અમદાવાદના ન.મો.સ્ટેડિયમ સાથે જામા મસ્જિદનો ફોટો: BCCIનું ઉંબાડિયું

ટી-20 સુપર-8 રાઉન્ડ પહેલા સત્તાવાર ડ ઉપર મુકેલા ફોટોગ્રાફમાં અમદાવાદના સ્થાનિક આઈકોનિક સ્થળોની બાદબાકીથી જાગેલો વિવાદ T 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીથી સુપર 8…

ટી-20 સુપર-8 રાઉન્ડ પહેલા સત્તાવાર ડ ઉપર મુકેલા ફોટોગ્રાફમાં અમદાવાદના સ્થાનિક આઈકોનિક સ્થળોની બાદબાકીથી જાગેલો વિવાદ

T 20 વર્લ્ડ કપ 2026માં 21 ફેબ્રુઆરીથી સુપર 8 નો રાઉન્ડ શરુ થશે. સુપર 8 માં ભારત, સાઉથ આફ્રિકા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ઝિમ્બાબ્વેએ સ્થાન મેળવ્યું છે. ભારત ગ્રુપ-1 માં છે અને ગ્રુપમાં અન્ય ત્રણ ટીમો તરીકે દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેનો સમાવેશ થાય છે. બીસીસીઆઈએ ભારતનો સુપર 8 નો કાર્યક્રમ અને સ્ટેડિયમ એક્સ (ટ્વિટર) પર શેર કર્યા છે. જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે.

બીસીસીઆઈએ પોતાના ઓફિશિયલ એક્સ પર ભારતીય ટીમનો સુપર 8નો કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં તેમણે ભારતની મેચો જે સ્ટેડિયમમાં રમાવાની છે તેના ફોટો પોસ્ટ કર્યા છે અને તેની સાથે તે શહેરના એક બે આઇકોનિક સ્થળો પર જોવા મળે છે. જોકે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર મેચને લઇને તેમણે સ્ટેડિયમની બાજુમાં દિલ્હીની જામા મસ્જિદ હોય તેવો ફોટો પોસ્ટ કર્યો છે. અમદાવાદના આઇકોનિક સ્થળોની વાત આવે ત્યારે અટલ બ્રિજ, પતંગ હોટલ, રિવરફ્રન્ટ કે ગાંધી આશ્રમ આવે છે.

જોકે બીસીસીઆઈએ પોતાના ફોટોમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બતાવ્યું છે અને બાજુમાં દિલ્હીની જામા મસ્જિદ હોય તેવો ફોટો પોસ્ટ કર્યો છે. અમદાવાદ સ્ટેડિયમને લઇને કરેલી આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ચર્ચા જોવા મળી રહી છે. કોલકત્તાના ઈડન ગાર્ડન સ્ટેડિયમના ફોટાની આસપાસ પણ ત્યાંના હાવરા બ્રીજ સહિતનાં સ્થાનિક આઈકોનિક સ્થળોનો ફોટોગ્રાફસ પણ બીસીસીઆઈ દ્વારા મુકવામાં આવ્યા છે. પરંતુ અમદવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સાથે સાબરમતી આશ્રમ, રિવરફ્રન્ટ, સ્ટેચ્યુઓફ યુનિટિ જેવા કોઈ સ્થળના ફોટોગ્રાફ મુકવામાં આવ્યા નથી તેથી આ તસ્વીરો અંગે વિવાદ સર્જાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *