આજીકાંઠાના દબાણકારોએ વધુ સમય માંગ્યો

મામલતદાર-કલેક્ટર કચેરીએ રજૂઆતો, પરીક્ષાઓ ઉપર હોવાથી છાત્રો મુશ્કેલીમાં, આસપાસના વિસ્તારોમાં ભાડા આસમાને રાજકોટ શહેરનાં નવા થોરાળા નજીક આજી નદીના કાંઠે જંગલેશ્ર્વર સહિતનાં વિસ્તારોમાં 01.85લાખ થી…

મામલતદાર-કલેક્ટર કચેરીએ રજૂઆતો, પરીક્ષાઓ ઉપર હોવાથી છાત્રો મુશ્કેલીમાં, આસપાસના વિસ્તારોમાં ભાડા આસમાને

રાજકોટ શહેરનાં નવા થોરાળા નજીક આજી નદીના કાંઠે જંગલેશ્ર્વર સહિતનાં વિસ્તારોમાં 01.85લાખ થી વધુ ચોરસ મીટર સરકારી જમીન ઉપર 1358જેટલા કાચા પાકા મકાનો વર્ષોથી ઉભેલા ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે કલેકટર તંત્ર દ્વારા કલમ 202 હેઠળ નોટિસો આપવા આપવામાં આવી છે. આગમી એક અઠવાડિયામાં દબાણ ખાલી કરવામાં માટે સુચના આપવામાં આવી છે.

જેને લઇ આજે પૂર્વ મામલતદાર કચેરી ખાતે ભાજપના વોર્ડ નંબર 16ના કોર્પોરેટર ઋષિતાબેન જોશીની હાજરીમાં જંગલેશ્વર વિસ્તારમાં રહેતા ઘણા બધા લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી કે સાત દિવસ આપવામાં આવ્યા છે તે સમય ખૂબ ઓછો છે થોડો વધુ સમય આપવા માટે રજૂઆત કરી હતી તેમજ તેમના બાળકો પર તે જ વિસ્તારમાં ભણતા હોય છે અને ટૂંક સમયમાં જ બોર્ડની પરીક્ષા હોવાના કારણે તેમને ભણતર પર અસર પડશે.

રજૂઆત સમય લોકોને આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા અને રોતા રોતા કહ્યું હતું કે અમને થોડો સમય આપવામાં આવે અત્યારે આજુબાજુના વિસ્તારમાં જે લોકો પહેલા ત્રણથી ચાર હજાર રૂૂપિયા ભાડું લેતા હતા તે અને હવે ભાડા પણ 10 થી 15000 રૂૂપિયા કરી નાખ્યા છે અથવા તો અમને કોઈ વિકલ્પ એક ક્વાર્ટર આપે ભાવે તેવી માંગ છે તે મામલતદાર સમક્ષ કરવામાં આવી હતી મામલતદાર બાદ રહેવાસીઓએ સીટી પ્રાંત અધિકારી અને જિલ્લા કલેકટરને પણ રજૂઆત કરી હતી. તેમજ પૂર્વ મામલતદાર કચેરી ખાતે આજે વહેલી સવારથી જ અલગ અલગ લોકો રજૂઆત કરવા માટે લોકોની લાઈનો લાગે હતી.

બીજી બાજુ જે રીતે સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે તંત્ર દ્વારા હાલ તમામ 202 નોટિસ આપી દેવામાં આવી છે અને અઠવાડિયામાં દબાણ કરેલી જગ્યા ખાલી કરવા સૂચના આપવામાં આવી છે તો બીજી બાજુ વહીવટી તંત્ર દ્વારા હાલ તમામ તૈયારીઓ ડિમોલિશનની કરી લેવામાં આવી છે અને ગાંધીનગરથી લીલી ચંડી મળ્યા બાદ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવશે ડિપોઝિશન દરમિયાન અન્ય જિલ્લાની પોલીસ તેમજ અન્ય જિલ્લાનો રેવન્યુ સ્ટાફની મદદ લેવા જેવી પણ શક્યતા જોવાઈ રહી છે પરંતુ ગાંધીનગરથી સૂચના મળ્યા બાદ ડીમોલેશનની ગમે ત્યારે કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *