રાજ્યસભાના સાંસદ રામભાઇ મોકરિયાના સૂચનથી તંત્ર દ્વારા જાહેરાત: ગ્રાહકોને માર્ગદર્શન અપાશે
રાજકોટ શહેરમાં જી.ઈ.બીના ગ્રાહકોના મનમાં એક માન્યતા એવી હતી કે સ્માર્ટ મીટર મૂકવાથી બિલ વધારે આવે છે.જેથી સ્માર્ટ મીટર સંદર્ભે જીબીના ગ્રાહકોની અનેક ફરિયાદો આવતી હતી. આ અંગે ઘણા જીઇબીના ગ્રાહકોએ રૂૂબરૂૂ રજૂઆત કરેલી કે અમારી અનિચ્છા હોવા છતાં ડિજિટલ મીટરના બદલે જી.ઈ.બી દ્વારા સ્માર્ટ મીટર પરાણે ફિટ કરાવે છે. અમારે સ્માર્ટ મીટર નાખવા નથી તેવી રજૂઆતો આવતા આ બાબતે પી.જી.વી.સી.એલ.ના એમ.ડી તથા અધિક્ષક ઇજનેર રાજકોટ સીટી સાથે વાત કરતા તેઓએ સ્પષ્ટતા કરેલી કે જે ગ્રાહકો સોલાર પેનલ ફીટ કરાવે છે. તેના માટે જી.ઇ.બીનું સ્માર્ટ મીટર નાખવું ફરજિયાત છે. કારણ કે કેન્દ્ર સરકારની આર.ડી એસ એસ (Revamped distribution sector scheme) સુધારેલી વિતરણ ક્ષેત્ર યોજના હેઠળ ફેઈજ-1 હેઠળ રાજકોટ શહેરનો તેમાં સમાવેશ થયેલ હોવાથી સ્માર્ટ મીટર ફરજિયાત છે.
આ સિવાયના કેસમાં જી.ઈ.બી દ્વારા સ્માર્ટ મીટર નાખવા માટે કોઈ પણ કસ્ટમરને દબાણ કરવામાં આવતું નથી કે ફરજિયાત નથી. તેવી માહિતી જી. ઈ.બીના અધિકારી દ્વારા આપવામાં આવેલ છે. જેથી રામભાઈએ જી.ઇ.બીના અધિકારી અને તેમના એમ.ડી.ને એક સૂચન કરેલ કે જી.ઇ.બી દ્વારા ગ્રાહકોને નવું મીટર નાખવું હોય કે ડિજિટલ મીટર બદલવાનું હોય તો તેના માટે ગ્રાહકો પાસે કોઈ માહિતી હોતી નથી તેમને પૂરી માહિતી મળી રહે તે માટે અલગથી એક હેલ્પલાઇન શરૂૂ કરવી જોઈએ.
આ બાબતે જી.ઇ.બીના અધિકારીઓ દ્વારા જણાવેલ કે રાજકોટ શહેરમાં ડિવિઝન વાઇઝ એક-એક હેલ્પલાઇન નંબર રાખવાનું નક્કી થયેલ છે. તે ઉપરાંત સ્માર્ટ મીટર વિશે જી.ઇ.બી ના અધિકારીએ સ્પષ્ટતા કરતાં જણાવેલ છે. કે જે કોઈ ગ્રાહકોને ડિજિટલ મીટર કે સ્માર્ટ મીટર નાખવું હોય તો તેનો કોઈ ચાર્જ નથી તેમ જ ડિજિટલ મીટરની સાથે સ્માર્ટ મીટર પણ ફીટ કરી આપીએ છીએ અને ગ્રાહકોને મહિનો બે મહિના માટે બંને મીટરના રીડિંગનો અભ્યાસ કરવા જણાવીએ છીએ અને બંને મીટરના રીડિંગમાં કોઈ ફરક આવતો ન હોય અને ગ્રાહકને સંપૂર્ણપણે સંતોષ ત્યારબાદ ડિજિટલ મીટર કાઢી અને સ્માર્ટ મીટર રહેવા દઈએ છીએ જેથી ગ્રાહકને સંપૂર્ણ સંતોષ મળશે અને ગ્રાહકોના મનમાં જે દુવિધા છે. તેનું સમાધાન પણ મળી શકશે આ રીતે અધિકારીએ જણાવેલ છે. જેની સૌ કોઈ ગ્રાહકોએ નોંધ લેવી જોઈએ.