હૈદ્રાબાદમાં પેટ ડોગે માલિકનું ગુપ્તાંગ ચાવી જતા મોત

હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટનામાં, 38 વર્ષીય કેશિયર પવન કુમાર, મધુરનગરમાં તેના બેડરૂૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેના પાલતુ કૂતરાએ હુમલો કરીને તેનું ગુપ્તાંગ…

હૈદરાબાદમાં એક ચોંકાવનારી ઘટનામાં, 38 વર્ષીય કેશિયર પવન કુમાર, મધુરનગરમાં તેના બેડરૂૂમમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો, જ્યારે તેના પાલતુ કૂતરાએ હુમલો કરીને તેનું ગુપ્તાંગ ચાવી ખાધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના રવિવાર, 4 મેના રોજ પ્રકાશમાં આવી હતી, જ્યારે પવનના રૂૂમમેટ પી. સંદીપ, તેના તરફથી કોઈ જવાબ ન મળતાં ચિંતિત બન્યો હતો.

મધુરનગરના સબ-ઇન્સ્પેક્ટર જી શિવ શંકરે જણાવ્યું હતું કે અમને જાણ કરવામાં આવી હતી અને અમે ઘટનાસ્થળે દોડી ગયા હતા. દરવાજો તોડીને, અમે પવનને બેભાન હાલતમાં પડેલો જોયો અને તેના ગુપ્તાંગ પર કૂતરા કરડવાના ગંભીર ઘા હતા. તેને ખૂબ લોહી વહેતું હતું અને તેની નાડી પણ નહોતી. મૃતદેહને ગાંધી હોસ્પિટલના શબઘરમાં ખસેડવામાં આવ્યો છે. ઘટના પછી કૂતરાની સ્થિતિ અંગે કોઈ પુષ્ટિ થયેલ અહેવાલો નથી. આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લાનો વતની પવન એક ખાનગી કંપનીમાં કેશિયર તરીકે કામ કરતો હતો, જ્યારે તેનો રૂૂમમેટ સંદીપ રિયલ એસ્ટેટ એજન્ટ છે. બંને છેલ્લા પાંચ વર્ષથી સાથે રહેતા હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *