પીજીવીસીએલ દ્વારા વીજ સલામતી રેલી યોજાઇ

જામનગર શહેરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજ તારીખ 16,12.2024 થી આગામી તારીખ 21.12.2024 સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે…

જામનગર શહેરમાં પીજીવીસીએલની વર્તુળ કચેરી દ્વારા આજ તારીખ 16,12.2024 થી આગામી તારીખ 21.12.2024 સુધી વીજ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂૂપે આજે લાલ બંગલા થી પીજીવીસીએલની મુખ્ય કચેરીએથી વીજ સલામતી રેલી યોજાઇ હતી.બપોરે 4.30 વાગ્યે વીજ સલામતી રેલીનો લાલ બંગલા સ્થિત કચેરીએથી પ્રારંભ થયો હતો, અને લાલ બંગલા થી ટાઉનહોલ તરફ જઈ ફરી લાલ બંગલા સુધી પરત ફરી નગર ભ્રમણ કર્યું હતું, અને વિજ સલામતી ના સંદર્ભમાં લોકોને જાગૃત કરવા માટે બેનર પોસ્ટર દર્શાવ્યા હતા. આ વીજ સલામતી રેલીમાં જામનગર પીજીવીસીએલ વર્તુળની કચેરીમાં ફરજ બજાવતા તમામ કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *