વીજ ગ્રાહકો તથા જાહેર જનતાને ઉતરાયણ પર્વ ઉત્સાહ અને વીજ સલામતી પૂર્વક ઉજવવા તથા પતંગ ચગાવતી વખતે અકસ્માત ન સર્જાય તેની સાવચેતી રાખશો અને વીજ અકસ્માત ટાળવા અપીલ કરી છે. જેથી પતંગ ચગાવતી વખતે નીચે જણાવેલ વિગતો / મુદ્દાઓ અવશ્ય ધ્યાનમાં રાખવા નમ્ર વિનંતી કરેલ છે.જેમાં પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચઢશો નહિ. વીજળીના તાર કે કેબલને અડકશો નહિ. વીજળીના વાયર કે તાર ઉપર પડેલ પતંગ લેવા લંગર નાખશો નહિ. તેમ કરવાથી વીજળીના તાર ભેગા થતા સ્પાર્ક થવાની, તાર તૂટી જવાની, વીજ અકસ્માત થવાની તેમજ જોડેલ વીજ વપરાશના સાધનો (ઉપકરણ) બળી જવાની સંભાવના રહે છે.
તેમજ થાંભલા કે વીજળીના તારમાં અટવાયેલા પતંગ લેવા માટે તાર કે લોખંડના સળીયાનો ઉપયોગ જીવલેણ નીવડી શકે છે. આ ઉપરાંત ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. ધાતુના તાર કે મેગ્નેટિક ટેપ બાંધીને પતંગ ઉડાડશો નહિ, તેમ કરવાથી વીજળીના તારને અડકતા વીજળીનો આંચકો લાગવાની અને અકસ્માતની સંભાવના છે. પીજીવીસીએલની યાદીમાં જણાવાયું છે કે નજીવી કિંમતના પતંગ માટે આપની અણમોલ કિંમત જીદગી જોખમમાં ના મુકાય તેનો ખ્યાલ રાખો.
ચાયનીઝ દોરીનો ઉપયોગ કરવો નહિ, તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે, જેથી અંધારપટ તેમજ વીજ અકસ્માત થઇ શકે છે. ઘરના ધાબાની નજીકથી વીજવાયરો પસાર થતા હોય તેની નજીકથી પતંગ ઉડાડસો નહિ.મકરસંક્રાંતિ તહેવાર નિમિતે રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ પીજીવીસીએલની પેટા વિભાગીય કચેરીમાં સતત રાઉન્ડ ધ કલોક લાઈન સ્ટાફની ફાળવણી કરવામાં આવેલ છે. તેમજ ફિલ્ડના જવાબદાર ઈજનેરો સતર્કતા સાથે ફોલ્ટ સેન્ટરના સંપર્ક માં રહે તે પ્રકારનું આયોજન કરેલ છે. કોઇપણ પ્રકારની વીજ સબંધી ઈમરજન્સી દરમ્યાન સંપર્ક કરવા માટે અમારા વિવિધ સબ ડીવીઝનોના ફોલ્ટ સેન્ટરના નંબર પણ જાહેર કરાઇ છે.
