રેસકોર્સ સ્થિત મેયર બંગલામાં સ્માર્ટ વીજ મીટર લગાવતું પીજીવીસીએલ

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ચાલી રહેલ આધુનિકરણની પહેલના ભાગરૂૂપે તમામ વીજ ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશનના સ્માર્ટ મીટર…

રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયાએ જણાવેલ કે, રાજકોટ શહેરમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા ચાલી રહેલ આધુનિકરણની પહેલના ભાગરૂૂપે તમામ વીજ ગ્રાહકો માટે નેક્સ્ટ જનરેશનના સ્માર્ટ મીટર ઇન્સ્ટોલ કરવામાં આવી રહ્યા છે. આ પહેલ ઉર્જા વિતરણ માળખાને સુગમતા, સુવ્યવસ્થા તરફ પરિવર્તિત કરવા અને તેની કાર્યક્ષમતા, પારદર્શિતા અને ટકાઉપણામાં સુધારો કરવાના વ્યાપક ધ્યેય સાથે સંરેખિત કરવા માટે જરૂૂરી છે.

ઉર્જા વિતરણની પ્રણાલીની એકંદરે કામગીરીને વધારવા માટે આ નેક્સ્ટ જનરેશન સ્માર્ટ મીટરની સ્થાપના એ એક મહત્વપૂર્ણ પગલું છે. જે અંતર્ગત આજ તા.29/07/2025, મંગળવારના રોજ રાજકોટ મહાનગરપાલિકા હસ્તકના રેસકોર્ષ સ્થિત મેયરના બંગલા ખાતે પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાડવામાં આવ્યું.

વિશેષમાં મેયરએ જણાવેલ કે, સ્માર્ટ મીટર એ એક ઈલેક્ટ્રોનિક ઉપકરણ છે જે માહિતી રેકોર્ડ કરે છે. જેમ કે, વિદ્યુત ઊર્જાનો વપરાશ, વોલ્ટેજ સ્તર, વર્તમાન અને પાવર ફેક્ટર અને ગ્રાહક અને વીજળી સપ્લાયર્સને માહિતી પહોંચાડે છે. એડવાન્સ્ડ મીટરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર(અખઈં) ઓટોમેટિક મીટર રીડિંગ(અખછ)થી અલગ છે. કારણ કે, તે મીટર અને સપ્લાયર વચ્ચે દ્વિ-માર્ગી સંચારને સક્ષમ બનાવે છે. સ્માર્ટ મીટરથી જ દિવસના કયા સમયગાળામાં કેટલી વીજળીનો ઉપયોગ કરવામાં આવ્યો તેનો રેકોર્ડ તૈયાર કરી શકાય છે.

બીલની ઝંઝટ દૂર થશે, જેથી વીજ કચેરીના મેન પાવરની બચત થશે અને ગ્રાહકોને પણ ફાયદો થશે, ગ્રાહકો એપ મારફતે દરરોજ પોતાની મિલકતનો વિજળી વપરાશ જાણી શકશે. સ્માર્ટ વીજ મીટર બાબતે ગ્રાહકોમાં જે ગેરમાન્યતા પ્રવર્તે છે તેનાથી દુર રહી શહેરીજનોને પોતાની મિલકતો ખાતે સ્માર્ટ વીજ મીટર લગાવવા મેયરએ ખાસ અપીલ અને આહવાન કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *