અને ખોટા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી તેમને સાચા પુરાવા તરીકે ઉપયોગ કરવો તેમજ સત્તાનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર કરવા અંગેની કલમ હેઠળ ગુનો ટંકારા પોલીસ મથકમા નોંધવામા આવ્યો હતો.
માથાદીઠ 6 લાખ માગ્યા, પછી 41મા સેટલમેન્ટ, મોબાઇલ છોડાવવાના 10 લાખ પડાવ્યા
આ સમગ્ર પ1 લાખના તોડ પ્રકરણમા લોકઅપમા રહેતા તિરથ ફળદુના પિતાનો વિડીયો કોલ આવતા પીઆઇ ગોહિલે તિરથ ફળદુને લોકઅપમાથી બહાર કાઢી રોડ પર લઇ ગયા હતા અને ધમકી આપતા કહયુ હતુ કે, તને લોકઅપમા મુકી વિડીયો બનાવી તારા પિતાને મોકલી જુગારમા પકડાયા છો તેમ કરવુ છે. જો આમ ન કરવુ હોય તો અને ન્યુઝ મિડીયામા ન આવવુ હોય તો માથાદીઠ 6 લાખ રૂપિયા એટલે કે 9 વ્યકિતના પ4 લાખ રૂપિયા આપવા પડશે. છેવટે તિરથ ફળદુએ વિનંતી કરતા પીઆઇ ગોહિલે 41 લાખમા સેટલમેન્ટ કર્યુ હતુ અને આ રકમ પંકજભાઇ દેત્રોજા ટંકારા પોલીસ મથકમા પીઆઇ ચેમ્બરમા આપવા આવ્યા હતા. તેમજ આ રકમ અંગે મહિપસિંહે કહયુ હતુ કે આ તમામ રકમ કોન્સ્ટેબલ કૃષ્ણરાજસિંહને આપી દેજે. તેમજ પીઆઇ અને કોન્સ્ટેબલની પૈસાની લાલચ હજુ પુરી ન થઇ હોય તેમ મોબાઇલ ફોન પરત આપી દેવા માટે વધુ 10 લાખની માંગણી કરી હતી. જેથી વિમલભાઇ પાદરીયા એ સુમિતભાઇ મારફતે 10 લાખ રૂપિયા અપાવતા તેઓના મોબાઇલ ફોન પરત આપી દીધા હતા.
સત્તાનો દૂરુપયોગ, સરકારી રેકર્ડ ઉપર ખોટા પૂરાવા, SMC ફરિયાદી બની હોય તેવી ગુજરાતની પ્રથમ ઘટના
હાઇ પ્રોફાઇલ જુગારધામ પ્રકરણમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા મોટા કડાકા ભડાકા કરવામા આવ્યા છે. ત્યારે સસ્પેન્ડેડ પીઆઇ ગોહિલ અને મહિપતસિંહ સામે ટંકારા પોલીસ મથકમા સત્તાનો દુરુપયોગ સરકારી રેકર્ડ પર ખોટી માહીતી લખી આ સરકારી રેકર્ડ સાચા તરીકે ઉપયોગમા લેવો તેમજ આ સમગ્ર કૌભાંડ આચરવા કાવત્રુ ઘડવા અંગેની તેમજ જુગારમા પકડાયેલા લોકો પાસે પ1 લાખ જેવડી મોટી રકમની લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. ત્યારે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓના સુત્રોમાંથી માહિતી મળી હતી કે આવી રીતે ગુજરાતમા સૌ પ્રથમવાર પીઆઇ અને કોન્સ્ટેબલ સામે ગુનો નોંધવામા આવ્યો છે અને તેમા ખુદ સ્ટેટ મોનિટરીંગ સેલના પીઆઇ ફરીયાદી બન્યા છે.
ઉપરી અધિકારીઓને પૈસા મળ્યા કે નહીં?, તટસ્થ તપાસ થશે કે અહીંથી જ પ્રકરણ પૂરું
ટંકારાની હાઇપ્રોફાઇલ જુગાર કલબમાં કાયદા અને મીડિયાનો ભય બતાવી રૂા. 51 લાખના તોડ કરવાના ભારે ચકચારી પ્રકરણમાં અંતે ટંકારા પી.આઇ. અને કોન્સ્ટેબલ સામે તપાસના અંતે ભારેખમ કલમો હેઠળ ગુનો નોંધાયો છે ત્યારે આટલો મોટો તોડ કરવાની પી.આઇ. કક્ષાના અધિકારી હિંમત કરી શકે ? તેવો સવાલ ઉઠી રહયો છે. આ કટકીના પૈસા ઉપરી અધિકારીઓની મંજુરીથી લેવાયા હતા કે કેમ ? અને ઉપરી અધિકારીઓને પણ હિસ્સો મળ્યો હતો કે નહીં ? તે અંગે પણ તટસ્થ તપાસ થશે કે પછી કોન્સ્ટેબલ અને પી.આઇ.ને બલીના બકરા બનાવી પ્રકરણ પૂરૂ કરી દેવાશે ? તેવા સવાલો પણ ઉઠી રહયા છે.
ગુજરાત
ST નિગમના કર્મચારીઓની સરકાર સામે બાંયો ચડાવવા ચીમકી
એસ.ટી. નિગમમાં ફરજ બજાવતા ડ્રાઇવર, ક્ધડકટર સહીતના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વારંવાર રજુઆત કરવા છતા પણ આજ સુધી નિરાકરણ નહીં આવતા આગામી દિવસોમાં ન્યાય નહીં મળે તો આંદોલન કરવામાં આવશે. તેવી ચિમકી નિગમના ત્રણેય યુનિયન ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કસ ફેડરેશન, ગુજરાત એસ.ટી. કર્મચારી મહામંડળ અને ગુજરાત એસ.ટી. મજુર મહાસંઘ દ્વારા વડી કચેરીમાં કરેલી રજુઆતમાં ઉચ્ચારવામાં આવી છે.
એસ.ટી નિગમના કામદારો દ્વારા ઉચ્ચકક્ષાએ કરેલ રજુઆતમાં પ્રશ્નો અંગે જણાવ્યું હતું કે સેટલમેન્ટ કરાર મુજબ એસ. ટી. નિગમના કર્મચારીઓને એક્સગ્રેશીયા બોનસ આપવા સાતમા પગાર પંચ મુજબ ઓવર ટાઈમ અને સ્પેશ્યલ પે. ચુકવી આપવો. સેટલમેન્ટ કરાર મુજબ તા.01/01/2024 થી 4% મોઘવારી અને તા.01/07/2024 થી 3% મોંઘવારી એરીયર્સ સહીત ચુકવી આપવું.
તા.25/08/2010 ની સમજુતી અનુસાર તા.01/01/2006 થી નોશનલ ગણી ફિકસેશન કરેલ છે. પરંતુ બાદમાં ડ્રાયવર/કંડકટરની કક્ષાના પગાર ધોરણોમાં સુધારો થતાં, તેમાં તા.01/01/2006 થી ફિકસેશન કરવું જોઈએ, જે ન કરતાં, ડ્રાઇવર અને કંડક્ટરોને જુના અને નવા કર્મચારીઓની પગાર વિસંગતાઓ ઉભી થયેલ છે, જે દૂર કરવી. (સિનિયરના પગાર જુનિયર કરતા ઓછા થવા પામે છે તે વિસંગતા દૂર કરવી. નિગમના આશ્રિતોને રાજ્ય સરકારના ધોરણે રૂૂ. 14 લાખ આર્થિક પેકેજ ચુકવી આપવું.એસ. ટી. નિગમના કુર્મચારીઓને કક્ષા બદલી કરતા સિવિલ સર્જનના પ્રમાણપત્રને જ માન્ય ગણવા. બોર્ડ ઓફ રેફરીની જોગવાઈ યોગ્ય નથી.
જે પ્રમાણપત્ર અસ્પષ્ટ હોય તો જ મોકલી શકાય. પત્ર નં.22, તા.09/08/2024 સંકલન સમિતિ દ્વારા રજૂઆત કરાયેલ છે. તા.04/10/2013 ના રોજ મંત્રી સાથે ચર્ચા થયા મુજબ એક કલાક અને બે કલાક પાર્ટ ટાઈમ કર્મચારીઓને એક કલાકનો વધારો કરાયેલ છે. તો ત્રણ કલાક અને ચાર કલાકને એક કલાક વધારો કરાયેલ નથી. તેઓને કેમ બાકાત રાખેલ છે ? નિગમના કર્મચારીઓને નજીવા ગુન્હામાં આડેધડ સસ્પેન્શન અને મુવમેન્ટ ખોર્ડર ઉપર બદલી કરવામાં આવે તે ન્યાય નથી. તે બાબતે વિભાગોને યોગ્ય સૂચનાઓ આપવી. ફેટર અને ગંભીર અકસ્માતમાં કાયમી કર્મચારીને આરટીઓ લાયસન્સ જપ્ત કરે તો અન્ય વપરાશ કરવામાં આવે છે.
તેવી રીતે ફિક્સ પગારના કર્મચારીઓને આરટીઓ લાયસન્સ જપ્ત કરે તે સમયે અન્ય વપરાશ કરવા સૂચનાઓ આપવી. અકસ્માત વખતે તાત્કાલિક પ્રાઇવેટ દવાખાનામાં સારવાર લેવાય છે, જેમાં કાયમી અને ફિક્સ પગારને સમાન પરિપત્ર નં. 1764 મુજબ લાભ આપવો અને રજા બાબતે જ્યાં દાખલ કરાયેલ પ્રાઇવેટ હોસ્પિટલના રજા રિપોર્ટ માન્ય રાખવા પરિપત્ર નં. 1764 સુધારો કરવો. એસ. ટી. નિગમના કર્મચારીઓને સંકલન સમિતિના પત્ર નં. 33, તા.03/12/2024 મુજબ 25 લાખ ગ્રેજ્યુઇટી ચુકવવા સૂચનાઓ આપવી. (રાજ્ય સરકાર મુજબ), એસ. ટી. નિગમના ડ્રાઇવર કંડક્ટરોને સમયસર વિકલી ઓફ આપતા નથી અને ડેપો ખાતે પ્રસંગોપાત જવાનું થાય તો રિપોર્ટ કરે છે, તે વ્યાજબી નથી. ડ્રાઇવરના આશરે 1,10,000 અને કંડક્ટરના 1,40,000 વિકલી ઓફ પડતર છે.
નિગમના કર્મચારીઓને ટીએ ડીએના દરો અને લાભો રાજ્ય સરકારશ્રીના તા.08/11/2024 ઠરાવ મુજબ સુધારેલ દરો અને લાભો ચુકવી આપવા. સેટલમેન્ટ કરાર મુજબ બાકી બ્લોક પીરીયડના ખાખી, વાદળી અને સફેદ ગણવેશ આપેલ નથી, તો આપવા કાર્યવાહી કરવી. નિગમના કર્મચારીઓને મેડિકલ બિલોમાં પેકેજ આપી પૈસા કાપી લેવામાં આવે છે, તે પ્રથા રદ કરવી. નિગમને ઈએસઆઈ મુક્તિ મળેલ હોઈ, તમામ સારવારના નાણા રીએમ્બર્સ કરવા માંગણી છે. પરિપત્ર નં. 2178 ની બદલી અંગે કરાયેલ જોગવાઈઓનો અમો ત્રણેય સંગઠનોનો વિરોધ છે તે રદ કરવો જોઇએ. એસ. ટી. નિગમમાં જુદા જુદા ડેપો ખાતે કે.એમ.પી.એલ ના નામે દંડ અને વસુલાત અને ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે છે, તે ન્યાયી નથી પ્રથમ જે મેઈકના વાહન 5.58 નું કે.એમ.પી.એલ. આપતું હોય. તો તે અંગેના પુરાવા આપવા.
તેમજ પુરાવાથી પુરવાર કર્યા વગર આવા શિક્ષાત્મક હુકમો કુદરતી ન્યાયના સિધ્ધાંત વિરૂૂધ્ધના હોઈ, આવી પ્રથા અટકાવવી જોઈએ અને આવા કેટલા કર્મચારીઓના નાંણા વસુલાત કરી અને આવા કેટલા શિક્ષાત્મક હુકમો કર્યા તેની વિગતો આપવી. નિગમના તમામ કક્ષામાં ખાતાકીય પરીક્ષાનું આયોજન કરવું તેમજ પાસ થયેલ કર્મચારીઓને ખાલી જગ્યાઓ સામે બઢતી અંગેની કાર્યવાહી કરવી. તેમજ સીધીની ભરતીની જે જગ્યાઓની ભરતી થવાનીજ ન હોય, તેવી જગ્યાએ બઢતી આપવા કાર્યવાહી કરવા માંગ કરાઇ છે.
-
ગુજરાત2 days ago
દોઢ વર્ષના માસૂમ બાળકનું રમતાં રમતાં પાણીની ડોલમાં પડી જતાં મોત
-
ગુજરાત2 days ago
શુક્ર-શનિ જેમીનીડ્સ ઉલ્કાવર્ષાનો નજારો
-
ગુજરાત2 days ago
મનપામાં અરજદારો માટે મુકાશે ડેશ બોર્ડ: લોકો ફરિયાદ કરી શકશે
-
ગુજરાત2 days ago
હૃદયરોગનો હુમલો વધુ ત્રણ માનવ જિંદગી ભરખી ગયો
-
ગુજરાત2 days ago
મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
-
આંતરરાષ્ટ્રીય2 days ago
બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું
-
ક્રાઇમ2 days ago
ઓનલાઇન કોમર્સ પ્લેટફોર્મ Myntraને પણ નકલી ઓર્ડર દ્વારા 50 કરોડનો ચૂનો લાગ્યો
-
રાષ્ટ્રીય2 days ago
મુંબઇ બેસ્ટ બસ અકસ્માતમાં કાવતરાંની, વાહનનો ઉપયોગ શસ્ત્ર તરીકે કરાયાની શંકા