પેટ્રોલ-ડીઝલની મોંઘવારી દઝાડે તે પહેલાં એક્સાઇઝ ડ્યૂટીમાં રૂા.10નો ઘટાડો

ક્રૂડના વધેલા ભાવ કાબુમાં લેવા કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધારાની એક્સાઇઝ ડ્યૂટી રૂા.3 અને ડીઝલમાં શૂન્ય કરી દીધી; ગ્રાહકોને ટૂંક સમયમાં રાહત મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા…

ક્રૂડના વધેલા ભાવ કાબુમાં લેવા કેન્દ્ર સરકારે પેટ્રોલમાં વધારાની એક્સાઇઝ ડ્યૂટી રૂા.3 અને ડીઝલમાં શૂન્ય કરી દીધી; ગ્રાહકોને ટૂંક સમયમાં રાહત

મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તનાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં ઈરાનના વધતા નિયંત્રણને કારણે વૈશ્વિક તેલ પુરવઠામાં વિક્ષેપ પડતાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે પેટ્રોલ પર વધારાની એક્સાઈઝ ડ્યુટીને ₹13 પ્રતિ લીટરથી ઘટાડીને ₹3 પ્રતિ લીટર કરી છે, જ્યારે ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીને ₹10 પ્રતિ લીટરથી ઘટાડીને શૂન્ય (0) કરી દીધી છે.

આ નિર્ણય ગુરુવારે જારી કરવામાં આવેલા સરકારી આદેશ દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો છે. અગાઉ અપ્રિલ 2025માં કરવામાં આવેલા સુધારા પછી પેટ્રોલ પર ₹13 અને ડીઝલ પર ₹10ની ડ્યુટી હતી. સરકારના આ પગલાનું મુખ્ય કારણ મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ-ઈરાન વચ્ચેનો સંઘર્ષ અને તેના કારણે વૈશ્વિક ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલો વધારો છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ 105.75 પ્રતિ બેરલે પહોંચ્યો હતો, જ્યારે WTI 92.67 પર આવી ગયો છે. જોકે, અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત સારી રીતે આગળ વધી રહી હોવાના સંકેતો પછી ક્રૂડના ભાવમાં સહેજ ઘટાડો નોંધાયો છે.

આ તનાવ વચ્ચે નયારા એનર્જી જેવી કંપનીઓએ પેટ્રોલના ભાવમાં ₹5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો હતો.
સરકારના આ ડ્યુટી કટને કારણે રિટેલ ભાવમાં કેટલીક રાહત મળી શકે છે અને ગ્રાહકો પરનો બોજ ઓછો થશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ઇંધણની કોઈ અછત નથી અને અફવાઓથી દૂર રહેવા જાહેર જનતાને અપીલ કરી છે. ભારત રશિયા પાસેથી વધુ ક્રૂડ આયાત કરીને પુરવઠો સ્થિર રાખવાના પ્રયાસો કરી રહ્યું છે.

આ નિર્ણયથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તાત્કાલિક અસર જોવા મળી શકે છે. વાહન માલિકો, પરિવહન વ્યવસાય અને સામાન્ય ગ્રાહકોને આનો લાભ મળવાની ધારણા છે. રાજકીય વિશ્ર્લેષકો માને છે કે મિડલ ઈસ્ટની અનિશ્ચિતતા વચ્ચે સરકારે લોકોને રાહત આપવા આ પગલું ભર્યું છે.આ ડ્યુટી કટ સાથે સરકારે ઊર્જા સુરક્ષા જાળવવા અને મોંઘવારીને કાબૂમાં રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

 

એરલાઇન્સોને ટંકશાળ, કેન્દ્રએ મર્યાદા ઉઠાવતા ટિકિટદર ઉછળ્યા
કેન્દ્ર સરકારે રૂૂ. 18,000 ની ડોમેસ્ટિક હવાઈ ભાડાની મર્યાદા હટાવી હોવાથી, ફ્લાઇટ ચાર્જ સતત વધઘટ થઈ રહ્યા છે, મુસાફરો અને ટ્રાવેલ એજન્ટો કહે છે કે અખાતી સંકટ ચાલુ છે ત્યારે સરકારે મર્યાદા ઉઠાવવાની જરૂર ન હતી. પ્રારંભિક વલણો સૂચવે છે કે દિલ્હી, મુંબઈ, કોલકાતા અને હૈદરાબાદ જેવા ઉચ્ચ-માગવાળા રૂૂટ પર બેંગલુરુથી ભાડામાં વધારો ચાલુ છે. આ મર્યાદા મૂળરૂૂપે ડિસેમ્બર 2025 માં ઈન્ડિગો કટોકટી દરમિયાન લાગુ કરવામાં આવી હતી. પછી અખાતી યુધ્ધને કારણે એ ચાલુ રખાઇ હતી. પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે, વધતી જતી ઇંધણ કિંમતો અને વારંવાર રૂૂટ બદલવા જેવા ઓપરેશનલ અવરોધોનો સામનો કરતી એરલાઇન્સને મદદ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા તેને પાછી ખેંચવામાં આવી છે. એને કારણે હવે વિમાની ભાડા નિરંકુશ થવા લાગ્યા છે. આજ સુધીમાં, બેંગલુરુ-દિલ્હી રૂૂટ પર ટિકિટના ભાવમાં રૂૂ. 1,500 થી રૂૂ. 3,000 નો વધારો થયો છે, જ્યારે બેંગલુરુ-મુંબઈ અને બેંગલુરુ-હૈદરાબાદ સેક્ટરમાં માંગ અને સમયના આધારે રૂૂ. 800 થી રૂૂ. 2,000 નો વધારો જોવા મળ્યો છે, કેટલાક રૂૂટ પર ભાડા એક દિવસમાં લગભગ બમણા થઈ જાય છે.
ટિકિટ બુકીંગ કરતા એજન્ટોએ કહ્યું કે અલ્ગોરિધમ-સંબંધિત ભાવ વધારો સામાન્ય રીતે રૂૂ. 500 સુધી મર્યાદિત હોય છે, પરંતુ વિમાની કંપનીઓએ નિયમોને ગણકારતી નથી. “ઉનાળા દરમિયાન, આંદામાન અને ગોવા જેવા દરિયા કિનારાના સ્થળોની હંમેશા માંગ રહે છે. બેંગલુરુથી, આંદામાનનું ભાડું હાલમાં 25,000 થી 30,000 રૂૂપિયાની વચ્ચે છે, જ્યારે નિયમિત ભાડું 15,000 થી 20,000 રૂૂપિયા છે”. ગોવાના ભાડામાં 4,000 થી 6,000 રૂૂપિયા, 8,000 રૂૂપિયા અને 10,000 રૂૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. “આજે વાત કરીએ છીએ તેમ ઉત્તરપૂર્વના હવાઈ ભાડા પણ વધી રહ્યા છે,” ટ્રાવેલ એજન્ટોએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *