પશ્ર્ચિમ ગુજરાત વીજ કં.લી. દ્વારા વીજ ગ્રાહકો ઉપર અલગ અલગ પાંચ પ્રકારના ચાર્જ અને મોંઘવારીના નામે ગુપચુપ ભાવવધારો ઝીંકી દેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ વીજ ગ્રાહકો પર યુનિટ દીઠ 15 પૈસાનો વધારો ઝીંકવા ઉપરાંત એનર્જી ચાર્જિસ, ફયુઅલ ચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઇમ ઓફ ક્ધઝયુમ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહીત પાંચ પ્રકારના ચાર્જમાં 3.99 ટકાનો વધારો ઝીંકી એરિયર્સના નામે વસુલાત પણ શરૂ કરી દેવામાં આવી છે.
PGVCLના બિલમાં યુનિટ દીઠ અંદાજે 15 પૈસાનો વધારો કરવા ઉપરાંત એનર્જી ચાર્જ, ફ્યુઅલ સરચાર્જ, ડિમાન્ડ ચાર્જ, ટાઈમ ઓફ યુઝ ચાર્જ અને રિબેટ પેનલ્ટી સહિતના 5 પ્રકારના ચાર્જ પર 3.99% વધારો કરાયો છે. જુલાઈ પહેલાંના, જાન્યુઆરીના અને અત્યારના બિલોની સરખામણી કરવાથી ગ્રાહકોને આ વધારાનો ખ્યાલ આવી શકે તેમ છે. સામાન્ય વ્યક્તિ કામકાજની વ્યસ્તતાને કારણે બિલનું વિશ્ર્લેષણ કર્યા વગર ઓનલાઈન કે ઓફલાઈન ભરપાઈ કરી દે છે, જેનો ગેરલાભ લેવાઈ રહ્યો હોવાનો દાવો કરાયો છે.
સમગ્ર દેશ અને રાજ્યમાં મોંઘવારીના માર વચ્ચે વીજ ગ્રાહકો પર વધારાના ચાર્જીસ ઝીંકીને ’પડયા પર પાટું’ મારવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું કે, એક તરફ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદની અછતને કારણે દુષ્કાળ જેવી સ્થિતિ છે ત્યારે બીજી તરફ ભાજપ સરકાર અને PGVCL દ્વારા વીજ વપરાશકારોના ખિસ્સામાંથી નાણાં ખંખેરવાની કામગીરી થઈ રહી છે.
શિયાળામાં જમા થતા યુનિટના બદલે અંદાજે રૂૂ.2થી 2.50 લેખે રકમ જમા થાય છે. જ્યારે ઉત્પાદન સાથે વપરાશ થાય ત્યારે પ્રતિ યુનિટ રૂૂ.6થી 8 સુધીનો ચાર્જ વસૂલાય છે ખેડૂતોમાં વીજ પોલ નાખવા તેમજ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં જૂના મીટર બદલીને સ્માર્ટ મીટર લગાવવા મામલે દાદાગીરી થતી હોવાનો આક્ષેપ કરાયો છે. એક તરફ ગુજરાતમાં સૌથી વધુ વીજ ઉત્પાદન થતું હોવાના દાવા થાય છે, ત્યારે બીજી તરફ સમગ્ર દેશમાં સૌથી મોંઘી વીજળી ગુજરાતમાં હોવાનું જણાવી ભાજપની નીતિઓ સામે સવાલ ઉઠાવાયા છે.
